PM Modi suggests entire campus of Shree Somnath temple be upgraded with water, greenery and facilities
Somnath Trust should actively participate in the effort to make Veraval and Prabhas Patan cashless: PM

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની 116મી બેઠક આજે સોમનાથ ખાતે યોજાઈ ગઈ.

આ બેઠકમાં આ મુજબના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રી લાલ કૃષ્ણ અડવાણી, શ્રી અમિત શાહ, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી પી. કે. લહેરી, શ્રી જે. ડી. પરમાર અને શ્રી હર્ષ નેઓતિઆ.

આ બેઠકમાં શ્રી નરેન્દ્ર મોદીએ સૂચવ્યું કે શ્રી સોમનાથ મંદિરનું સંપૂર્ણ કેમ્પસ પાણી, હરિયાળી અને સુવિધાઓ સાથે ફરી તૈયાર થવું જોઈએ. તેમણે સલાહ આપી કે ટ્રસ્ટે વેરાવળ અને પ્રભાસ પાટણને કેશલેસ બનાવવા માટેના પ્રયત્નોમાં સક્રિય રીતે સહકાર આપવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે ટ્રસ્ટ વડે તમામ મોટા શહેરોમાં ખાસ મહોત્સવનું આયોજન થવું જોઈએ.


બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે શ્રી કેશુભાઈ પટેલ વર્ષ 2017માં ટ્રસ્ટના ચેરમેન તરીકે યથાવત ચાલુ રહેશે.