શ્વેતક્રાંતિના પ્રણેતા સ્વ.ર્ડા.વર્ગસિ કુરિયનને મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ
વનલાઇફ-વનમિશનને વરેલા ર્ડા.વર્ગિસ કુરિયનની વદિાયથી ગુજરાતના અબોલ પશુની આંખમાં પણ આંસુ છે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્વેતક્રાંતિના પ્રણેતા સ્વ.ર્ડા.વર્ગિસ કુરિયનના દુઃખદ અવસાન અંગે આજે ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં ર્ડા.કુરિયનને પશુપાલન, દૂધ ઉત્પાદન, દૂધની મૂલ્યવૃધ્ધિ અને સહકારિતા દ્વારા ભારતનું વશ્વિમાં નામ થાય તે માટે આજીવન છ દાયકા અખંડ એક નિષ્ઠાથી મંથન કરનારા વિરલ વ્યકિતત્વ ગણાવ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ તેમને વન લાઇફ-વન મિશન જીવી જનારા અને ગુજરાતમાં જન્મ નહોતો થયો છતાં પણ ગુજરાતીઓના દીલમાં અનેરૂ સ્થાન મેળવનારા ગણાવ્યા હતા. તેમની વિદાયથી પ્રત્યેક અબોલ પશુની આંખમાં આજે આંસુ હશે તેમ જણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમના અધુરા રહેલા સપના પુરા કરવાની ઇશ્વર આપણને પ્રબળ ઇચ્છાશકિત આપે તથા ર્ડા.કુરિયનના પરિવારજનોને ર્ડા.કુરિયનના દુઃખદ અવસાનનો આધાત સહન કરવાની શકિત આપે તેમ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ ર્ડા.કુરિયનને અર્પણ કરતા જણાવ્યું હતું.