ખેડૂતોને સમર્થ બનાવવા

Published By : Admin | September 26, 2016 | 16:50 IST

ખેડૂતોને સમર્થ બનાવવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે કૃષિક્ષેત્રના વિકાસ પર અત્યાર સુધી કોઈએ ન કર્યું હોય તેટલું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. છેલ્લા બે વર્ષના ગાળામાં જ કૃષિ ઉત્પાદકતા વધારવા, ખેડૂતોના હિતની રક્ષા કરવા અને તેમની આવકમાં વધારો કરવા તથા કૃષિ કલ્યાણના કાર્યો કરીને તેમની પરિસ્થિતિમાં સુધારો લાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ ખેડૂતોને બહુવિધ રીતે મદદરૂપ બની રહ્યા છે. સરકારે ખેડૂતોને આસાનીથી રાસાયણિક ખાતર મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેમ જ સિંચાઈ માટેની સુવિધામાં સુધારો કર્યો છે. તદુપરાંત પાક વીમાની યોજના તથા આસાનીથી ધિરાણ મેળવી શકે તેવી કામગીરી કરી છે. આ સાથે જ ખેડૂતોને તેમની ઉપજના વધુ સારા ભાવ મળે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી મદદ કરી છે. ખેડૂતોના હિતમાં જુદા જુદા પગલા લઈને 2022ની સાલ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાની હાકલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ કરી છે.

છેલ્લા બે વર્ષથી એટલે કે 2014-15 અને 2015-16 ભારત સતત દુકાળનો સામનો કરતું આવ્યું છે. તેમ છતાંય ભારતીય ખેડૂતોએ તેમના મજબૂત મનોબળથી કામ કરીને કૃષિ ઉપજને જરાય ઘટવા દીધી નથી. કૃષિ ઉપજ સ્થિર રહી છે તે જ રીતે પુરવઠો અને ફુગાવો પણ સ્થિર જ રહ્યો છે. 2015-16ની સાલમાં અનાજનું ઉત્પાદન 252.02 લાખ મેટ્રિક ટન રહ્યું હતું. તેથી જ કૃષિ ખાતાનું નામ બદલીને કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતું કરી દેવામાં આવ્યું છે. તેને પરિણામે કૃષિ વિકાસ માટેના વિઝનમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે અને ખેડૂતને સૌથી વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવતી ફાળવણીમાં અને કૃષિ કલ્યાણ માટે કરવામાં આવતી ફાળવણીમાં નોંધપાત્ર રીતે રૂા. 35984 કરોડનો વધારો કરી દેવામાં આવ્યો છે. 

 

સરકારને સમજાઈ ગયું છે કે કૃષિ ક્ષેત્રને વધુ ઉત્પાદનક્ષમ, નફાકારક અને પ્રિડિક્ટેબલ એટલે કે ચોક્કસ ઉત્પાદન તો થશે જ તે સ્થિતિમાં લાવી દેવું જરૂરી છે. આ માટે ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા બહુવિધ અભિગમ સાથે યોજનાઓનો અમલ જરૂરી છે. પાક લેવાની સમગ્ર સાઈકલ દરમિયાન તેમને પડખે ઊભા રહેવાની જરૂર છે. તેથી જ ખેડૂતોએ જુદા જુદા જે પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેના ઉકેલ સરકારે લાવી આપ્યા છે. 

વાવણી પૂર્વે

  1. ખેડૂતોને આપવામાં આવતા સોઈલ હેલ્થ કાર્ડને પરિણામે તેઓ કયો પાક લેવો તે અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.

    સરકારે 1.84 કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કર્યું છે. સરકારનો લક્ષ્ય તો તમામ 14 કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું છે.

  1. રાસાયણિક ખાતર મેળવવા માટે ખેડૂતોએ લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું તે બાબત હવે એક ઇતિહાસ બની ચૂકી છે. સરકારે ખેડૂતોને આસાનીથી રાસાયણિક ખાતર મળી રહે તેવી સુવિધા કરી આપી છે. તેની સાથે જ રાસાયણિક ખાતરના ભાવમાં પણ ખાસ્સો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આજે સો ટકા નિમ કોટેડ યુરિયા દેશમાં ઉપલબ્ધ છે. તેને પરિણામે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની ક્ષમતામાં 10થી 15 ટકાનો વધારો થયો છે. રાસાયણિક ખાતર વધુ વપરાતા યુરિયા ફર્ટિલાઈઝરનો ઉપયોગ ઓછો કરવામાં આવશે.

