હું દ્રઢપણે માનું છું કે ભારત પાસે ઉદ્યોગસાહસિકતાની ઢગલાબંધ ગુપ્ત શક્તિ છે, જેમાં સંવાદિતા લાવવાની જરૂર છે, જેથી આપણે રોજગાર માંગનારાઓ કરતાં વધુ રોજગાર આપનારાઓ હોય તેવો દેશ બની શકીએ.

- નરેન્દ્ર મોદી

 

મેઈક ઈન ઈન્ડિયા અભિયાન ભારતમાં માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ચાર સ્તંભ પર આધારિત છે.

નવી પદ્ધતિઓ : મેઈક ઈન ઈન્ડિયા હેઠળ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એકમાત્ર સૌથી મહત્ત્વના પરિબળ તરીકે વેપારને સરળ બનાવવામાં આવે છે.

નવી માળખાકીય સવલતો : આધુનિક અને સુગમ માળખાકીય સવલતોની ઉપલબ્ધિ ઉદ્યોગના વિકાસ માટે અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે.

સરકાર ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને સ્માર્ટ સીટીઝ વિકસાવવા માંગે છે, જેથી આધુનિક અત્યંત ઝડપી કોમ્યુનિકેશન અને પરિવહનની સંકલિત વ્યવસ્થાઓ સાથે અદ્યતન ટેકનોલોજી આધારિત માળખાકીય સવલતો પૂરી પાડી શકાય.

નવાં ક્ષેત્રો : મેઈક ઈન ઈન્ડિયા હેઠળ મેન્યુફેક્ચરીંગ, માળખાકીય સવલતો અને સેવા પ્રવૃત્તિઓમાં 25 ક્ષેત્રો તારવ્યાં છે અને વિગતવાર માહિતી તમામ સંબંધિત ભાગીદારોને પહોંચાડવામાં આવી રહી છે.

નવી વિચારધારા : ઉદ્યોગજગત સરકારને નિયમનકાર તરીકે જોવા ટેવાયેલું છે. મેઈક ઈન ઈન્ડિયા હેઠળ સરકાર ઉદ્યોગજગત સાથે કેવી રીતે વ્યવહાર કરે છે  તે જોવાનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલવાનો ઈરાદો છે. સરકારનો અભિગમ મદદગાર બનવાનો રહેશે, નહીં કે નિયમનકાર.

સરકાર ઉદ્યોગસાહસિકતાને ઉત્તેજન આપવા માટે ત્રિપાંખીય વ્યૂહરચના અપનાવી રહી છે. આ થ્રી સી મોડેલ પર કામ ચાલી રહી રહ્યું છે : કોમ્પ્લાયન્સીઝ, કેપિટલ અને કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ.

કોમ્પ્લાયન્સીઝ – અનુપાલન

ભારતે વેપાર સુગમ બનાવવાની દિશામાં ઝડપી પ્રગતિ કરી હોવાથી વર્લ્ડ બેન્કના રેન્કિંગમાં તેનું સ્થાન વધીને 130મા અંકે પહોંચ્યું છે. આજે, નવો વેપાર શરૂ કરવાનું અગાઉ ક્યારેય ન હતું એટલું સરળ બન્યું છે. અનાવશ્યક માન્યતાઓ દૂર કરવામાં આવી છે અને અનેક મંજૂરીઓ ઓનલાઈન મેળવી શકાય છે.

ઈન્ડસ્ટ્રિયલ લાયસન્સ (આઈએલ) અને ઈન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ (આઈઈએમ) માટે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે અને આ સેવા હવે ઉદ્યોગસાહસિકોને ચોવીસેય કલાક અને 365 દિવસો ઉપલબ્ધ છે. આશરે 20 સેવાઓ સંકલિત કરવામાં આવી છે અને તે વિવિધ સરકારો અને સરકારી એજન્સીઓની મંજૂરીઓ મેળવવા માટે સિંગલ વિન્ડો પોર્ટલ તરીકે કામ કરશે.

ભારત સરકારે વર્લ્ડ બેન્ક ગ્રુપ અને કેપીએમજીના સહયોગથી રાજ્ય સરકારો દ્વારા વેપારમાં સુધારાના અમલીકરણના મૂલ્યાંકનને હાથ ધર્યું છે. આ રેન્કિંગ રાજ્યોને પરસ્પરમાંથી શીખવા અને અન્ય રાજ્યની સફળ નીવડેલી પદ્ધતિઓ અપનાવવા મંજૂરી આપશે, તેનાથી દેશભરમાં વેપાર માટે નિયમનકારી માહોલ ઝડપથી સુધરશે.

સરકાર, દેશમાં રોકાણો સુગમ બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સીધાં વિદેશી રોકાણો માટેનાં નિયમો પણ સરળ બનાવી રહી છે.

કેપિટલ – મૂડી                    

આશરે 58 મિલિયન જેટલાં નોન-કોર્પોરેટ એકમો ભારતમાં 128 મિલિયન રોજગાર પૂરાં પાડે છે. તેમાંથી 60 ટકા રોજગાર ગ્રામીણ વિસ્તારોમાં છે. 40 ટકા જેટલા એકમો પછાત વર્ગોના લોકો ધરાવે છે અને 15 ટકા એકમો અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ ધરાવે છે. પરંતુ બેન્ક ક્રેડિટમાં તેમનાં ધિરાણોનો ખૂબ નાનો હિસ્સો છે. તેમાંના મોટા ભાગના લોકો કોઈ બેન્ક ધિરાણ મેળવતાં નથી. બીજા શબ્દોમાં કહીએ તો અર્થવ્યવસ્થામાં જે સૌથી વધુ રોજગાર સર્જતું ક્ષેત્ર છે, તે ઓછામાં ઓછાં ધિરાણો મેળવે છે. આ પરિસ્થિતિ બદલવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને મુદ્રા બેન્ક શરૂ કરી છે

આ યોજના અને બેન્ક શરૂ કરવાનું ધ્યેય નાનાં કદના ઉદ્યોગ સાહસિકો, જેમને ઘણીવાર અત્યંત ઊંચા વ્યાજ દરો ચૂકવવા પડે છે, તેમને કોલેટરલ-મુક્ત સસ્તાં ધિરાણો આપવાનો છે. તેના લૉન્ચથી અત્યાર સુધીમાં આશરે 65,000 કરોડની લગભગ 1.18 કરોડ લોનને મંજૂરી મળી ચૂકી છે. રૂ. 50,000થી ઓછી રકમની લોન મેળવનારા લોકોની સંખ્યામાં પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી સપ્ટેમ્બર, 2015 દરમિયાન 555 ટકાનો વધારો નોંધાયો છે.

કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ - કરારબદ્ધ અમલબજવણી

વધુ સારી કરારબદ્ધ અમલબજવણી હાંસલ કરવા માટે આર્બિટ્રેશનના કાયદામાં ફેરફાર કરીને આર્બિટ્રેશનને વધુ સસ્તું અને ઝડપી બનાવવામાં આવ્યું. આ કાયદો, કેસોનો ઉકેલ લાવવા માટે સમયમર્યાદા લાદશે તેમજ નિયમોના અમલીકરણ માટે ટ્રિબ્યુનલ્સને સત્તા આપશે.

સરકાર નાદારી માટે પણ આધુનિક કાયદો લાવી છે, જેનાથી હાલના વેપાર વધુ સરળ બનશે.

 

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister also visited the Shaheed Sthal
March 15, 2019

Prime Minister also visited the Shaheed Sthal