મહાત્મા ગાંધીની 2019માં આવી રહેલી 150મી જન્મ જયંતી નિમિત્તે તેમને અંજલિ આપવાનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે સ્વચ્છ ભારતનું નિર્માણ કરવું. બીજી ઓક્ટોબર 2014ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજપથ ખાતેથી સ્વચ્છ ભારતના મિશનનો આરંભ કર્યો હતો. સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારતના મિશનનો આરંભ એક રાષ્ટ્રીય ચળવળ તરીકે કરવામાં આવ્યો હતો. 

 

સ્વચ્છતા માટેની સામૂહિક ચળવળનું નેતૃત્વ કરતા પ્રધાનમંત્રીએ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા માટે આમજનતાને પ્રેરણા આપી હતી. મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતેથી તેમણે સ્વચ્છતા માટેની ઝૂંબેશનો પ્રારંભ કર્યો હતો. આ સ્થળે તેમણે પોતે હાથમાં ઝાડું લઈને ગંદકી દૂર કરવાનો આરંભ કર્યો હતો. આ સાથે જ સ્વચ્છ ભારતની ઝૂંબેશને એક રાષ્ટ્રિય સામૂહિક ઝૂંબેશનું સ્વરૂપ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લોકોએ રસ્તા પર કચરો ફેંકવો ન જોઈએ, તેમ જ બીજા કોઈને પણ રસ્તામાં કચરો ફેંકવા ન દેવો જોઈએ. તેમણે મંત્ર આપ્યો હતો કે,  ''ના ગંદગી કરેંગે, ના કરને દેંગે.'' શ્રી નરેન્દ્ર મોદીએ નવ જણને સ્વચ્છતા માટેની ઝુંબેશમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ નવ જણને દરેકે નવ નવ જણને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા માટે તૈયાર કરવા માટેની પહેલ કરવા સજ્જ કરવા વિનંતી કરી હતી. 

 

આ રીતે તેમણે લોકોને આ ઝુંબેશમાં ભાગ લેવા માટે આમંત્રણ આપીને સ્વચ્છ ભારત અભિયાનને આ રાષ્ટ્રીય ચળવળનું સ્વરૂપ આપી દીધું હતું. આમ સ્વચ્છ ભારત અભિયાનના માધ્યમથી લોકોમાં એક જવાબદારીની ભાવનાનું નિર્માણ કર્યું હતું. આજે રાષ્ટ્રભરમાં સ્વચ્છ ભારત માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓમાં નાગરિકો ભાગ લેતા થઈ ગયા હોવાથી મહાત્મા ગાંધીએ એકવાર જોયેલું સ્વચ્છ ભારત માટેનું સ્વપ્ન નક્કર આકાર લેવા માંડ્યું છે. પ્રધાનમંત્રીએ તેમના શબ્દો અને કાર્યની મદદથી લોકોને વિનંતી કરીને સ્વચ્છ ભારતનો સંદેશ પહોંચાડ્યો હતો. તેમણે વારાણસીમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું. વારાણસીના આસ્સીઘાટ ખાતે ગંગા નદી નજીક તેમણે હાથમાં પાવડો લઈને સ્વચ્છ ભારતના મિશનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. તેમની આ ઝૂંબેશમાં સ્થાનિક સ્તરના અનેક લોકો જોડાયા હતા અને તેમણે સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપ્યો હતો. આરોગ્યના મહત્વને સમજી લઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે આમજનતાને તેમના ઘરોમાં શૌચાલય ન હોવાને કારણે ભારતીય પરિવારો માટે આરોગ્યના ઊભા થતા પ્રશ્નો અંગે માહિતગાર કર્યા હતા. નાટકો અને સંગીતના માધ્યમોનો ઉપયોગ કરીને વારંવાર સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કરીને તેમણે આરોગ્યપ્રદ માહોલ ઊભો કરવા માટે જનતામાં જાગૃતિનો સંચાર કર્યો હતો. તેમની આ સામૂહિક ઝૂંબેશમાં જોડાવા માટે સમાજના જુદા જુદા વર્ગના લોકો આગળ આવ્યા હતા. સરકારી અધિકારીઓથી લઈને દેશના જવાનો, બોલિવૂડના અભિનેતાઓથી માંડીને રમતવીરો, ઉદ્યોગપતિઓથી માંડીને આધ્યાત્મિક નેતાઓ આ ઉમદા કાર્ય કરવામાં સક્રિય બન્યા હતા. સરકારી ખાતાઓએ, બિન સરકારી સેવા સંસ્થાઓએ, સ્થાનિક સ્તરના સામુદાયિક કેન્દ્રોએ ભારતને સ્વચ્છ બનાવવા માટે ચાલુ કરેલી પહેલમાં જોડાવા દિનપ્રતિદિન દેશભરમાંથી લાખો લોકો આગળ આવ્યા હતા. નાટકો અને સંગીતના માધ્યમથી તેમણે આરોગ્ય અંગેનો સંદેશો સમગ્ર રાષ્ટ્રના લોકો સુધી પહોંચાડ્યો હતો. 

