કેન્દ્રની કોંગ્રેસ શાસિત સલ્તનત ભારતને દુનિયાનું સૌથી મોટું માંસ-મટન નિકાસકાર બનાવવા માંગે છે

આધૂનિક કતલખાના બનાવવા કરોડોની ગ્રાન્ટ સબસીડી અને ગાયોની ગેરકાયદે નિકાસની કેન્દ્રની યુપીએ સરકારની ભારતીય સંસ્કૃતિ વિરોધી નીતિ સામે મુખ્યમંત્રીશ્રીનો આક્રોશ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે તરૂણ-ક્રાંતિ પુરસ્કાર એનાયત (બાબા રામદેવ - વિજય દરડા - જિતો-સંસ્થા)

લોકમંત્રનો બૂરખો પહેરીને અલોકતાંત્રિક તરીકાથી જૂઠાંણા ફેલાવતા પરિબળોને ઓળખો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદમાં તરૂણ ક્રાંતિ પુરષ્કાર એનાયત કરતા કેન્દ્રની ક્રોંગ્રેસ શાસિત સલ્તનત માંસ-મટન અને ગૌવંશની કતલ માટેની નિકાસ પ્રોત્સાહક એવી પિન્ક રિવોલ્યુશનની ભારતીય સંસ્કૃતિથી વિરૂધ્ધ એવી ગુલાબી ક્રાંતિનો નિર્ધાર કરીને આગળ વધી રહી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતને દુનિયાનું સૌથી મોટુ ગૌમાંસ નિકાસકાર બનાવવા અને આધુનિક કતલખાના માટે રૂા.૧૫ કરોડની સબસીડી આપવાની અધિકૃત નીતિ કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુ.પી.એ. સરકારે અમલમાં મૂકી છે.

જૈન દિગમ્બર મૂનિ તરૂણ સાગરજી મહારાજના ચાતુર્માસ નિમિત્તે સકલ જૈન સમાજના ઉપક્રમે તરૂણક્રાંતિ પુરષ્કાર અર્પણ વિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મંત્રીશ્રીના હસ્તે યોગગુરૂ બાબા રામદેવ, લોકમત પત્રિકા સમૂહના શ્રી વજિય દરડા તથા જૈન આંતરરાષ્ટ્ર્ીતય સંસથા (JITO) જીતોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં કોંગ્રેસ શાસિત યુપીએ સલ્તનત ગાયો અને ગૌવંશની કતલ માટે પ્રોત્સાહનો આપીને અને ગૌવંશ પશુઓનો ગેરકાયદે વાયા બાંગ્લાદેશ વિદેશોના કતલખાનાઓમાં નિકાસ કરવાની વ્યવસ્થામાં સહયોગ આપીને દેશની ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિની ધોર ખોદી રહી છે એમ આક્રોશપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતે દૂધની અને કપાસની શ્વેતક્રાંતિ કરી (વ્હાઇટ રિવોલ્યુએશન) અને હરિયાણા, પંજાબ જેવા રાજ્યોએ હરિત- કૃષિક્રાંતિ (ગ્રાન રિવોલ્યુશન) કરીને માનવજાતને ઉપકારક ક્રાંતિનો માર્ગ લીધો છે ત્યારે હવે હાલની કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર (પિન્ક રિવોલ્યુશન)-ગુલાબી ક્રાંતિના રૂપાળા નામે માંસ-મટનની નિકાસ અને એની પેદાશોના ઉત્પાદનને પ્રોત્સાહન આપતી જીવદયા અને સંસ્કૃતિ વિરોધી નીતિ આગળ ધપાવી રહી છે એવી સ્પષ્ટ આલોચના મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં એવી સરકાર બેઠી છે જેણે ગૌમાંસનું ઉત્પાદન કરવા કતલખાનાઓના આધુનિકરણ માટે પંદર કરોડ રૂપિયાની સબસીડી આપવાની નીતિ અમલમાં મૂકી છે. સત્તાવાર રીતે ભારત સરકારની ફૂડ પ્રોસેસંિગ મીનિસ્ટ્રીની વેબસાઇટનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે અધિકૃત ધોરણે ગૌમાંસના રૂપમાં માંસ મટનની નિકાસ કરનારાને પ્રોત્સાહન આપનારી દિલ્હીની કોંગ્રેસ સલ્તનતના ઇરાદા તો ૨૦૧૨માં હિન્દુસ્તાન માંસ-મટનની નિકાસમાં વિશ્વમાં સૌપ્રથમ સ્થાને આવી જાય એવી છે. ગૌમાંસની વિકાસ અને ગાયો-ગૌવંશની ગેરકાયદે વિદેશમાં નિકાસ કરવાનું મોટા પાયે બાંગલાદેશ સાથે ષડયંત્ર થયેલું છે, લાખો લાખો દૂધાળા ગાય ગૌવંશને કતલખાને મોકલી દેવાય છે, ગૌમાંસની નિકાસનું વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક ભારતને બનાવવા દિલ્હીની કોંગ્રેસ સલ્તનત નિર્ધાર કરીને બેઠી છે. ભારતની ગૌરક્ષા માટે ગુજરાતની વર્તમાન સરકારે ચાર-ચાર ન્યાયિક સંધર્ષ કરીને સર્વોચ્ચ અદાલતમાંથી ગૌરક્ષા કાનૂન મંજૂર કરાવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

માંસ મટન ખાવાથી શરીરની જઠરાગ્ની ચિતા બની જાય છે જ્યારે શાકાહારીથી જઠરાગ્ની યજ્ઞ જેવી દેદિપ્યમાન રહે છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ એક વ્યકિત શાકાહારી બનીને વર્ષે દોડ મેટ્રીક ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન રોકી શકે છે તેની ભૂમિકા આપી હતી.

