મુખ્યમંત્રીશ્રીએ
સ્વ.
ઇન્દુચાચાની
પ્રતિમા
સમક્ષ
શ્રધ્ધાસુમન
અર્પણ
કર્યા

ભદ્ર
ખાતે
મહાગુજરાત
ચળવળના
અમર
શહિદોને
રાષ્ટ્રભકિતસભર
માહૌલમાં
પુષ્પાંજલિ

ગુજરાતે
ચહુદિશ
વિકાસની
હરણફાળ
ભરી
ગુજરાતીપણાને
વૈશ્વિક
ઓળખ
આપી
છેઃ
મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બાવનમાં ગુજરાત ગૌરવ દિવસના પ્રભાતે અમદાવાદમાં મહાગુજરાતની લડતના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રધ્ધાસુમન અર્પણ કરી ઇન્દુચાચાને ભાવાંજલિ આપી હતી.

મહાગુજરાતની લડત માટે જીવન ખપાવી દેનારા નવલોહિયા શહિદોના ભદ્ર ખાતે આવેલા શહિદ સ્મારક ઉપર મુખ્યમંત્રીશ્રીએ શ્રધ્ધાપૂર્વક આદરાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપના માટે જે શહિદોએ પોતાનું રકત વહેવડાવ્યું તેને ગુજરાતે એળે જવા દીધું નથી. ગુજરાતે પ૧ વર્ષ પહેલાં અલગ રાજ્ય તરીકે પોતાની વિકાસયાત્રાનો પ્રારંભ કર્યો અને આજે રાજકીય ઇચ્છાશકિત તથા વિકાસ માટેની જનશકિતની પ્રતિબધ્ધતા સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર લઇને કૃષિ, ઉઘોગ, સેવાક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર સહિત ચહુદિશ વિકાસની હરણફાળ ભરી છે.

ગુજરાત આજે વિકાસ ક્ષેત્રે મોડેલ બન્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આ વિકાસને વૈશ્વિકસ્તરે ઉજાળવા ગુજરાતીપણાનું ગૌરવ ઉજાગર કરવાની નેમ વ્યકત કરી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયરશ્રી આસિત વોરા, સાંસદ ડો. કિરીટ સોલંકી, અમદાવાદ શહેરના ધારાસભ્યો તથા મહાપાલિકાની વિવિધ સમિતિના પદાધિકારીઓ નાગરિકોએ પણ કૃતજ્ઞતા વ્યકત કરી હતી.