આન્ધ્રપ્રદેશ સરકારના બંદર વિકાસમંત્રીશ્રીની આગેવાનીમાં આવેલા ડેલીગેશને ગુજરાતના બંદરો અને
સમુદ્રકાંઠાના થયેલા સમૃધ્ધ કાયાકલ્પથી પ્રભાવિત થઇ અભ્યાસ પ્રવાસ કર્યો
આન્ધ્રપ્રદેશ સરકારના બંદર વિકાસમંત્રીશ્રીની મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી સૌજ્ન્ય મૂલાકાત
ગુજરાત સરકારે બંદરો સાથે વૈશ્વિક અર્થતંત્રમાં પ્રભાવક ગૌરવસિધ્ધિ મેળવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે આન્ધ્રપ્રદેશના પોર્ટએરપોર્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરના મંત્રી શ્રીયુત ગંતા શ્રીનિવાસ રાવના નેતૃત્વમાં આવેલા મેરીટાઇમ સેકટરના ડેલીગેશને લીધી હતી. ૧૬૦૦ કી.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતે મેરીટાઇમ સ્ટેટ તરીકે ભારતના વિશ્વવેપારના દ્વાર તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, ત્યારે ગુજરાતના બંદર વિકાસ અને સર્વગ્રાહી કોસ્ટલ ડેવલપમેન્ટની સાફલ્યગાથાનો અભ્યાસ કરવા આન્ધ્રપ્રદેશ સરકારના બંદરો અને માળખાકીય સુવિધા વિભાગના મંત્રીશ્રીનું આ પ્રતિનિધિમંડળ આવ્યું હતું અને મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા દશ વર્ષમાં બંદરો અને બંદરો સંલગન્ દરિયાકાંઠાના વિકાસ માટેની નીતિવિષયક સાફલ્યગાથા અંકિત કરી છે તેની રૂપરેખા આપી હતી.
આન્ધ્રપ્રદેશ પણ ભારતનું ૧૦૦૦ કી.મી. સમૂદ્રકિનારો ધરાવતું મેરીટાઇમ સ્ટેટ છે અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ ર૧મી સદીના વૈશ્વિક અર્થતંત્રમાં સમૂદ્રકાંઠો, બંદરો, બંદરો સંલગન્ માળખાકીય સુવિધા વિકાસ અને પોર્ટ સિટી સહિતના ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ગુજરાત સ્ટેટ કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જે ગૌરવ મેળવ્યું છે તેનાથી આન્ધ્રપ્રદેશના મંત્રીશ્રી અને ડેલીગેશન ખૂબ જ પ્રભાવિત થયું હતું.
ભારત સરકારે દેશના બધા જ મેરીટાઇમ સ્ટેટના કોસ્ટલ ડેવલપમેન્ટના સર્વગ્રાહી અને વિઝનરી પ્લાનીંગની પહેલ કરવી જોઇએ તેવા નિર્દેશ સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના સહયોગથી બંદર વિકાસ કર્યો છે. અન્ય રાજ્યોને પણ ગુજરાતના સમૂદ્રકિનારે પોર્ટ વિકસાવવા સામે ચાલીને દરખાસ્ત કરી છે. ગુજરાતમાં કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટી, કોસ્ટલ મરીન પોલીસ ફોર્સ, મેરીટાઇમ એન્જીનિયરીંગ અને પોર્ટ મેનેજમેન્ટ, પોર્ટલેડ રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર, કોસ્ટલ એન્વાયર્નમેન્ટ, પોર્ટ સિટીધોલેરા લ્ત્ય્ અને કોસ્ટલ પોર્ટ કાર્ગોની માળખાકીય સુવિધા વિકાસની વિશેષ સિધ્ધિઓ દ્વારા ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રમાં વિશ્વવેપાર માટે સમૃધ્ધિનું દ્વાર બની રહયું છે.આન્ધ્રપ્રદેશના બંદર વિકાસ મંત્રીશ્રીએ ગુજરાતના સમુદ્રકાંઠાના આર્થિકસામાજિક કાયાકલ્પ માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા.