-: મુંબઇમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી :-
ભારતના પરાક્રમી વીર શહીદોની સ્મૃતિમાં શ્રેષ્ઠતમ વોર મેમોરિયલ બનાવવાનું પ્રેરક આહ્વાન કરતાં મુખ્યમંત્રીશ્રી
શહીદ ગૌરવ સમિતિના ઉપક્રમે મુંબઇમાં યોજાયો : અમર રાષ્ટ્ર ભકિત ગાન ‘‘ઐય મેરે વતન કે લોગો''નો સ્વર્ણિમ જયંતિ ઉત્સવ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મુંબઇમાં દેશભકિતના અમર ગાન ‘‘ઐય મેરે વતન કે લોગો''ની સ્વીર્ણિમ જયંતિના અવસરે ભારતીય સેનાના ૭૦ જેટલા ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતા પરાક્રમી સેના નાયકો અને વીર શહીદોના પરિવારોનું અભિવાદન કરતાં હિન્દુીસ્તાનમાં યુધ્ધો અને આતંકવાદી હિંસાના શહીદોની સ્મૃતિમાં શ્રેષ્ઠતમ વોર મેમોરિયલ બનવું જોઇએ તેવું ખાસ આહ્વાન કર્યું હતું.
આજથી ૫૦ વર્ષ પહેલા ૨૬ જાન્યુઆરી ૧૯૬૩ના સ્વર કિન્નારી લતા મંગેશકરના કંઠે ગવાયેલા અમર ભકિત ગાન ઐય મેરે વતન કે લોગોનો સ્વર્ણિમ જયંતિ અવસરે શહીદ સ્મારક સમિતિના ઉપક્રમે મુંબઇમાં આજે લતા મંગેશકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા શ્રેષ્ઠતા દિવસ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ ખાસ હાજરી આપી હતી અને શહીદોને ભાવભર્યા શ્રધ્ધાાસુમન અર્પણ કર્યા હતા. તેમણે લતા મંગેશકરજીનું અભિવાદન કર્યું હતું અને ઉપસ્થિત શહીદ સૈનિકોના પરિવારોને મળીને તેમનું પણ ગૌરવ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દેશનું સૈન્ય દેશની રક્ષાશકિતની ભૂજાઓ છે, તેનું ગૌરવ અને ગરીમા એ રાષ્ટ્રની ખાતરી બને છે. શાસકનો મંત્ર રાષ્ટ્રયામ્ જાગ્રયામ્ વહમ્ હોવો જોઇએ. પરંતુ કમનસીબે આજે દેશમાં એવી સ્થિતિ પ્રવર્તે છે કે દેશની સેનાના જવાનને સરહદ પર દુશ્મન સામે લડીને સામી છાતીએ ગોળી ઝિલવાના દર્દ કરતાં પ્રોક્સી વોર સ્વરૂપે દેશમાં જ દુશ્મનોની મદદથી થતાં આતંકવાદી હૂમલાઓની ગોળી ઝીલવાની કસક અને પીડા છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે એ પ્રોક્સીવોર અને આતંકવાદ સામે વિશ્વ આખાએ એક થઇને લડવાનો સમય આવી ગયો છે. આપણે ક્યાં સુધી હાથ પર હાથ ધરીને બેઠા રહીશું. શું સાઇબર વોરની ઘટનાઓ બને તેની રાહ જોવી છે ? તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ ભારત જેવો ૬૫ ટકા યુવાશકિત ધરાવતો દેશ સંરક્ષણ માટે શષાોની આયાત પર નિર્ભર છે તેને કમનસીબ ગણાવતાં કહ્યું કે, હિન્દુસ્તાનના યુવાનમાં સામર્થ્યા છે. જો તેને યોગ્યુ તક મળે, તેના સામર્થ્ય પર ભરોસો મુકનારુ સાચું નેતૃત્વ મળે અને ઉચિત નીતિઓ બને તો ભારત વિશ્વમાં શષાની નિકાસ કરનારુ શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે તેમ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લતા મંગેશકરજીના કંઠે ગવાયેલું આ ગીત આજે પણ હરેક પેઢી-હરેક વ્યકિત માટે સૂર શબ્દ અને કાન પૂરતુ સીમિત રહેલું ગીત નહિ પરંતુ દિલને અને મનને દેશદાઝથી તરબતર કરનારુ, રાષ્ટ્રભકિતના ઇતિહાસમાં સદા સર્વદા અમર રહેનારુ રાષ્ટ્ર ગૌરવગાન ગણાવ્યું હતું. પ્રદિપજીના શબ્દો્ને લતાજીએ સ્વદેહ આપીને ભારત માતાની એવી સૌથી મોટી સેવા કરી છે કે આજે પણ આ અમર રાષ્ટ્ર ને પરિણામે જ હર શહીદ, હર વીર દેશના ઘર ઘરમાં જીવિત બની રાષ્ટ્ર પ્રેમ ગૂંજાવી રહ્યો છે.
આ ગૌરવશાળી કાર્યક્રમનું સમાપન ઉપસ્થિ્ત એક લાખ જેટલા લોકો દ્વારા ‘‘ઐય મેરે વતન કે લોગો''ના સમુહ ગાનથી સપન્ન થયું હતું.