મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી ર્ડા. હમીદ અન્સારીની સૌજન્ય મુલાકાત લીધી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ ઉપરાષ્ટ્રપતિશ્રી ર્ડા.અન્સારીને બીજીવાર ઉપરાષ્ટ્રપતિશ્રીનો પદભાર સંભાળવા અંગે ગુજરાત સરકાર અને ગુજરાતની જનતા તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.