મુખ્યમંત્રીશ્રી કચ્છમાં
કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છી માડુઓના આનંદ-ઉમંગમાં સહભાગી બનતા નરેન્દ્રભાઇ મોદી
નવું વર્ષ કચ્છને દુનિયામાં જાજવલ્યમાન બનાવશે
""વાગડ વધશે આગળ-નર્મદાના આગમન સમૃધ્ધિ લાવશે જ'' કેન્દ્ર સરકારને આહ્્વાન ઃ ગુજરાતના નાણાંની તિજોરી ઉપર "પંજો' મૂકવાને બદલે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરોઃ
રાપર લેઉવા પાટીદાર સમાજ કન્યા કેળવણી મંડળની વિકાસયાત્રાને બિરદાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છની ખમીરવંતી જનતા સાથે આનંદ ઉલ્લાસમાં સહભાગી બનતાં એવો દ્રઢ વિશ્વાસ આપ્યો હતો કે નર્મદા મૈયાનાં આગમનથી ""વાગડ વધશે આગળ''મુખ્યમંત્રીશ્રીએ રાપરમાં ગુજરાતના વિકાસની સિધ્ધિઓની ભૂમિકા આપી કેન્દ્ર સરકારને આહ્્વાન કર્યું હતું કે આવો, વિકાસની તંદુરસ્ત સ્પર્ધા ગુજરાત સાથે કરો. આ સરકાર પ્રજાની પાઇ-પાઇનો હિસાબ વિકાસમાં મળવો જોઇએ તેવા ધ્યેયને વરેલી છે અને આ સરકારમાં કોઇપણ દિશામાં રપ કીલોમીટરના પરિધમાં વિકાસનું કોઇને કોઇ કામ થતું જોઇ શકાય છે. રાપરમાં લેઉઆ પાટીદાર સમાજ કન્યા કેળવણી મંડળ આયોજિત સમારંભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસ્થાના નવનિર્મિત સુવિધા ભવનોનું અને સરદાર પટેલ પ્રતિમાનું ઉદ્દધાટન કર્યું હતું. કચ્છ વાગડ પ્રદેશમાં ૩૧ વર્ષથી કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવનારી આ સંસ્થાના તમામ સહયોગીઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
નવું વર્ષ કચ્છને આખી દુનિયામાં જાજરમાન બનાવશે એવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદામૈયાં કચ્છમાં ચારે તરફ પહોંચવાની છે. અષાઢી બીજે અમદાવાદ જગન્નાથ મંદિરના રથની પહિંદવિધિ કરીને કચરો સાફ કરવાનું અગિયારમી વખત સૌભાગ્ય મેળવનારા પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અગિયાર વર્ષમાં સરદાર પટેલની ૧૦૦ જેટલી પ્રતિમાનું અનાવરણ કરવાનું સદ્દભાગ્ય તેમને મળેલું છે.
કચ્છ વાગડ પ્રદેશમાં કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવનારા સમાજને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આઝાદી પછીના પ૦ વર્ષ સુધીની સરકારોએ પ્રાથમિક શિક્ષણની સદંતર ઉપેક્ષા કરી હતી અને એમાં પણ દીકરીઓ શિક્ષણથી વંચિત જ રહી જતી હતી. આ સરકારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું એવું અભિયાન ઉપાડયું કે લગભગ ૧૦૦ ટકા બાળકો શાળામાં ભણતા થયાં, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે સવા લાખ નવા શિક્ષકોની ભરતી કરવી પડી અને ૮૦,૦૦૦ નવા વર્ગખંડો બનાવ્યા-આ પહેલ અમે કરી ના હોત તો અમારો કોઇ હિસાબ માંગવાનું નહોતું પણ, શિક્ષણની દુર્દશાથી આ સરકાર બેચેન હતી. તેથી જ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, પ્રત્યેક ગરીબનું બાળક જેટલું ભણવું હોય એટલું ભણે સરકાર એ માટે પ્રતિબધ્ધ છે. આ શિક્ષણ સંસ્કાર સંવર્ધનમાં સંપન્ન સમાજો અને દાતાઓ પણ સહયોગ આપી રહ્યા છે તે પુરૂષાર્થને તેમણે બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગાંધીનગરની તિજોરીમાં જનતાના નાણાં છે એના ઉપર કોઇનો પંજો નહી પડવા દેવાય. સરકાર ચોકીયાત બનીને વિકાસમાં પાઇ-પાઇ ખર્ચી રહી છે. કેન્દ્ર સરકાર વિકાસની સ્પર્ધા ભલે કરે નહીં, પણ વિકાસમાં રોડાં નાંખવાનું બંધ કરે. લગાતાર અગિયાર વર્ષથી આ સરકાર વિકાસને વરેલી છે. શાંતિ એકતા અને ભાઇચારાના મંત્ર સાથે સૌનો સાથ લઇને સૌના વિકાસ માટે આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં લેઉઆ પાટીદાર સેવા વિઘાલયના મેનેજીંગ ડીરેકટર શ્રી મહાદેવભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી નિધિમાં રૂા. ર.પ૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જેન્તીભાઇ ભાનુશાળી, મહામંત્રીશ્રી પંકજભાઇ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, ભચાઉ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનશ્રી વાધજીભાઇ પટેલ, એસ.ટી. નિગમના ડીરેકટર શ્રી અરજણભાઇ રબારી, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસ્થાના હોદેદારો આગેવાનો તથા ખૂબ જ મોટીસંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.