ગરીબ કલ્યાણ મેળાનાપાંચમા રાઉન્ડનો પ્રારંભ વિડિયો કોન્ફરન્સથી કરાવતા મુખ્યમંત્રીશ્રી .. .. .. વણથંભી વિકાસયાત્રામાં રૂા. પર૧ કરોડના ૮૧૮૪ વિકાસકામો જનતાને ચરણે

૧૮૩૯ર જેટલા પંચાયત પૂર્વ પ્રતિનિધિઓનું સન્માન

ગરીબોને દશ વર્ષમાં ૧ર લાખ આવાસો આપી દીધા .. .. . હિન્દુસ્તાનમાં ગુજરાતની પહેલ  ગુટખા પ્રતિબંધને સાર્વત્રિક આવકાર

 સામાજિક ક્રાંતિનું આંદોલન બનશે .. .. .. કાગળની નાવડીમાં ગરીબી પાર ઉતારવા એક કા તીન કરનારી જમાતઃ

ઘરના ઘરના સપના બતાવનારા છેતરપીંડીના કારસ્તાન સામે ચેતવણી .....

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી ગુજરાતભરમાં શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાના પાંચમા રાઉન્ડનો પ્રારંભ વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કરતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબને તેના હકકના સરકારી લાભો જ નથી આપ્યા, પણ એને સમસ્યાના સમાધાન અને મોંઘવારી, બિમારી તથા અંધશ્રધ્ધાના રોગચાળા સામે લડવા શકિતશાળી બનાવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનો પાંચમો રાઉન્ડ, વણથંભી વિકાસયાત્રા અને પંચાયતી રાજ સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીમાં પૂર્વ પંચાયત પ્રતિનિધિઓના અભિવાદન અને ગુટખા નાબૂદી જનઅભિયાનનો પ્રારંભ થયો છે.

આજે રાજ્યના બાવન પ્રાન્તની તાલુકા પંચાયત બેઠકોના સ્થળે ર૪ જેટલા ગરીબ કલ્યાણ મેળામાં ૭૧પ૦૦ થી વધારે ગરીબ લાભાર્થીને રૂા. ર૧પ કરોડના સરકારી લાભોનું વિતરણ જૂદા જૂદા મંત્રીશ્રીઓના હસ્તે કરાશે. આ અગાઉના કુલ ૮૬૯ ગરીબ કલ્યાણ મેળામાં ૭૪ લાખ લાભાર્થીઓને રૂા. ૧૦,૦૦૦ કરોડના સરકારી લાભો સીધેસીધા આપી દેવામાં આવ્યા છે. જેના કારણે ગરીબોને લૂંટનારા વચેટીયા અને કટકી કંપનીઓ નાબૂદ થઇ ગયા એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગરીબોની સેવા કરવાનો આ ભકિતભાવનો યજ્ઞ છે અને આ સરકારે તો જન્મથી મૃત્યુ સુધી ગરીબોની પડખે ઉભા રહી નોંધારાનો આધાર અને ગરીબોના બેલીની સરકારની શાખ ઉભી કરી છે એમ તેમણે જણાવ્યું હતું.

આ વર્ષે, બીજીવારના ગરીબ કલ્યાણ મેળાના અભિયાનની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ સરકારે ૦૧૬ ગ્ભ્ન્ કેટેગરીમાં બધા જ ૯.૮૦ લાખ આવાસો આપી દીધા છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જ્યાં ૦૧૬ ગ્ભ્ન્ કુટુંબ આવાસ સુવિધા વગર વંચિત નથી. હવે ૧૭ર૦ પોઇન્ટના ગ્ભ્ન્ પરિવારોને પણ આવાસ સુવિધા આપવાનું અભિયાન ઉપાડયું છે. તેમણે ઘરનું ઘર આપવાના નામે એક કા તીન કરનારી છેતરપીંડી ટોળકી અને કાગળ ઉપર નાવડું લઇને આવાસના સપના પાર ઉતારવાની વિપક્ષની છેતરામણીથી દૂર રહેવા બહેનોને ચેતવતાં જણાવ્યું કે, ભૂતકાળના ૪૦ વર્ષોમાં ૧૦ લાખ લોકોને છૂટાછવાયા આવાસો આપેલા, જ્યારે આ સરકારે માત્ર છેલ્લા દશ વર્ષમાં ૧ર લાખ ગરીબોના મકાનોના સપના સાકાર કર્યા છે જેની કિંમત જ કરોડો કરોડોની થવા જાય છે.

