મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મૂલાકાત આજે ગુજરાત આવેલા દક્ષિણ ભારતના ઇશા ફાઉન્ડેશનના વડા સદ્દગુરૂ શ્રી જગ્ગી વાસુદેવે લીધી હતી.
તામીલનાડુમાં કોઇમ્બતુરમાં ઇશા ફાઉન્ડેશનનું વડુમથક અને સેવા પ્રવૃત્તિઓ થાય છે. ૩પ વર્ષ પછી ગુજરાત આવેલા આ સદ્દગુરૂ યોગીશ્રીએ ગુજરાતની વર્તમાન પ્રગતિની પ્રસંશા કરી હતી. ભારતીય જનતાની કૌશલ્ય ક્ષમતા અને શકિતઓ વિશ્વમાં અનોખા છે એમ જણાવી સદ્દગુરૂ જગ્ગી વાસુદેવે તેમની આ મૂલાકાતને કોઇ રાજકીય ઉદેશની નહીં પણ વ્યકિતગત સૌજ્ન્યની ગણાવી હતી.