ગુજરાતમાં વન-પર્યાવરણ અને વન્યસૃષ્ટિા-પ્રાણી સંરક્ષણ અને વ્યવસ્થાપનની સફળતાથી પ્રભાવિત થતા વિવિધ રાજ્યોના વન સેવા અધિકારીઓ
ગુજરાતમાં સિંહો સહિત વન્યસૃષ્ટિીના સંરક્ષણ માટે વિશેષ પગલા લેવાયા છે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભારતીય વન સેવા (ઈન્ડિેન ફોરેસ્ટ સર્વિસ)ના 38 જેટલા પ્રોબેશનર્સ અધિકારીઓએ આજે સૌજન્ય મૂલાકાત લીધી હતી. ગુજરાતના વન સંરક્ષણ અને વન્ય જીવ સૃષ્ટિ્ વ્યવસ્થા્પન અંગેની જાત અભ્યાસ આધારિત માહિતી મેળવવા વિવિધ રાજ્યના આ નવનિયુકત પ્રોબેશનર્સ વન સેવા અધિકારીઓ રાજ્યના પ્રવાસે આવેલા છે અને ગીર-સિંહ અભ્યા્રણ્ય, સિંહ સંરક્ષણ, જામનગર મરીન નેશનલ દરિયાઇ રાષ્ટ્રી ય ઉદ્યાન, ઘૂડખર અભ્યારણ્ય્ અને સમુદ્ર જીવ સૃષ્ટિ વિષયક જાણકારી મેળવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ સિંહોના રક્ષણ માટે જે સંવેદનશીલ પગલા લીધા છે અને સિંહ-સંવર્ધન માટેના પગલાઓમાં પણ જનશકિતએ પણ જે સહયોગ આપેલો છે તે અંગેની ભૂમિકાથી આ વન સેવા અધિકારીઓ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે પર્યાવરણ અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટે જનભાગીદારીથી ગુજરાતે સફળતા મેળવી છે. સાંસ્કૃ્તિક વનોનું જતન, સામાજિક વનીકરણ, દરિયાકાંઠે શાર્ક-વ્હેલ માછલીનું સંરક્ષણ, વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર માટે સમાજશકિતને પ્રેરિત કરવા અને યાયાવર પક્ષીઓના ગુજરાતમાં આવાગમન માટેના વ્યવસ્થા પનની રૂપરેખાથી ગુજરાત પ્રેરણાષાત બન્યું છે.
ભારતીય વન સેવાના પ્રોબેશનરી અધિકારીઓ જેમાં નવ મહિલા વન સેવા અધિકારીઓ છે તેમણે મુખ્યમંત્રીશ્રી સાથે સુશાસન, જનભાગીદારી, વિકાસ, પારદર્શિતા, લોકતંત્રમાં જનતાની અને સરકારનું દાયિત્વ-ભૂમિકા, વિષયક અનેક વિધ મુદ્દાઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી. ગુજરાતના વિકાસની આગવી સફળતા અને સમાજશકિતને ઉજાગર કરવામાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વના વિવિધ પાસાઓ વિશે તેમણે શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાથે સંવાદ કર્યો હતો.
પ્રારંભમાં વન-પર્યાવરણના અગ્ર સચિવ શ્રી એચ.કે.દાસ અને રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.કે.ગોયેલ સહિત ગુજરાત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.