એવો સવાલ પૂછાય તે સ્વાભાવિક છે કે ભારતના પ્રધાનમંત્રીને કેવું ભોજન ભાવે છે ?
આ અંગેની માહિતી મોદી આ રીતે આપે છેઃ
" જે લોકો જાહેર જીવનમાં પડેલા છે તેમનું જીવન ખૂબ જ અનિયમિત હોય છે. આથી જો કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં સક્રિય રહેવા માગતી હોય તો તેની હોજરી મજબૂત હોવી જોઈએ. 35 વર્ષ સંગઠનના વિવિધ કામો કરતા કરતા મારે પૂરા દેશમાં પ્રવાસ કરવો પડતો હતો. આથી મને જે ખોરાક મળે તે ખાવાનો રહેતો હતો. હું ક્યારેય કોઈને મારે માટે કશું ખાસ બનાવવાનું કહેતો નથી. "
મને ખીચડી ખૂબ ગમે છે. પણ હું મને જે કાંઈ મળે તે જમી લઉં છું.
તેઓ વધુમાં કહે છે કે " હું મારી તબિયત દેશને કોઈ બોજ આપે તેવી ન હોય તેમ ઈચ્છુ છું. મારા છેલ્લા શ્વાસ સુધી હું તંદુરસ્ત રહેવા માગું છું "
મારી પ્રધાનમંત્રી તરીકેની ભૂમિકામાં મારે ઘણો પ્રવાસ કરવો પડે છે અને ઘણા ભોજન સમારંભોમાં હાજરી આપવી પડે છે. તેમને દરેક ભોજન સમારંભમાં પીરસેલી સ્થાનિક શાકાહારી વાનગીઓ ગમે છે. માદક પીણાના સંપૂર્ણ નિષેધમાં માનતા મોદીનો ગ્લાસ કોઈ ઓલ્કોહોલિક પીણાને બદલે હંમેશા પાણી અથવા તો જ્યુસથી ભરેલો હોય છે.