 

  1. ફાઈનાન્સ- નાણાંકીય સુવિધા

 

ખેડૂતોને આપવામાં આવેલી લોનની રકમ પર ચૂકવવાના થતા વ્યાજમાં રાહત કરી આપવા માટે સરકારે રૂા. 18276 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. નાણાંની આ ફાળવણીને કારણે જ ખેડૂતોને આપવામાં આવેલી પાક લોન પર તેમણે માત્ર 4 ટકા જ વ્યાજ ચૂકવવું પડે છે. લણણી કર્યા પછી તે રકમ પર માત્ર 7 ટકા વ્યાજ અને કુદરતી આફતના સમયમાં લોનની તે રકમ પર માત્ર 7 ટકા વ્યાજ ચૂકવવું પડે તેવી ગોઠવણ વર્તમાન સરકારે કરી છે. તેની સામે ખુલ્લા બજારમાં તેમને નવ ટકા વ્યાજે પૈસા મળી રહ્યા છે.

વાવણી સમયે

  1. સિંચાઈની સુવિધા

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો એક મિશન તરીકે અમલ કરવામાં આવી રહ્યો છે. એઆઈબીપી હેઠળ સિંચાઈના 89 પ્રોજેક્ટની મદદથી 28.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લાંબા સમયથી ટલ્લે ચઢ્યા કરતા હતા. હવે તેના ઝડપી અમલનો આરંભ કરી દેવામાં આવ્યો છે. નાબાર્ડમાં લાંબા ગાળાની સિંચાઈની વ્યવસ્થા માટે અલગ ફંડ જ ઊભું કરવામાં આવી રહ્યું છે. આરંભમાં આ ફંડમાં રૂા. 20000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વરસાદી ખેતી પર નભતા વિસ્તારોમાં 5 લાખ ફાર્મ પોન્ડ અને ડગ વેલ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે કુદરતી ખાતરનું ઉત્પાદન કરવા માટે દસ લાખ ખાડાઓ મનરેગા હેઠળ તૈયાર કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ ખાડાઓમાં કુદરતી ખાતર તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે.

  1. ટેકો અને માર્ગદર્શન

દેશના કરોડો ખેડૂતોને એસએમએસ કરીને વૈજ્ઞાનિક ઢબે સલાહ આપવામાં આવી રહી છે. 

વાવણી પછી

  1. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

 આજ સુધી ક્યારેય જોવા ન મળ્યા હોય તેટલા ઓછા વ્યાજ દરે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના-પીએમએફબીવાયનો લાભ ખેડૂતોને આપવાનો ચાલુ કરી દેવામાં આવ્યો છે. પીએમએફબીવાય હેઠળ ખરીફ પાક માટે પાક લોન લેનારા ખેડૂતોએ પાક વીમા માટે બે ટકા, રવી પાકમાં 1.5 ટકા અને બાગયતી પાકમાં 5 ટકાના દરે પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ પ્રીમિયમ તેમની લોનની રકમમાંથી સીધું જ કાપી લેવાતું હોવાથી ખેડૂતે પોતે પૈસા ભરવા પડતા નથી.

ઈ-નામ (e-NAM)

