ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને જાપાન એમ્‍બેસેડરની ઉપસ્‍થિતિમાં દહેજ ડેસિલીનેશન પ્રોજેકટ  માટે સમજૂતિના કરાર સંપન્‍ન

જળ અને ઊર્જાના સંસાધનોમાં મૂલ્‍યવૃધ્‍ધિના સંશોધનો અને ટેકનોલોજીને માટે ગુજરાત પહેલ કરશે

ગુજરાત સરકાર અને જાપાની-સિંગાપોર કંપનીઓ સાથે મળીને દરિયાઇ ખારા પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવાનો એશિયાનો આધુનિકતમ ડિસેલીનેશન પ્લાન્‍ટ સ્‍થાપશે

વિશ્‍વ જળ દિવસના અવસરે જળ વ્‍યવસ્‍થાપનની દિશામાં ગુજરાત અને જાપાનની સીમાચિન્‍હરૂપ ભાગીદારી

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં આજે એશિયાના સૌથી આધુનિકદહેજમાં દરિયાઇ ખારા પાણીમાંથી મીઠા પાણીનું રૂપાંતરકરવાના એશિયાના સૌથી આધુનિક દહેજ ડિસેલીનેશન પ્લાન્‍ટ સ્‍થાપવા માટેના મહત્‍વના સીમાચિન્‍હરુપ કરારજાપાન-સિંગાપોરની કંપનીઓના કોન્‍સોર્ટિયમ અને ગુજરાત સરકારવચ્‍ચે સંપન્‍ન થયા હતા. આ પ્રસંગે જાપાનના એમ્‍બેસેડરશ્રી અકીતાકા સાઇકી (Mr. AKITAKA SAIKI) ઉપસ્‍થિત રહ્યા હતા.

વિશ્‍વ જળ દિવસનાઆજના અવસરેદહેજSEZમાં જળવ્‍યવસ્‍થાપન માટેનો આ દહેજ ડિસેલીનેશન પ્રોજેકટ વિકસાવવા આકંપનીઓએ કો-ડેવલપર્સ તરીકે દહેજ સ્‍પ્રીન્‍ગ ડિસેલીનેશન પ્રાઇવેટ લીમીટેડ કંપની સ્‍થાપેલી છે. તેના સંયુકત વિકાસકારો અને ગુજરાત સરકારના સંયુકતસાહસએવી દહેજ SEZ  લી. વચ્‍ચે આ સમજૂતિના કરાર કરવામાં આવ્‍યા હતા. ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને મુખ્‍ય સચિવશ્રી એ. કે. જોતી અને ગુજરાત સરકારના વરિષ્‍ઠ સચિવશ્રીઓ તથા જાપાની કંપનીઓ હિતાચી (HITACHI) અને ઇટોચો (ITOCHO) તથા સિંગાપોરની Hyflux કંપની સહિતના પદાધિકારીઓ ઉપસ્‍થિત હતા.

દિલ્‍હી મુંબઇ ઇન્‍ડસ્‍ટ્રીઅલ કોરિડોર ડેવલપમેન્‍ટ કંપનીના સી.ઇ.ઓ. શ્રી અમીતાભ કાંત અને જાપાન સરકારની METI સંસ્‍થાના ડેપ્યુટી ડાયરેકટર જનરલશ્રી ગોટો (Mr. GOTO) પણ આ પ્રસંગે ઉપસ્‍થિત હતા.

એશિયામાં નવીનતમ વોટર ટેકનોલોજીનો વિનિયોગધરાવતા આ પ્રોજેકટને મુખ્‍યમંત્રીશ્રીએ આવકાર્યો હતો. ગુજરાત જેવા પાણીના સંસાધનોની મર્યાદિતઉપલબ્‍ધી અને વિકાસમાં જળશકિતની વધતી જતી જરૂરિયાતોના સંદર્ભમાં ટેકનોલોજીથી જળસંગ્રહ ઉપરાંત પાણીના રૂપાંતરણ અને મૂલ્‍યવર્ધન માટેના સંશોધનોની આવશ્‍યકતા ઉપર ભારમુકતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, જાપાન અને ગુજરાત વચ્‍ચેના પારસ્‍પરિક સંબંધોની દ્રષ્‍ટીએ આ ડિસેલીનેશન પ્લાન્‍ટ અનેકદ્રષ્‍ટીએ વિશિષ્‍ઠ છે. ગુજરાત સરકાર, પીવાના પાણી અને કૃષિક્ષેત્રની જરૂરિયાતોના ભોગે ઉદ્યોગો માટે પાણીનો વપરાશથાય તેવું ઇચ્‍છતી નથી, તેથી દરિયાઇ પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવા અને તેના પ્લાન્‍ટ માટે સોલાર એનર્જીનો ઉપયોગકરવા પ્રતિબધ્‍ધ છે. પાણી અને ઊર્જાના સંસાધનોનું મૂલ્‍યવર્ધન કરવા માટેના સંશોધનો વિકસાવવાની તત્‍પરતા તેમણે વ્‍યકત કરી હતી.

દહેજSEZભારતનો સૌથીવિશાળસ્‍પેશિયલ ઇકોનોમિકઝોનછે અને દુનિયામાં સર્વોત્‍તમ રપ ફ્રી ટ્રેડ ઝોનમાં ગણમાન્‍ય સ્‍થાન પામ્‍યો છે તેનુંગૌરવવ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ આ ડિસેલીનેશન પ્લાન્‍ટ ગુજરાતમાં દહેજ ખાતે સ્‍થાપવા માટે જાપાનસરકાર, METI, DMICDC, જાપાનની કંપનીઓસહિતજેમણેસહયોગઆપ્યો છે તેમના પ્રત્‍યે ગુજરાત સરકાર વતીઆભારનીલાગણીપ્રદર્શિત કરી હતી.

જાપાનના એમ્‍બેસેડરશ્રી અકીતાકા સાકી અને METIના ડેપ્યુટી ડિરેકટર જનરલશ્રી ગોટોએ ગુજરાત સરકારનાગતિશીલનેતૃત્‍વ અનેપ્રગતિશીલનીતિઓનીભરપૂરપ્રસંશા કરી હતી અને ભારતમાં ગુજરાત સરકારસાથેવિકાસમાં સહભાગીતાની વિશેષતાને પ્રભાવક ગણાવી હતી.