બોલિવૂડના અભિનેતાઓથી માંડીને ટેલિવિઝનના એક્ટરોએ આગળ આવીને આ પહેલમાં સક્રિય ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન, આમિર ખાન, કૈલાસ ખેર, પ્રિયંકા ચોપરા, સબ ટી.વી.ના શો તારક મહેતા કા ઉલટા ચશ્માના તમામ કલાકારો સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા હતા. રમતગમતના ક્ષેત્રમાંથી સચિન તેંડુલકર, સાનિયા મિરઝા, સાઈના નેહવાલ, મેરી કોમે પણ સ્વચ્છ ભારતની ઝૂંબેશને સફળ બનાવવામાં પ્રશંસનીય ફાળો આપ્યો હતો. 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો સંબોધનના કાર્યક્રમ 'મન કી બાત'માં સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે કોઈ વ્યક્તિએ વ્યક્તિગત ધોરણે અને જુદી જુદી સંસ્થાઓ દેશભરમાં સ્વચ્છ ભારતના અભિયાનને સફળ બનાવવામાં આપેલા ફાળાની વારંવાર સરાહના કરી છે. સ્વચ્છ ભારતની ઝૂંબેશમાં સારી ભૂમિકા ભજવવા બદલ મધ્ય પ્રદેશના હાર્દા જિલ્લાના સરકારી અધિકારીઓની ટીમને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા હતા. કચરો ખરીદવા અને વેચવા માટેની મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરનારી બેંગલુરુની ન્યુ હોરિઝન સ્કીલના પાંચ વિદ્યાર્થીઓની પણ પ્રશંસા કરી હતી. આઈસીઆઈસીઆઈ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, એક્સએલઆરઆઈ જમશેદપુર તથા આઈઆઈએમ બેંગલુરુએ સામૂહિક સ્વચ્છતા માટેની ઝૂંબેશનો આરંભ કર્યો હતો અને આમજનતામાં આ બાબતે જાગૃતિનો સંચાર કર્યો હતો.

 

સોશિયલ મિડિયાના માધ્યમથી આ ઝૂંબેશમાં ભાગ લેવા બદલ શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા જાહેરમાં લોકોની આ ઝૂંબેશમાંની ભાગીદારીની સરાહના કરી છે. વારાણસીમાં મિશન પ્રભુઘાટ માટે પહેલ કરનારા સ્વયં સેવકોના ગ્રુપ અને દર્શિકા શાહના સ્વચ્છતા માટેના પ્રયાસોની શ્રી નરેન્દ્ર મોદીએ સરાહના કરી છે. દેશભરના નાગરિકો દ્વારા સ્વચ્છતા માટે કરવામાં આવેલા પ્રયાસોને ઉજાગર કરવા અને સરાહના કરવા માટે આ સાથે જ માય ક્લિન ઇન્ડિયા નામની એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. 

 

સ્વચ્છ ભારત અભિયાન હવે જન આંદોલન બની ચૂક્યું છે. આમજનતા તરફથી તેને પ્રચંડ પ્રતિભાવ મળી રહ્યો છે. દેશના લોકો પણ મોટી સંખ્યામાં આ ઝૂંબેશમાં જોડાઈ રહ્યા છે. તેઓ ચોખ્ખા અને સ્વચ્છ ભારત માટેની પ્રતિજ્ઞા લેવા માંડ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું તે પછી ઝાડું લઈને શેરીને સ્વચ્છ કરવા નીકળી પડવું, કચરો દૂર કરવો, આરોગ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવું અને આરોગ્યપ્રદ માહોલને જાળવી રાખવો એ દેશના નાગરિકોમાં સહજ બની ગયું છે. લોકો હવે સ્વયં આ ઝૂંબેશમાં ભાગ લેવા માંડ્યા છે અને સ્વચ્છતા એજ પ્રભુતા છે નો સંદેશ પહોંચાડવા માંડ્યો છે.

ભારતના શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત શૌચાલયો, સામૂહિક વપરાશ માટેના શૌચાલયો બાંધવા પર તથા ઘન કચરાનો નિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરીને સ્વચ્છ ભારતના મિશનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોને તેમના વર્તનમાં સુધારો લાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. આ માટે વ્યક્તિગત ધોરણે વિચારોની આપ-લે કરવામાં આવી રહી છે. તેના માધ્યમથી તેના અમલીકરણની કામગીરીને વધુ સંગીન ફલક પર લઈ જવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતના સ્તરે પણ આ ઝૂંબેશના અમલીકરણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝૂંબેશને પોતાની રીતે આગળ ધપાવવા દરેક રાજ્યોને તેની રીતે પગલા લેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્કૃતિ, સ્થાનિક પ્રથાઓ, સંવેદનશીલતા અને તેમની માગણીઓ મુજબ આ ઝૂંબેશને આગળ ધપાવવાની છૂટ આપવામાં આવી છે. દરેક લોકો શૌચાલય બાંધી શકે તે માટે આપવામાં આવતી પ્રોત્સાહનની રકમમાં રૂા. 2000નો વધારો કરીને રૂા. 10,000થી વધારી રૂ. 12000 કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ-ઘન કચરા અને પ્રવાહી કચરાના નિકાલની કામગીરીનું નિયમન કરવા માટે પણ ગ્રામ પંચાયતોમાં ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. 

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister also visited the Shaheed Sthal
March 15, 2019

Prime Minister also visited the Shaheed Sthal