આ ચૂંટણી એટલા માટે નથી કે આપના ધારાસભ્ય કોણ બનશે, આ એટલા માટે પણ છે કે આપણા ગુજરાતને તથા તેના ભવિષ્યને આપણે કોના હાથમાં સોંપવા માંગીએ છીએ : શ્રી મોદી

શ્રી મોદીએ છેલ્લા 10 વર્ષમાં થયેલ કચ્છના વિકાસ બાબતે વાતો કરી

શું કોઈએ વિચાર્યું હતું કે કચ્છમાં ખેતીનો વિકાસ થશે? આજે કચ્છના ખેડૂત કેરીની નિકાસ કરે છે : શ્રી મોદી

કોંગ્રેસમાં નેતા, નીતિ તથા નિયતની ખોટ છે; તેમનો એકમાત્ર કાર્યક્રમ મોદીને ગાળો આપવાનો છે : મુખ્યમંત્રી

હું ઇચ્છું છું કે કચ્છના દરેક ભાગમાં કમળ ખિલે, હું આ અમારાં કામોના આધાર પર માંગી રહ્યો છું, ફક્ત ખોટા વાયદાઓના આધારે નહીં : શ્રી મોદી

કોંગ્રેસનું બીજું નામ છેતરપિંડી છે; તે ફક્ત લોકોને જ નહીં, પરંતુ તેના પોતાના કાર્યકરોને પણ છેતરે છે : શ્રી મોદી

 

5 ડિસેમ્બર 2012 ની બપોરે શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છના નંદગામ, ભચાઉ તથા ભુજમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરી. મુખ્યમંત્રીએ છેલ્લા દસ વર્ષમાં કચ્છમાં થયેલ નોંધપાત્ર વિકાસની વાત કરી તથા કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા પર સીધો હુમલો ચાલુ રાખ્યો. તેમણે લોકોને જોરદાર અપીલ કરી કે તેઓ ભાજપના પક્ષમાં મતદાન કરે, તેમણે કહ્યું કે “હું ઇચ્છું છું કે કમળ કચ્છના દરેક ભાગમાં ખિલે, આ હું અમારા કામના આધાર પર માંગી રહ્યો છું, નહીં કે વાયદાઓના આધારે..!”

“કચ્છમાં જે વિનાશક ભૂકંપ આવ્યો હતો, ત્યારે મને તે ભૂકંપ બાદ આપના આંસુઓ લુછવાની તક મળી હતી” શ્રી મોદીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, હું ફક્ત એક જ મંત્રનું પાલન કરું છું - મારે કચ્છને વધુ સારું બનાવવા માટે તથા કચ્છ તરફ દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે કામ કરવું જોઈએ શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ સંકલ્પનું પાલન કરવામાં સફળ રહ્યા છે તથા આજે કચ્છ વિકાસની નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. “શ્રી અમિતાભ બચ્ચન કહે છે કે ‘કચ્છ નથી જોયું તો કંઈ જ નથી જોયું...’! તેમણે કહ્યું, જ્યારે તેમણે જણાવ્યું કે કેવી રીતે આખી દુનિયા સફેદ રણને જોવા માટે આવી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેમ પર્યટન દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં ગુણાત્મક સુધારો થયેલ છે.

કચ્છના વિકાસ વિશે વાત કરતાં શ્રી મોદીએ પૂછ્યું કે શું કોઈએ વિચાર્યું હતું કે કચ્છમાં ખેતીનો વિકાસ થશે અને જણવ્યું કે કચ્છનો ખેડૂત આજે કેરીની નિકાસ કરી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કચ્છ એક ઉદાહરણ છે કે કેવી રીતે એક સહાનુભૂતિ ધરાવતી સરકાર સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે.

તેમ છતાં પણ, કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનું ઉદાહરણ આપતાં શ્રી મોદીએ જણાવ્યું કે કેવી રીતે શ્રી અમિતાભ બચ્ચનની જાહેરાતોને મંજૂરી આપવામાં નહોતી આવી તથા હજી હમણાં જ તેના પ્રસારણની મંજૂરી આપવામાં આવેલ છે. આ જાહેરાતોને ભાજપ કે શ્રી મોદી સાથે કોઈ જ લેવાદેવા નથી. તેમ છતાં પણ તેના પ્રસારણને કેટલાક સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવેલ. મુખ્યમંત્રીએ એલાન કર્યું કે લોકોએ આવા ગુજરાત વિરોધી તત્વોને 17 ડિસેમ્બરે જવાબ આપવો જોઈએ.

શ્રી મોદીએ કોંગ્રેસને નેતા, નીતિ તથા નિયત વગરની પાર્ટી કહેવા સાથે ‘માણસ તથા મુદ્દા’ વગરની પાર્ટી પણ કહી અને કહ્યું કે તેમનો એકમાત્ર કાર્યક્રમ તેમને ગાળો આપવાનો છે. “કોંગ્રેસે દિલ્હીને લૂંટ્યું અને બરબાદ કર્યું છે, શું આપણે એવું ગુજરાત સાથે થવા દેવું છે?” તેમણે પૂછ્યું. તેમણે કહ્યું કે જ્યારે ગુજરાતની સરકાર પર એક પણ ડાઘ નથી, ત્યારે દિલ્હી સરકાર પર રોજ એક નવો ધબ્બો લાગે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસનાં ખોટાં વચનો બાબતે ઉધડો લીધો તથા જાહેર કર્યું કે કોંગ્રેસનું બીજું નામ છેતરપિંડી છે, જે ફક્ત લોકોને જ નહીં, પરંતુ તેના પોતાના કાર્યકરોને પણ છેતરે છે.

તેમણે કહ્યું કે હજી સુધી તો તેમણે કોંગ્રેસ શાસનના અગાઉના વર્ષોમાં પડેલ ખાડાઓ જ ભર્યા છે અને લોકોએ 17 ડિસેમ્બરે બાકીના ખાડા પૂરી દેવાના છે. ચૂંટણી પછી તથા ખાડાઓ પૂરાઈ ગયા બાદ, શ્રી મોદીએ કહ્યું કે તેઓ એક ભવ્ય અને દિવ્ય ગુજરાત માટેનું કામ શરૂ કરશે.

મુખ્યમંત્રીએ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી નાખવા માટે મહિલા મતદારોને એક મજબૂત ભાગીદારી માટે પણ જોરદાર અપીલ કરી. આગામી ચૂંટણી બાબતે તેમણે કહ્યું કે આ ચૂંટણી ફક્ત હવેના ધારાસભ્યને ચૂંટવા માટેની જ નથી, પરંતુ એ નક્કી કરવા માટે છે કે જનતા ગુજરાત અને તેના ભવિષ્યને કોના હાથમાં સોંપવા માંગે છે.