મોદી કૂર્તા લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પરંતુ એ વ્યાપક રીતે ‘સ્ટાઇલ સ્ટેટમેન્ટ’ તરીકે જાણીતા છે. તે તદ્દન સાદગીમાંથી ઉદભવ્યા છે.

‘ મોદી કૂર્તા ’ ના ઉદભવ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે :

‘ મારા આરએસએસ તથા બીજેપી સાથેના સમય દરમિયાન મારે ફક્ત પ્રવાસ જ નહીં પરંતુ અચોક્કસ તથા અનિશ્ચિત સમયે કાર્ય કરવાનું હતું. અને, જ્યારે હંમેશાં કોઇ પોતાના કપડા જાતે ધોતું હોય, તે વખતને મને અનુભવ થયો કે લાંબી બાંયનો કૂર્તો ધોવામાં મુશ્કેલ તથા વધુ સમય માંગનારો છે, તેથી મેં તે કૂર્તાને અડધી બાંયનો કરવાનું નક્કી કર્યું ’.

આ પ્રકારે મોદી કૂર્તાનો જન્મ થયો !

સમય જતા, છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી કૂર્તા સમગ્ર દુનિયામાં પ્રખ્યાત બન્યા છે. અન્ય ચીજો જેમ કે, ‘મોદી માસ્ક ’ , ટોપી, ટી શર્ટ્સ, બેગ,  આ ઉપરાંત ચોકલેટ પણ પ્રખ્યાત છે પરંતુ મોદી કૂર્તા ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે તે રંગબેરંગી, સાદગી અને શિષ્ટ છે.