પ્રાચીન સંસ્કૃતજ્ઞાન ભંડાર અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાનનો સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કરી

સંસ્કૃત અને સંસ્કૃતિનો મહિમા ઉજાગર કરવા ગુજરાતની પહેલ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંસ્કૃત વેદશાસ્ત્ર પારંગત પંડિતો-વિદ્વાનોનું ગૌરવ પુરસ્કારથી સન્માન

ગાંધીનગરમાં સંસ્કૃતોત્સવ

અષાઢસ્ય પ્રથમ દિવસે ત્રિદલમ્‍ ૨૦૧૨ સંસ્કૃત ભાષા સાહિત્યનો મનમોહક સાંસ્કૃતિક સમારોહ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં સંસ્કૃતોત્સવના શાનદાર સમારંભમાં સંસ્કૃત વેદશાસ્ત્રના પારંગત પાંચ પંડિતોને સંસ્કૃત ગૌરવ પુરસ્કારથી વિભૂષિત કરતાં આપણી મહાન સંસ્કૃતિના જ્ઞાન ભંડારની વિરાસત અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરવા માટેના સંશોધનની પ્રેરક હિમાયત કરી હતી.

સંસ્કૃત સુભાષિતોમાં અને સંસ્કૃત જ્ઞાનભંડારમાં સૌને સંસ્કાર સિંચન કરવાની અદભૂત તાકાત છે. ભાષા ગમે તે હોય ભાવાત્મક તાદાત્મ્યથી જોડવાની શકિત એક માત્ર સંસ્કૃતમાં છે તેને સમાજજીવનમાં પ્રભાવિત કરવાના નવતર આયામો ગુજરાત સરકારે હાથ ધર્યા છે, તેમ ગૌરવપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સંસ્કૃત અને સંસ્કૃતિની પુનઃપ્રતિષ્ઠા માટે પંડિતોને વંદન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સંસ્કૃતનો ગૌરવ મહિમા ગુજરાત કરી રહ્યું છે જે નવી પેઢીને પણ પ્રેરણા આપશે.

ગુજરાત સરકારની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાની સંસ્કૃત સાહિત્ય અકાદમી તથા સંસ્કૃત ભારતીના ઉપક્રમે ગાંધીનગરમાં શાનદાર સંસ્કૃતોત્સવનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ૨૦૧૧ના વર્ષમાં સંસ્કૃત વેદશાસ્ત્ર પારંગત પંડિતો સર્વશ્રી જયાનંદ દયાળજી શુકલ, ભગવતલાલ ભાનુપ્રસાદ શુકલ અને ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટને સંસ્કૃત ગૌરવ પુરસ્કારથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્ય લેખનના વિદ્વાન શ્રી લક્ષમેશ વલ્લભજી જોષી અને યુવા સંસ્કૃતિ વિદ્વાન શ્રી મિહિર પ્રદીપભાઇ ઉપાધ્યાયને અનુક્રમે રૂપિયા એક લાખ અને રૂા.પચાસ હજારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અષાઢસ્ય પ્રથમ દિવસે ત્રિદલમ્‍-૨૦૧૨ના સંસ્કૃત ભાષા સાહિત્યના સાંસ્કૃતિક કાર્યક્રમે સૌને પ્રભાવિત કર્યા હતા.

સંસ્કૃતપ્રેમી એવં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૨૦૦ વર્ષના ગુલામી કાળની માનસિકતાના કારણે આપણી પાસે માનવ જીવનને ઉપયોગી એવા અનેક જ્ઞાનભંડારનો સંસ્કૃતનો ખજાનો ઉપેક્ષિત રહ્યો છે તે આપણી કમનસીબી છે તેમ જણાવ્યું હતું.

