મે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા ત્યારે ભારતના કરોડો લોકોના બેન્ક એકાઉન્ટ્સ પણ નહોતા. બેન્કોના રાષ્ટ્રીયકરણ પછી દાયકાઓ વીતી ગયા તેમ છતાંય ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝન (નાણાંકીય સમાવેશન) એટલે કે નાનામાં નાના લોકોને બેન્ક સાથે જોડીને દરેક લાભ તેમના સુધી પહોંચાડવાના આયોજનો આપણા દેશમાં માત્ર ઉપરછલ્લા જ રહ્યા હતા. 

જનધન યોજના ચાલુ કરવા પાછળનો મૂળભૂત હેતુ કે ધ્યેય જ નાણાંકીય સમાવેશનના આયોજનને સહુ સુધી પહોંચાડવાને પાત્ર બનાવવાનો હતો. માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં 23.93 કરોડ બેન્ક ખાતાઓ ખોલાવી દેવામાં આવ્યા હતા. આ બેન્ક ખાતાઓમાં રૂા.. 41,789 કરોડ જમા કરાવવામાં આવ્યા તે તેનાથીય વધુ હૃદયને સ્પર્શી જાય તેવી વાત છે. બેન્ક એકાઉન્ટ ખૂલી જતા ખાતેદારોની બચત થવા માંડતા કરોડો લોકોના જીવનમાં સ્થિરતા વધી હતી. તેની સાથે જ બેન્ક કે અન્ય સંસ્થા મારફતે તેઓ ધિરાણ મેળવી શકે તે માટેના દરવાજાઓ પણ કરોડો ખાતેદારો માટે ખૂલી ગયા હતા. અત્યાર સુધી શાહુકારો પાસે પૈસા લઈને તેઓ શાહુકારો દ્વારા વસૂલવામાં આવતા ઊંચા વ્યાજદરના શોષણનો શિકાર બનતા હતા. જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓમાં ઓવરડ્રાફ્ટની તથા વીમાની પણ સુવિધા આપવામાં આવેલી છે. આ સુવિધાઓનો પણ ખાસ્સા ખાતેદારો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરંભમાં જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા એકાઉન્ટ ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોવાને નાતે તેની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. પરંતુ હવે ઝીરો બેલેન્સ એકાઉન્ટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ દર્શાવે છે કે જનધન યોજના હેઠળ ખાતા ખોલાવનારા મોટાભાગના લોકોએ તે ખાતાઓનો ઉપયોગ કરવા માંડ્યો છે. 

જનધન યોજના હેઠળ ખાતાઓ ખોલાવવાની ઝડપી ગતિને પરિણામે એન.ડી.એ. સરકારના જે.એ.એમ.ના ત્રિપાંખિયા વિઝનને અમલ કરવાના દરવાજા ખૂલી ગયા હતા. જનધન યોજના હેઠળ ખાતાઓ ખોલવામાં આવ્યા તે પછી સરકારે બહુ જ ઝડપથી આધાર કાર્ડ હેઠળ દરેકના નામની નોંધણી કરવાનું ચાલુ કરી દીધું હતું. મે 2014 સુધીમાં 65 કરોડ  લોકોએ આધારકાર્ડ હેઠળ તેમના નામની નોંધણી કરાવી હતી. ત્યારબાદ સરકારે વધુ 35 કરોડ લોકોના નામની નોંધણી કરી હતી. આમ આજે કુલ 105 કરોડ લોકો પાસે આધારકાર્ડ પહોંચી ગયા હતા. આજે ભારતમાં લગભગ તમામ લોકો પાસે મોબાઈલ ફોનની સુવિધા છે. આમ લોકોને સમર્થ બનાવવાની સમગ્ર યોજના પ્રમાણેનું માળખું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું. આ વ્યવસ્થા ઊભી  થઈ જતા સરકાર માટે દરેક લાભાર્થીના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવાની કામગીરી આસાન બની ગઈ છે. તેમાં કોઈપણ જાતનો વિલંબ પણ ન થાય ને કોઈ મધ્યસ્થી ગરબડ પણ ન કરી શકે. આ સાથે જ સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ પ્રમાણે દરેકને પોતાના લાભ તેના પોતાના બેન્કના ખાતામાં જ પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે. તેને પરિણામે તેમની આવકમાંથી કોઈ પૈસા લઈ જાય તેવી શક્યતા ઘટી ગઈ હતી. તેથી છેલ્લા બે વર્ષમાં બચત પણ વધી છે. છેલ્લા બે વર્ષમાં 31 કરોડ લાભાર્થીઓના ખાતામાં રૂા. 61,822 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની યોજના હેઠળ અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા હોવાથી સરકાર દ્વારા બોગસ લાભાર્થીઓને ખોટી રીતે અપાઈ જતા રૂા. 36,500 કરોડની બચત પણ શક્ય બની છે. 

 

માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસ દેશમાં બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. તેઓ લાખો લોકોને રોજગારી આપવાનું જ માત્ર કામ કરતા નથી, પરંતુ દેશના અર્થતંત્રના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપે છે. પરંતુ જોવા મળી રહ્યું છે કે તેમાંથી બહુ જ ઓછા લોકોને સંસ્થાકીય ધિરાણની સુવિધાનો લાભ મળે છે. તેમાંના મોટાભાગના લોકોને શાહુકારો પાસેથી ઊંચા વ્યાજનું ધિરાણ લેવાની ફરજ પડી રહી છે. 

 

આ નાની નાની કંપનીઓ અને ફેક્ટરીઓને મદદરૂપ થવા માટે એન.ડી.એ.ની સરકાર દ્વારા મુદ્રાયોજના ચાલુ કરવામાં આવી છે. તેમને સસ્તા વ્યાજ દરે અને કોઈપણ  જાતની ગેરન્ટી વિના જ ફાઈનાન્સ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન થકી તેમની આકાંક્ષાઓને નવી ઊંચાઈએ લઈ જવામાં આવી છે. 2015-16ના વર્ષમાં રૂા. 1,32,954.73 કરોડનું ધિરાણ તેમને આપવામાં આવ્યું છે. તેમને રૂા. 1,22,188 કરોડનું ધિરાણ આપવાના લક્ષ્યાંક કરતા ઘણું વધુ ધિરાણ આપવામાં આવ્યું છે. આ રીતે દેશમાં 3.48 કરોડ વેપારી સાહસિકોને નાણાંકીય ધિરાણ અપાયું હતું. તેમાંથી 1.25 કરોડ નવા વેપારી સાહસિકો હતા. તેમને કુલ મળીને રૂા. 58, 908 કરોડનું ફાઈનાન્સ આપવામાં આવ્યું હતું. આ લાભ મેળવનારાઓમાં 79 ટકા મહિલાઓ હતી. મહિલાઓને કુલ મળીને રૂા. 63,190 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું. મુદ્રા યોજના હેઠળ 2016-17ના વર્ષમાં લોનની ફાળવણીમાં 50 ટકાનો વધારો થયો છે. 2015-16ની સાલની તુલનાએ આ યોજના હેઠળ અપાતા ધિરાણમાં 50 ટકા વધારો કરીને રૂા. 1,80,000 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું હતું. 

 

ઉપર દર્શાવેલા પરિણામો બતાવે છે કે ભારતીય જનતાના જીવનમાં બહુ જ મોટું પરિવર્તન આવી ગયું છે. તેમની પાસે બેન્ક એકાઉન્ટની સુવિધા નહોતી. તેમના બેન્ક એકાઉન્ટ ખૂલી ગયા. તેમને આસાનીથી અને કોઈપણ જાતની ગેરન્ટી વિના જ ધિરાણ મળતા થઈ ગયા. ભારતમાં વસતા ગરીબોના જીવનમાં મે 2014થી અત્યાર સુધીમાં બહુ જ મોટા પરિવર્તનો આવી ગયા છે. સરકારી યોજનાના લાભ કે સબસિડી મેળવવા માટે હવે કોઈ વચેટિયાની જરૂર રહી નથી. તેમ જ સરકારી કચેરીઓના ધક્કા ખાવાની પણ જરૂર રહી નથી. ડીબીટી અને જે.એ.એમ.ને કારણે લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવા પારદર્શક અને આસાન બની ગયા છે

 

 

 

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister also visited the Shaheed Sthal
March 15, 2019

Prime Minister also visited the Shaheed Sthal