વણથંભી વિકાસયાત્રામાં ૧૦ જિલ્લાના ૬૪ તાલુકાની ૯૧૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર જૂદા જૂદા મંત્રીઓ દર સાહે ગુરૂશુક્રશનિના દિવસોમાં મળીને ૮૧૮૪ જેટલા વિકાસના કામો રૂા. પર૧ કરોડના ખર્ચે લોકોને સમર્પિત કરશે. આ ઉપરાંત પંચાયતી રાજની સ્વર્ણિમ જ્યંતીના વર્ષમાં પ૦ વર્ષમાં ૧૮૩૯ર જેટલા પંચાયતોના પૂર્વપ્રતિનિધિઓની સેવા બદલ સન્માન કરવાની પહેલ રાજ્યની સરકારે કરી છે, તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પંચાયતી રાજની અણમોલ ભેટ ગુજરાતે દેશને આપી છે, અને તેનો અમલ કરનારા મુખ્યમંત્રીશ્રી સ્વ. બળવંતરાય મહેતા કોંગ્રેસના હતા છતાં, રાજકારણના આટાપાટાથી ઉપર ઉઠીને પક્ષાપક્ષીથી દૂર રહી પૂર્વપ્રતિનિધિઓ જે આજે હયાત છે અને જેમણે પંચાયત ક્ષેત્રે ચૂંટાઇને સેવા આપી છે તેમનું સન્માન કરવાની પરંપરા આ સરકારે ઉભી કરી છે. ચૂંટણીના વર્ષમાં પણ કોઇ રાજકીય એજન્ડા વગર આ પહેલ અમે કરી છે.

આગામી ૧૧મી સપ્ટેમ્બરથી ગુટખા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને સમાજમાં મહિલા, યુવાવર્ગ સહિત સાર્વત્રિક આવકાર અને સ્વયંભૂ ગુટખાના વ્યસનના ત્યાગના અભિયાનનો પ્રતિસાદ મળી રહ્યો છે. ગામોગામ ગુટખા છોડવાનુંછોડાવવાનું આ આંદોલન સામાજિક ક્રાંતિનું વાતાવરણ સર્જશે જે આર્થિક ઉણતિનું પણ કાર્ય બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગરીબ વર્ગના યુવાનોને પણ ફૂષ્ટંરૂફૂશ્વ (એમ્પાવર) કોમ્પ્યુટર ટેકનોલોજી તાલીમ આપીને આ સરકારે ગરીબતવંગરના શિક્ષણનું અસંતુલન દૂર કર્યું છે. સવા બે લાખ ગરીબ યુવકયુવતિઓએ કોમ્પ્યુટર એમ્પાવર તાલીમ લઇને નવો આત્મવિશ્વાસ મેળ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સરકાર વોટબેન્કના રાજકારણ અને ગરીબીના રાજકીય સૂત્રોથી ગરીબોને છેતરવા નહીં, પણ ભૂતકાળમાં ગરીબોને લૂંટનારાને નાબૂદ કરીને ગરીબોના છેલ્લામાં છેલ્લા કુટુંબને તેના હક્કનું આપનારી છે, અને આખી સરકાર એના માટે ગામેગામ ગરીબોનો હાથ પકડવા સંવેદનાથી મહેનત કરવાની છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.