કૃષિ મહોત્‍સવ

મુખ્‍ય મંત્રીશ્રીનો ખેડૂતો સાથે સાંધ્‍ય વાર્તાલાપ

વિડીયો કોન્‍ફરન્‍સથી ખેડૂતોને એગ્રો ટેકનોલોજીના લાભો લેવા માર્ગદર્શન આપ્‍યું

ખેતીના ઓજારો-મશીનરીની ખેડૂતો દ્વારા ખરીદીમાં સરકારી સહાયની પારદર્શી નીતિ

એગ્રો ટેકનીકલ શિક્ષણ ઉપર ખાસ ભાર મુકયો છે

એગ્રો ITI–પોલીટેકનીકએગ્રો ઇજનેરી કોલેજો શરૂ કરી છે

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે કૃષિ મહોત્‍સવ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે વિડીયો કોન્‍ફરન્‍સથી વાર્તાલાપ કરતાં ખેડૂતોને આધુનિક યંત્રોથી ખેતીનું ઉત્‍પાદન વધારવા એગ્રો ટેકનોલોજીના વપરાશ માટે સરકારની પ્રોત્‍સાહક યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ખેતીમાં આજે ખેતમજૂરોનું માનવબળ પુરતું નથી મળતું. ખેતમજૂરી કરનારા પરિવારોનું જીવનધોરણ ઊંચું આવ્‍યું છે એવો ગુજરાતના ગામડા અને આર્થિક પ્રવૃત્‍તિનો વિકાસ થયો છે. આ સંજોગોમાં ખેતીમાં યાંત્રિક ઓજારો-સાધનો અને મશીનરીના ઉપયોગથી ખેતીનો ખર્ચ ઘટે, ખેતીનું ઉત્‍પાદન અને આવક વધે તે દિશામાં ખેડૂતોને સરકારે પ્રોત્સાહિત કર્યા છે અને અનેક, પારદર્શી ધોરણે યાંત્રિક સાધનો-મશીનરીની ખરીદી કરે તેવી સહાય યોજના બનાવી છે.

ખેડૂતોને વાવણીની પૂર્વ તૈયારી, લણણી, નિંદામણ સહિતના અનેક સંશોધિત યાંત્રિક સાધનો ઉપલબ્ધ છે તેની જાણકારી કૃષિ મહોત્‍સવમાં મળે છે, તેમ જણાવી મુખ્‍ય મંત્રીશ્રીએ સામૂહિક ધોરણે ખેતી મશીનરીના સાધનો વસાવવા માટે સરકાર મોટી સહાય આપે છે. APMC ખેડૂત સહકારી મંડળી આનો લાભ લે તેવી અપીલ કરી હતી.

આપણા રાજ્યમાં ભૂતકાળમાં ર૦૦૧ સુધી યાંત્રિક ખેતી ટેકનોલોજીનું બજેટ માત્ર બે કરોડ રૂપિયા હતું. આ વખતે ર૮પ કરોડનું બજેટ ખેડૂતો યાંત્રિક સાધનો મશીનરી વસાવે તે માટે ફાળવ્‍યું છે. ગયા વર્ષે જ ર૧,૦૦૦ ટ્રેકટરો ખેડૂતોએ ખરીદ કર્યા છે. ડાંગરમાં રોપણી માટેના સાધનોથી ૬૦ બહેનોનું કામ એક મશીનરી કરી આપે છે. ખેડૂત પરિવારોની નારીશક્તિ આવા મશીન ચલાવતી થઇ છે.

નાના-સિમાંત ખેડૂતોને કસ્‍ટમ હાયરીંગ સીસ્‍ટમથી ભાડેથી આધુનિક ખેતી મશીનરી મળી શકે તેવી વ્‍યવસ્‍થા આ સરકારે વિકસાવી છે એની ભૂમિકા આપી મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાતમાં સરકાર કોઇ યાંત્રિક મશીનરી ખરીદ કરીને વિતરણ નથી કરતી પણ ખેડૂત પોતે જયાંથી ખરીદ કરવી હોય ત્‍યાંથી ખરીદ કરી શકે છે અને સહાયિત લાભાર્થી ખેડૂતોની યાદી વેબસાઇટ ઉપર સરકાર અને વિક્રેતા પાસે ઓનલાઇન ઉપલબ્‍ધ છે ત્‍યારે કોઇ ખોટો લાભ લઇ ગયાની ફરીયાદ સરકારમાં કરે તો ૧૦,૦૦૦નું ઇનામ સારી ફરીયાદ કરનારાને મળે છે પણ તપાસમાં માહિતી-ફરીયાદ ખોટી ઠરે તો રૂ. રપ૦૦નો દંડ લેવાય છે.

ITIમાં પણ ખેતીની ટેકનાલોજીના કોર્સ, એગ્રો પોલીટેકનિકો અને એગ્રો એન્‍જીનિયરીંગ કોલેજો શરૂ કરી ગુજરાતે હાઇટેક ફોર્મિંગને નવું બળ આપ્‍યું છે, એમ તેમણે જણાવ્‍યું હતુ.

મુખ્‍ય મંત્રીશ્રીએ લેઝર લેન્‍ડ લેવલર, રોટોવેટર, ટ્રેકટરોની મશીનરી મોટા પાયે ખેડૂતો લઇ રહ્યા છે તેની વિગતો આપી એગ્રો ટેકનોલોજી અને મશીનરીથી ૧પ થી ર૦ ટકા લાભ ઉત્‍પાદનમાં થાય છે તેમ જણાવ્‍યું હતું. ખેડૂતો પોતે પણ કોઠાસૂઝથી ખેતીના ઓજારોમાં સંશોધન કરે છે તેની પ્રશંસા તેમણે કરી હતી.