મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ડેન્માર્કના રોકવૂલ ઇન્ટરનેશનલના બિઝનેસ ડેલિગેશને ગુજરાતમાં રૂા. ૧૧૮૪ મિલીયનના ખર્ચે દહેજ- SEZ ખાતે સ્ટોનવૂલ-એનર્જી એફિસીયન્સી ઇન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કન્સ્ટ્રકશન પ્રોડકશનનો પ્લાન્ટ કાર્યાન્વિત થઇ રહ્યો હોવાની રૂપરેખા આપી હતી.

રોકવૂલા CEO શ્રીયુત ઇલકો વાન હીલ Mr. Eelco VAN HEELના નેતૃત્વમાં આવેલા ડેન્માર્ક ડેલીગેશને ગુજરાત સરકારની કલાઇમેટ ચેંજ અને એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી અંગેની પ્રોત્સાહક નીતિની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જાન્યુઆરી-ર૦૧૧માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગે ઉઘોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા હાજર રહયા હતા.