"Apex Court’s decision in favour of Gujarat - SC directs centre to give CNG to Gujarat on the same rates as other states"
"Saurabh Patel welcomes the court decision, benefiting Gujarati people in the scenario of high price-rise"
"Energy Minister Saurabh Patel - Judgment Gujarat’s victory against the Centre’s injustice towards the state"
"2.35 lakh rickshaw drivers and vehicle owners can get CNG at lower rates upon the implementation of the directive"

અન્ય રાજ્યોના ભાવે જ ગુજરાતને પણ તાત્કાલિક CNG ફાળવવા કેન્દ્રની યુ.પી.એ. સરકારને સ્પાષ્ટ નિર્દેશ

કેન્દ્રની UPA શાસિત સરકાર દ્વારા ગુજરાતની લોકપ્રિય ભાજપા સરકારને થતા અન્યા્ય સામે ન્યાયની અદાલતનો ફેંસલો ગુજરાતના ખમીરનો વિજય :- ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ

રાજ્યના લાખો સી.એન.જી. રિક્ષાચાલકો અને વાહન ધારકોને કમ્મારતોડ મોંઘવારીમાં રાહત આપતા સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકારતા શ્રી સૌરભભાઇ પટેલ

ર.૩પ લાખ CNG વાહન ધારકોને ભાવ ઘટાડાનો લાભ મળશે - શ્રી સૌરભભાઇ પટેલ

ભારતની સર્વોચ્ચા અદાલતે અન્ય રાજ્યો ના ભાવે જ ગુજરાતને (APM) CNG ગેસ આપવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે.

ઊર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે સર્વોચ્ચે અદાલતના ગુજરાતની તરફેણમાં આવેલા આ ચૂકાદાને આવકારતા જણાવ્યું કે સુપ્રિમકોર્ટમાં ગુજરાતમાં CNG ગેસના ભાવ વધારા અંગે ગુજરાત સરકારે જે ન્યાયીક સંઘર્ષ કર્યો તેની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે આ ચૂકાદો આપ્યો છે.

શ્રી સૌરભભાઇ પટેલ ગુજરાતના સી.એન.જી. ગેસના ભાવ વધારા સામે ગુજરાત સરકાર દ્વારા સર્વોચ્ચી અદાલતમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સૂનાવણી દરમ્યા‍ન સર્વોચ્ચક અદાલતે આપેલા ચૂકાદાની ભૂમિકા આપતા જણાવ્યું કે સર્વોચ્ચદ અદાલતે ચૂકાદા દ્વારા કેન્દ્રસરકારને સ્પકષ્ટ નિર્દેશ આપ્યો છે કે અન્ય્ રાજ્યોને જે APM ફોર્મ્યુલાના સસ્તા‍ ભાવે CNG ગેસ આપવામાં આવે છે તે જ ભાવે અમદાવાદ-ગુજરાતને પણ CNG ગેસ ફાળવવામાં આવે.

ઊર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે સુપ્રિમ અદાલતના આ ચૂકાદાને ગુજરાતને કેન્દ્ર દ્વારા થઇ રહેલા અન્યાય સામેનો વિજય ગણાવ્યો્ છે અને ગુજરાત વડી અદાલતના આ કેસ સંદર્ભના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે પણ માન્ય રાખ્યો છે ત્યારે આ નિર્દેશ-ચૂકાદાનો કેન્દ્ર સરકાર તાત્કાલિક અમલ કરે. ગુજરાતના નાગરિકોને સસ્તા‍ ભાવે CNG ગેસ પૂરો પાડે અને રાજ્ય‍ સરકારને અપાતા મોંધાભાવના CNG ગેસના દરો ઘટાડે તેવી સ્પેષ્ટે માંગણી ઊર્જા મંત્રીશ્રીએ કરી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે કેન્દ્રા સરકાર સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરે તો ગુજરાતમાં ર.૩પ લાખ CNG વાહનધારકોને ભાવ ઘટાડાનો લાભ મળશે અને સી.એન.જી. વપરાશ કર્તા રાજ્યભરના મોટીસંખ્યામાં રિક્ષાચાલકો, વાહનધારકોને કમ્મ્રતોડ મોંઘવારીના આ કપરા સમયમાં મોટી રાહત થશે.

તેમણે જણાવ્યું કે, કેન્દ્રની કોંગ્રેસ શાસિત UPA સરકાર CNG ગેસની રાજ્યને ફાળવણીમાં જે વહાલા-દવલા અને બેધારી નીતિ અપનાવે છે તે સર્વોચ્ચ‍ અદાલતના ચૂકાદાથી ખૂલ્લી પડી ગઇ છે. સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં સ્પોષ્ટાપણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર બે રાજ્યો વચ્ચે ફાળવણીમાં અન્યાય કે ભેદભાવ ન રાખી શકે. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય સ્પષ્ટ‍પણે પૂરવાર કરે છે કે કેન્દ્ર ની કોંગ્રેસશાસિત યુ.પી.એ. સરકાર ગુજરાતની સરકાર સાથે ઓરમાયું વર્તન કરે છે અને ગેસ ફાળવણીમાં અન્યાય કરે છે તે તેની બેધારી નીતિ ખૂલ્લી પાડે છે.

ઊર્જામંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ ગુજરાત વડી અદાલતે ગુજરાતને પણ અન્યા રાજ્યોના ભાવે સી.એન.જી. ગેસ આપવા માટે કરેલા સ્પષ્ટ આદેશ પછી પણ કેન્દ્રી સરકારના મંત્રીશ્રીઓ ગુજરાતને ગેસ ફાળવણીમાં કોઇ અન્યાય થયો નથી તેવા જે જુઠ્ઠાણા ફેલાવતા હતા તે હળાહળ જૂઠ્ઠાણા જ હતા તે હકિકત સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી સ્પષ્ટ થઇ ગઇ છે.

ગુજરાતને કેન્દ્ર દ્વારા કરવામાં આવતા આ અન્યાય અંગે છેલ્લા પાંચ વર્ષમાં અનેક ફોરમમાં અવારનવાર રજૂઆતો અને માંગણી કરવા છતાં કોંગ્રેસશાસિત UPA સરકાર અન્યાયની પરંપરા ચાલુ જ રાખતી હતી તેનો આ નિર્ણયથી ઘોર પરાજય થયો છે અને ગુજરાતની ભાજપા સરકારનો તથા જનતાજનાર્દનનો આ વિજય છે તેમ શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની પ્રજાને પરવડે તેવા ભાવે CNG ગેસ પૂરો પાડવા પ્રતિબધ્ધ‍તા અને જો આમ થાય તો ભાજપા સરકારની લોકપ્રિયતા ચરમસીમા આંબી જાય તેવા ભયથી પિડાતી કેન્દ્ર ની UPA સરકારે મુંબઇ-દિલ્હી સહિત અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોને સસ્તા APM ભાવે CNG આપીને ગુજરાતને મોંઘા ભાવનો આયાતી ગેસ ખરીદવા ફરજ પાડી હતી અને મોંઘાભાવના ગેસથી ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા છિનવી લીધા હતા. પરંતુ કેન્દ્રના અન્યાયના સિલસિલાને સાંખી નહીં લેવાના ગુજરાત સરકારના ખૂમારીભર્યા મિજાજને કારણે વડી અદાલતમાં અને ત્યાર બાદ દેશની સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારવામાં આવતાં ન્યાયની અદાલતમાં પણ ગુજરાતની પ્રજાની ન્યાયી માંગણીનો સ્વીકાર થયો છે અને આ ચૂકાદાથી વિજય થયો છે તેમ શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે.