કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે અષાઢી બીજથી શરૂ થતાં કચ્છીઓના નવા વર્ષ નિમિત્તે કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે કચ્છ જિલ્લો હિન્દુસ્તાનનો સૌથી ઝડપી વિકાસ કરતો જિલ્લો બન્યો છે અને પ્રવાસન તથા ઔઘોગિક  ક્ષેત્રે હરણફાળ ભરવા ઉપરાંત કૃષિક્રાંતિના ક્ષેત્રે પણ નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે તેનું શ્રેય કચ્છીઓના ખમીરને ફાળે જાય છે અને રાજ્ય સરકાર પણ કચ્છની પ્રગતિના નવા સોપાનો માટે પ્રતિબધ્ધ છે.