પર
મો
ગુજરાત
ગૌરવ
દિવસ

મુખ્યમંત્રીશ્રી

ગુજરાતીઓ
લક્ષ્મીપૂજન
સાથે
સરસ્વતી
પૂજન
માટેનો
સંસ્કાર
સ્વભાવ
કેળવે
એવું
વાતાવરણ
સર્જવું
છે

ગુજરાતીપણાનું
ગૌરવ
જાળવીએ-
વાંચન-વિચારબીજનું
અંકુર
વિચાર
ક્રાંતિ
સર્જશે

અમદાવાદ
નેશનલ
બુક
ફેરનું
ઉદ્દધાટન
કરતા
મુખ્યમંત્રીશ્રી


રાષ્ટ્રીય
પુસ્તક
મેળો
એક
સપ્તાહ
સુધી
અમદાવાદનો
પુસ્તકપ્રેમ
ઊજાગર
કરશે

સાબરમતી
રિવરફ્રંટ
ઉપર
સાહિત્ય
સંસ્કાર-સંસ્કૃતિનો
ત્રિવેણી
સંગમ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આજે ગુજરાત ગૌરવ દિવસે શાનદાર ઉદ્દધાટન કરતાં જણાવ્યું કે ગુજરાતીઓ લક્ષ્મીપૂજન સાથે સરસ્વતીપૂજનનો સંસ્કાર સ્વભાવ કેળવે એવું વાતાવરણ સર્જવું છે. વાંચે ગુજરાત અને પુસ્તક મેળાના વ્યાપક ફલક ઉપર ગુજરાતની સંસ્કાર ઓળખ વિશ્વ સમક્ષ મૂકવાની પ્રેરણા તેમણે આપી હતી.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સાબરમતી રિવરફંટ ઉપર ઉભા કરાયેલા ગરિમાપૂર્ણ ડોમમાં અમદાવાદ નેશનલ બુક ફેરનું આયોજન ૧લી મે થી ૭ મી મે-ર૦૧ર સુધીના એક સપ્તાહ દરમિયાન કરવામાં આવ્યું છે. સાહિત્ય-સંસ્કાર અને સાંસ્કૃતિક કલાના ત્રિવેણી સંગમ સમા આ રાષ્ટ્રીય પુસ્તક મેળામાં દેશ-વિદેશ અને ગુજરાતની બસો જેટલી પ્રકાશન સંસ્થાઓના પુસ્તકોનો જ્ઞાન ભંડાર પ્રસ્તુત થયો છે.

ગુજરાતની સ્થાપનાના પ૧ વર્ષ પુરા થયા પરંતુ હજુ દુનિયાને ગુજરાત અને ગુજરાતીની સાચી ઓળખ નથી થઇ તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતીની સાચી ઓળખ-સંસ્કારની પહેચાન છેલ્લા દશ વર્ષમાં આપણે ઉભી કરી છે.

ગુજરાતી હોવાનું ગૌરવ થાય એવું ગુજરાત આજે દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થયું છે જેમને ગુજરાત ગમે તેને અને ન ગમે તેને પણ ગુજરાતની નોંધ લીધા વગર ચાલતું નથી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ આગવી ઓળખની અનેક વિશેષતામાં ‘પુસ્તક મેળો’ છે. વાંચે ગુજરાતના અભિયાને છ કરોડ ગુજરાતીઓમાં પુસ્તક મેળાઓ અને પુસ્તક વાંચન ભૂખ ઉજાગર કરી છે.

આપણા સમાજના ગુજરાતના સરસ્વતી સાધકો અને સાહિત્ય સર્જકોનું ગૌરવ થાય. સમાજ સાથે એમનું તાદાત્મ્ય અનુસંધાન થાય તે માટે આ પુસ્તક મેળો અવસર બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

સમગ્ર પુસ્તકમેળાના સ્ટોલ્સનું ૩૦ મીનીટ સુધી નિરીક્ષણ કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દરેક નવા મકાનની ડિઝાઇનમાં ગ્રંથ મંદિરની રચનાનું પ્રયોજન હોવું જોઇએ. જેના ધરમાં પુસ્તકો હોય અને વંચાતા હોય એ કુટુંબમાં સંસ્કાર સરિતા વહેતી જ હોય. આ વાતાવરણ ઉભૂં કરવું છે.

અમદાવાદ મહાપાલિકા અને અમદાવાદના નગરજનોને આ અનોખા પુસ્તક મેળાના આયોજન માટે રાષ્ટ્રીય સ્તરે નવો ચીલો ચાતરવા માટે તેમણે અભિનંદન આપ્યા હતા. આ પ્રકારનો સાત દિવસનો રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે 1 થી ૭ મે યોજાશે અને હિન્દુસ્તાનની ભાષાઓના સાહિત્ય સર્જકોને આમંત્રીને ભારતીય ભાષા સંસ્કાર દ્વારા રાષ્ટ્રીય એકતાની અનુભૂતિ કરાવે એવું પ્રેરક વાતાવરણ સર્જવા તેમણે અનુરોધ કર્યો હતો.

લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉપસ્થિતિને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સાહિત્ય અને સંસ્કાર પ્રવૃતિને વ્યાપક ફલક ઉપર લઇ જવી છે.

વાંચન એ વિચાર બીજમાંથી, વિચારનું અંકુર પ્રસ્ફુરિત કરે, વૃક્ષ સર્જ એમાંથી ફૂલ, ફળ અને નવા વિચાર બીજ પ્રસ્ફૂરિત થાય છે આટલી વિશાળતા વિચારક્રાંતિનું વાંચન ગુજરાતમાં સર્જાય એવી તેમણે અભિલાષા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ગૌરવ દિવસે આ પુસ્તકમેળાનો પ્રારંભ કરાવતાં વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ઼ કે ગુજરાતીપણાની ભાવનાને વ્યાપક સ્તરે વિકસાવી સર્વસમાવેશક સર્વપોષક વિકાસની નેમ સાથે ગુજરાતને વાંચન ઉપાસના દ્વારા વૈશ્વિક ખ્યાતિ અપાવવા સૌ પ્રતિબધ્ધ બને.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત આર્કીટ્રેકચરલ હેરિટેજ ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન પણ સંપન્ન કર્યું હતું.

અમદાવાદના મેયરશ્રી આસિત વોરાએ આવકાર પ્રવચનમાં અમદાવાદને આંગણે પ્રથમવાર યોજાઇ રહેલા આ રાષ્ટ્રીય પુસ્તક મેળાના વિચારબીજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વાંચે ગુજરાત અભિયાનથી રોપાયા હોવાનો હર્ષ વ્યકત કરી. પુસ્તક મેળાના આયોજનની રૂપરેખા આપી હતી. નેશનલ બૂક ટ્રસ્ટના શ્રી એમ. એ. સિકંદરે પ્રસન્નતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રીઓશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા રણજિતભાઇ ગિલીટવાલા, સાંસદ ડો. કિરીટ સોલંકી, અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રવાસન નિગમ અધ્યક્ષશ્રી કમલેશ પટેલ, મહાપાલિકાની વિવિધ સમિતિના પદાધિકારીઓ, નગરસેવકો, પ્રબુધ્ધ સાહિત્યકારો, લેખકો તથા વાંચનપ્રેમી નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.