આપણા મનીષી પૂર્વજો, ઙ્ગષિમુનિઓએ તત્કાલીન યુગમાં વૈદિક સંસ્કૃતિનો જીવનની બધી જ ગતિવીધિમાં અમૂલ્ય વારસો આપેલો છે પણ જીવનના અર્થકારણ સાથે તેનો નાતો બંધાયો નથી. આથી જ સંસ્કૃતને સમર્પિત શાસ્ત્રજ્ઞાન જાણનારાને પૂરતું ગૌરવ અને આદર મળે તેવું વાતાવરણ નિર્માણ કરવાની જરૂર ઉપર તેમણે ભાર મુકયો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યોતિષ શાસ્ત્રનો સંસ્કૃતનો હિસ્સો આજે પણ લોકસ્વીકૃત છે પરંતુ આપણા પૂર્વજોએ આપેલા પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંનેનો સમન્વય કરવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આધુનિક વિજ્ઞાન આજે પણ અવકાશ શાસ્ત્ર, બ્રહ્માંડ, ગ્રહો બધા માટેની સંસ્કૃત લિપિનું શાસ્ત્ર વજ્ઞિાનની કસોટીએ પાર ઉતરેલું છે.

આધુનિક કોમ્પ્યુટરને સૌથી અનુકુળ ભાષા જ સંસ્કૃત છે આપણા દેશમાં રેડીયો અને ટી.વી.માં સંસ્કૃત સંભાષણ સમાચાર નહોતા તે પહેલાં જર્મનીમાં પ્રસારિત થતાં હતા. આપણે આપણી સંસ્કૃત વિરાસતનું મહિમાવંત ગૌરવ કરવું જોઇએ તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સંસ્કૃત ભાષા ગુલામીકાળના અંતર પછી પણ યથાવત રહી છે તે દર્શાવે છે કે તેના સામર્થ્યથી આજે દુનિયા અભિભૂત થઇ રહી છે. તે પુરવાર કરે છે કે જગતની અનેક સમસ્યાના સમાધાન આપણા સંસ્કૃત જ્ઞાનશાસ્ત્રમાંથી મળી શકે છે. પરંતુ આજે તો વેદિક ગણિતનું ઉચ્ચારણ કરનારા ઉપર બિનસાંપ્રદાયિકતાની શરમ ગણીને તૂટી પડે છે. પરંતું યુરોપમાં વેદિક ગણિતને વિજ્ઞાને સ્વીકૃત કર્યું છે. આપણી કમનસીબી છે કે, આપણે વિકૃત માનસિકતાને કારણે સંસ્કૃત પરંપરાથી વિમૂખ થયા અને તેનો લોપ થઇ રહ્યો છે પણ દેશના શાસકોને તેની પરવાહ નથી એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સંસ્કૃત અને પુરાતત્ત્વ વિજ્ઞાન બંનેનું કેટલું સામર્થ્ય છે તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આપણી આ પ્રાચીન જ્ઞાન સંપદા કેટલી ગહન છે તે આપણા પૂર્વજોએ બતાવેલું છે. આ વિરાસત-જ્ઞાનનો અવસર આ સંસ્કૃતોત્સવ છે. તેનાથી યુવા પેઢીમાં પણ આપણી સંસ્કૃતિના જ્ઞાન વારસાને સંવર્ધિત કરવા અને સંસ્કૃત પંડિતોને વંદન કરવા સંકલ્પબધ્ધ બનવા મુખ્ય મંત્રીશ્રીએ આહ્‍વાન કર્યુ઼ હતું.

પ્રારંભમાં સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના સચિવ શ્રી ભાગ્યેશ જ્હાએ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર સહિત તેના ગૌરવને અકબંધ રાખવાના રાજ્ય સરકારના વિવિધ આયોજનોની ભૂમિકા આપી સંસ્કૃતોત્સવનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. સોમનાથ સંસ્કૃત્ત્િા યુનિવર્સિટીના કુલપતિશ્રી વેંપટ્ટી કુટુંબશાસ્ત્રીજીએ પ્રશંસા વ્યકત કરી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલા ,ગાંધીનગર જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ, સંસ્કૃત ભારતીના શ્રી ગીરીશભાઇ ઠાકર સહિત સંસ્કૃત ભાષા પ્રેમી, સાહિત્ય રસિક આમંત્રિતો નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.