મુખ્યમંત્રીશ્રી આપણા દેશની વિરાસત, અને જનજનમાં એકતાની ભાવના છે
બિહાર અને ગુજરાતનો અતુટ નાતો સદીઓથી છે બિહારનું ગૌરવ
આનબાનશાનથી બિહારની ધૂવિલ થઇ ગયેલી છબીને પુનઃ પ્રસ્થાપિત કરવા મુખ્યમંત્રીશ્રીનું આહ્વાન
સૂરતમાં બિહાર શતાબ્દી મહોત્સવ
બિહાર ઝારખંડના સૂરતમાં વસતા બિહારી પરિવારોની વિશાળતમ સમાજશકિતનું દર્શન
બિહાર ઝારખંડના સૂરતમાં વસતા બિહારી પરિવારોની વિશાળતમ સમાજશકિતનું દર્શન
. બિહારમાં યોગદાન દેનારા મહાનુભાવોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉષ્માભર્યું અભિવાદન.
. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતની ધરતી ઉપર યોજાઇ રહેલા બિહાર શતાબ્દી મહોત્સવ કરતા એવું આહ્વાન કર્યું હતું કે, બિહારે દેશ અને દુનિયાને એટલું યોગદાન આપ્યું છે, છતાં એની છબી ધૂવિલ થયેલ છે, એનું ગૌરવ અને આનબાનશાન પુનઃ પ્રસ્થાપિત કરીએ. સુરતમાં આવીને વસેલા લાખો બિહારી પરિવારો આજે બુદ્ધ જયંતીએે બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના ઉપક્રમે બિહાર શતાબ્દી મહોત્સવ યોજાયો હતો.
બિહારે સદીઓથી માનવજાત માટે એટલું બધું યોગદાન આપ્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો નાતો અતુટ છે. બુદ્ધ અને મહાવીરનો પ્રભાવ ગુજરાત ઉપર આજે પણ વિશાળતમ રહ્યો છે. મહાત્મા ગાંધીજીએ બિહારની ધરતી ઉપર ચંપારણનો સત્યાગ્રહ કરેલો અને બિહારના સપૂત જયપ્રકાશ નારાયણે ગુજરાતની ધરતી ઉપરથી ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલનનું કરેલું આવો બિહાર અને ગુજરાતનો સંબંધ છે. ગુજરાત ઉપર જેટલો અધિકાર નરેન્દ્ર મોદીનો છે તેટલો જ બિહાર અને ભારતીયોનો છે, એમ તેમણે જણાવ્યું હતું.
દેશ એક છે, વિરાસત એક છે, જન જન એક છે, આ એકત્વની ભાવના જ વિરાસતની સંસ્કૃતિ છે, એવું ગૌરવભેર જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સૌનું સ્વાગત કરે છે, સન્માન કરે છે અને ગુજરાતની ઇજ્જત બની છે એથી બિહારથી આવીને વસેલા સૌ કોઇ શાંતિ અને સુરક્ષાની અનુભૂતિ કરશે. બિહારના સમાજ શકિત દેશના દરેક ક્ષેત્રમાં સૌથી વધુ છે.જયારે બિહાર પાસે બધું જ છે, પરિશ્રમી લોકોએ પણ તેની છબી ધુવિલ કરી દીધેલ છે. એની આનબાન અને શાનની પ્રતિષ્ઠા, ગૌરવ, પુનઃ પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરવા તેમણે આ બિહાર શતાબ્દી પર્વ પ્રસંગે શાન શોકતથી આખા ગુજરાતમાં બનાવવાનું પ્રેરક સૂચન કર્યું હતું. કારણ કે રાજ્યના ૫૦ જેટલા શહેરોમાં બિહારીઓ આવીને વસેલા છે.
ગુજરાતની સ્વર્ણિમ જયંતીના અવસરે બિહારીઓએ આ ગુજરાતનો અવસર ઉજવ્યો હતો એમ ગુજરાત પણ શાનથી ઉજવશે. તેનો પૂરો સહકાર આપશે. એમ તેમણે જન જન બિહારનો નારો ગુંજતો કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે બિહારના આરોગ્ય મંત્રીશ્રી અશ્વિન ચોબેએ જણાવ્યું હતું કે બિહારની ભૂમિ મહાવીર, ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકની ભૂમિ રહી છે. પ્રાચીન કાળથી છઠ પૂજા એ બિહારની વિરાસત રહી છે. એમણ ેકહ્યું કે ગુજરાતીઓએ અમારી હિંમત વધારી છે.
બિહારવાસીઓને વિનમ્રતાથી અપનાવીને માન સન્માનથી વધાવવા બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય નેતા તરીકે મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શન આપતા રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, આદિજાતિ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, રાજ્યસભા સાંસદશ્રી ભરતસિંહ પરમાર, મેયર શ્રી રાજેન્દ્ર દેસાઇ, ધારસભ્ય શ્રી કિશોરભાઇ વાંકાવાલા, નાનુભાઇ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બિહાર સમાજ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી અજય ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તેમજ બિહારના વરિષ્ઠ મહાનુભાવો તેમજ સન્માનિત વ્યકિતઓ તેમજ ઉપસ્થિત જનમેદનીનેે આભારની લાગણી વ્યકત કરી હતી.