"Shri Modi tweets on Kargil Vijay Diwas paying tributes to the brave soldiers"
"Shri Modi dedicates “Ae Mere Watan Ke Logon” song sung by Lata Mangehkar to the Armed Forces"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કારગીલ વિજય દિવસ નિમિત્તે ભારતીય સેનાના શહિદ જવાનોને ઉષ્માભરી શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું છે કે ભારતની રક્ષા માટે પ્રાણની આહૂતિ આપનારા શહિદ જવાનોને શત શત વંદન કરીએ.

કારગીલ વિજય દિવસની ૧૪મી વર્ષગાંઠે ટવીટર ઉપર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કારગીલ યુધ્ધના વિજય દિવસે શહિદ સેનાવીરોને યાદ કર્યા હતા.