આપણા ઉત્પાદન માટેની વિશ્વસનિયતા વૈશ્વિક બજારોમાં ઊભી થવી જોઇએ : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇવેન્ટ સમીટના નિકાસ અંગેના સેમિનારમાં ગુજરાતની નિકાસ અંગેની સ્પર્ધાત્મક ક્ષમતાના વિઝન : ર૦ર૦ ડોકયુમેન્ટનું વિમોચન કર્યું હતું.

વિશ્વની સ્પર્ધાત્મક બજારોમાં ભારતના ઉત્પાદનોની નિકાસ માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા ઉત્પાદન માટેની વિશ્વસનિયતા વૈશ્વિક બજારોમાં ઉભી થવી જોઇએ. મુખ્યમંત્રીશ્રી મેઇડ ઇન ઇન્ડિયાની બ્રાન્ડ ઇમેજ ઉભી કરવા અને ભવિષ્યના વિવિધ માનવસમાજોની ઉત્પાદનોની જરૂરીયાતો અને માંગ વિશે અત્યારથી જ શ્નફયુચરિસ્ટીક એક્ષ્પોર્ટ સ્ટ્રેટજીઌ તૈયાર કરવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો.

ગુજરાત અને ભારતની નિકાસની પ્રગતિ અને તુલનાત્મક અભ્યાસ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મેન્યુફેકચરીંગ સેકટરમાં આપણો પ્રભાવ નિકાસવૃધ્ધિનો હોવો જોઇએ. ગુજરાત નેશનલલોયુનિર્વસિટીના પરિસરમાં આ સેમિનાર યોજાઇ રહયો છે. આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકસ્પોર્ટ કમ્પિટીટીવનેસ ઓફ ગુજરાત વિઝનર૦ર૦ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદના પ્રારંભે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ શ્રી એમ. રફીક અહેમદે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વિવિધ નિકાસ ક્ષેત્રે તેણે હરણફાળ ભરી છે. દેશનાં બીજાં રાજ્યો માટે પણ રાજ્યનો સર્વક્ષેત્રીય વિકાસ દિશાચિહ્ન રૂપ બન્યો છે. આગામી ર૦ર૦માં રાજ્યની કુલ નિકાસ દેશની નિકાસની સ્થિતિએ ૩પ ટકા હાંસલ થાય તે રીતે લાંબાગાળાના આયોજનો સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે.

ભારત સરકારના ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડશ્રી ર્ડા. અનુપ કે. પુજારીએ બીજરૂપ વક્તવ્યમાં વૈશ્વિક ઔદ્યોગિક પ્રવાહો અને તે સામે ગુજરાતની ઉદ્યોગ ક્ષમતાઓસિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન (વેસ્ટર્ન રિજિયન)ના રિજિયોનલ ચેરમેન શ્રી અમિત ગોયલના હસ્તે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્મૃતિભેટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આભારવિધિ ઓર્ગેનાઇઝેશનના ડાયરેકટર જનરલ અને સી.ઇ.ઓ. શ્રી અજય સહાયે કરી હતી.