  1. કૃષિ ઉપજના માર્કેટિંગનો વહીવટ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ માટે દરેક રાજ્યમાં કૃષિ ઉપજના માર્કેટિંગને લગતા નિયંત્રણો તૈયાર જ છે. આ નિયંત્રણ હેઠળ રાજ્યના બજારો જુદા જુદા અનેક બજાર વિસ્તારોમાં વિભાજિત થયેલા છે. બજારને વિભાજિત કરી દેવાના આ પગલાને પરિણામે કોમોડિટીની મુક્તપણે હેરફેર થવામાં અવરોધ આવી રહ્યો છે. તેમાંય એક બજાર વિસ્તારમાંથી બીજા બજાર વિસ્તારમાં માલ જાય તો તેના ભાવમાં બિનજરૂરી રીતે વધારો થયા કરે છે. તેનાથી ગ્રાહકોને કૃષિ ઉપજો મોંઘી મળી રહી છે. ગ્રાહકો ઊંચી કિંમત ચૂકવે છે પરંતુ તેનો કોઈ જ ફાયદો ખેડૂતોને મળતો નથી. ઈ-નામના માધ્યમથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેની મદદથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના જુદા જુદા બજારોને એક જ બજારમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યા છે. ઇ-નામ એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. તેનો ઉપયોગ કરીને ખેડૂતો રાજ્યના અને રાષ્ટ્રના બજારમાં તેમની ઉપજનું વેચાણ કરી શકે છે. તેમાં દરેક જગ્યાએ એક ભાવ મળી શકે છે. તેમ જ બજારની ડિમાન્ડ અને ખેડૂતોના સપ્લાય પ્રમાણે કોમોડિટીના ભાવ નક્કી થાય છે. આમ વાસ્તવમાં ડિમાન્ડ સપ્લાયને આધારે કૃષિ ઉપજના ભાવ નક્કી થાય છે. ખેડૂતોના પાકની થતી હરાજીમાં તેનાથી પારદર્શકતા પણ જળવાય છે. ખેડૂતો તેમની ઉપજો દેશના કોઈપણ બજારમાં વેચી શકે છે. હા, તેમના પાકની ગુણવત્તા પ્રમાણે તેમને તેના ભાવ મળે છે. તેમને ઓનલાઈન જ પેમેન્ટ મળી જાય છે. આ આયોજનને પરિણામે બજારમાંથી માલ ખરીદનારાઓને વાસ્તવમાં યોગ્ય ક્વોલિટીનો માલ મળે છે અને ગ્રાહકોને પણ તે માલ વાજબી ભાવે મળે છે.

ઉપર દર્શાવેલા પગલા લેવા ઉપરાંત ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે બહુવિધ અભિગમને સરકારે અપનાવ્યો છે. મત્સ્યઉછેર, પશુપાલન અને ડેરી ઉત્પાદન જેવી પૂરક પ્રવૃત્તિને ટેકો આપીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચાર ડેરી પ્રોજેક્ટ માટે સરકારે રૂા. 850 કરોડની ફાળવણી કરી છે. તેમાં પશુદાણ સંજીવની, નકુલ સ્વાસ્થ્ય પત્ર, ઈ-પશુધન હાટ અને દેશી ઓલાદો વિકસાવવા માટેના નેશનલ જેનોમિક સેન્ટરની સ્થાપના કરવાના આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશી ગાયની ઓલાદોને સાચવી રાખવા અને વિકસાવવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. માછલીઓનું ઉત્પાદન 2013-14ની સાલમાં 95.72 લાખ ટન હતું તે 2014-15માં વધીને 101.64 લાખ ટન થયું છે. 2015-16ની સાલમાં માછલીઓનું ઉત્પાદન 107.9 લાખ ટનનું થવાનો અંદાજ છે. માછીમારી કરવાની મનાઈ ફરમાવી હોય કે માછીમારી કરવા માટે અનુકૂળ સમય ન હોય તેવા ત્રણ મહિનાના સમયગાળામાં માછીમારોને બચત તથા રાહતની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ માટે બ્લૂ રેવોલ્યુશન સ્કીમ ચાલુ કરવામાં આવી છે. આ સ્કીમને કારણે માછીમારોની ત્રણ મહિનાના ગાળાની માસિક બચત વધીને રૂા. 1500 થઈ ગઈ છે. 

 

આમ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી રાહતમાં નોંધપાત્ર વધારો થયો છે. 2010-15ના ગાળામાં આ માટે સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાં રૂા. 33580.93 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2015-20ના ગાળામાં આ જોગવાઈ વધારીને રૂા. 61220 કરોડની કરી દેવામાં આવી છે. દુષ્કાળ અને કરાં પડવાને કારણે કઠણાઈનો સામનો કરનારા રાજ્યો માટે 2010-14ના સમયગાળામાં રૂા. 12516.20 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એનડીએની સરકારે 2014-15ના વર્ષમાં જ દુષ્કાળ અને કરાંનો ભોગ બનેલા રાજ્યોને રાહત આપવા માટે રૂા. 9017.998 કરોડની ફાળવણી કરી હતી. 2015-16ની સાલમાં અત્યાર સુધી આ રાહત પેટે કરવો પડનારો ખર્ચ વધારીને રૂા.13496.57 કરોડ મંજૂર કરી દેવામાં આવ્યો છે. 

 

 

 

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister also visited the Shaheed Sthal
March 15, 2019

Prime Minister also visited the Shaheed Sthal