લોકતંત્રનો બૂરખો પહેરીને અલોકતાંત્રિક તરીકાથી રાજનીતિને વિકૃત બનાવનારા પરિબળોથી દેશને ચેતવાની જરૂર છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આજે રાષ્ટ્ર અને સમાજને સંકટો અને મૂશ્કેલીઓમાંથી ઉગારવાની સક્રિય ભૂમિકા કરનારા સંતો-મહંતો ધર્મગુરૂ આચાર્યો સમાજની પીડાથી સંવેદનશીલ બનીને માર્ગદર્શન પુરું પાડી રહ્યા છે ત્યારે તેમને ગાળો દેવાની વિકૃત માનસિકતા દુર્ભાગ્યપૂર્ણ છે. અવા લાખો સંતો આચાર્યોની ત્યાગ-તપસ્યાથી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થઇ રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

આજે ભોગવાદની પヘમિી જીવનશૈલીના કારણે માનવજાત ઉપર સંકટો અને ગ્લોબલ વોર્મિંગની આફતનો ભય તોળાઇ રહ્યો છે ત્યારે તેમાંથી ઉગરવા માટે જૈન ધર્મ અને હિન્દુત્વની જીવનશૈલી જ ઉપકારક છે. પમિનું તત્વજ્ઞાન "જીવો ઓર જીને દો' નું છે પણ ભારતની સંસ્કૃતિ તો એક કદમ આગળ રહીને "જીવો, જીવવા દો અને જીવાડો' એમ અસમર્થને પણ શકિત પ્રદાન કરવાની પરંપરાને પોષે છે એમ તેમણે જણાવ્યું હતું.

તરૂણ સાગર મહારાજને ક્રાંતિવીર અને બાબા રામદેવને યુવાનોના પ્રેરક માર્ગદર્શક તેમણે ગણાવ્યા હતા. વિજય દરડાએ કોંગ્રેસમાં હોવા છતાં શ્રી નરેન્દ્ર મોદીને "શેર'ની ઉપમા આપી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ ગુજરાત કે દેશના ભાગ્ય વધિાતા નથી, એક જનસેવક છે. આ દેશના ભાગ્ય વિધાતા તો ૧૨૦ કરોડ ભારતવાસીઓ છે અને ગુજરાતના ભાગ્ય વધિાતા છ કરોડ ગુજરાતીઓ છે.

બાબા રામદેવે સૌથી વધુ રાષ્ટ્રધર્મને મૂકીને ભારતને મહાન બનાવવા માટેની ક્રાંતિમાં જોડાઇ જવાનું આહવાન કર્યું હતું.

તેમણે જણાવ્યું કે જે રાષ્ટ્ર ધર્મ બજાવે છે તે સંત જ ગણાય. આપણને ભારતની સંસ્કૃતિ ઉપર ગર્વ હોવો જોઇએ. હજાર વર્ષમાં ભારતીય સંસ્કૃતિ ઉપર આતતાયીઓ આક્રમણ અને સામાજિક, નૈતિક, રાજનૈતિક સાંસ્કૃતિક પતન છતાં આપણી વિરાસત દારિદ્રવાન નથી જો ભ્રષ્ટાચાર અને બેઇમાની ખતમ કરીશું તો ભારત ગુણવાન, યુવા અને મહાન છે તે દુનિયાને બતાવી શકીશું. દેશને બચાવવા માટે સંધર્ષ કે આંદોલન કરીને જેલ જવું પડે તે પણ તેનું ગૌરવ લઇશું પણ ક્રાંતિ કરીને જ રહીશું.

શ્રી તરૂણ સાગર મહારાજે જણાવ્યું કે દેશમાં ગુજરાત રાજ્યે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે પ્રગતિ અને તરક્કી કરી છે તે બીજા કોઇ રાજ્યમાં જોવા મળતા નથી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદી મંત્ર મંડળનું શાસન અને તેમનું સમાજને માર્ગદર્શક એ બંનેનો સમન્વય થાય તો આ દેશની તકદીર બદલાઇ જશે. પરિવર્તન લાવવું જ છે એવા નિર્ધાર સાથે સ્વભાવ અને માનસિકતા ધડવા અને સંસ્કૃતિને અપનાવવા તેમણે આહ્વાન આપ્યું હતું.

જૈન અગ્રણીઓ અને તરૂણક્રાંતિ કારના આયોજનકોએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સન્માન કર્યું હતું.