"Summit to see eight technical seminars covering various aspects of urban development and exchange of views by experts, industry leaders"
"A presentation showcasing Gujarat’s initiatives for urban development will also be held"

  • શહેરી વિકાસની જરૂરિયાતો અને સર્વસમાવેશક શહેરી વિકાસ વિષે રાષ્ટ્રીય પરિસંવાદમાં તજજ્ઞોનું માર્ગદર્શન
  • શહેરી વિકાસ માટે ગુજરાતે હાથ ધરેલી નવીનતમ પહેલ અને કાર્યપ્રણાલી વિષયક પ્રદર્શન શહેરી માળખાગત વિકાસ અંગે વિવિધ ટેકનીકલ બેઠકો

આધુનિક યુગમાં શહેરીકરણના પરિણામે ઉભા થતા અનેકવિધ ભાવિ પડકારોને પહોંચી વળવા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દૂરંદેશીભર્યું આયોજન કર્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રે જનભાગીદારીથી અનેક નવતર અને મૌલિક આયામો સફળ રહ્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાત-ર૦૧૩: સર્વસમાવેશક શહેરી વિકાસ માટે તા. ૧૭મી ઓકટોબર, ર૦૧૩ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘‘નેશનલ સમીટ ઓન ઇન્ક્લુઝીવ અર્બન ડેવલપમેન્ટ''નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નેશનલ સમીટનું ઉદ્દઘાટન કરશે. આ સમીટમાં શહેરીવિકાસની જરૂરિયાતો અને સર્વસમાવેશક શહેરી વિકાસ વિષે પરિસંવાદ યોજાશે. આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય વકતાઓ માર્ગદર્શન આપશે.

મહાત્મા મંદિર ખાતે આ જ દિવસે શહેરી વિકાસ માટે ગુજરાતે હાથ ધરેલી નવીનતમ પહેલ અને કાર્યપ્રણાલી વિષયક પ્રદર્શન યોજવામાં આવ્યુંધ છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, બહુવિધ એજન્સીઓ અને ઔદ્યોગિક આગેવાનો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

નેશનલ સમીટ ઓન ઇન્કલુઝીવ અર્બન ડેવલપમેન્ટ અંગેની એક દિવસીય સમીટ દરમિયાન એફોર્ડેબલ હાઉસીંગ, અર્બન પ્લાઅનીંગ, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ બેઝીક અર્બન એમીનીટીઝ, સોશ્યેલ ઇન્કસલુઝન, સસ્ટેઆનેબલ વેસ્ટિ મેનેજમેન્ટટ, અર્બન ગર્વનન્સ એન્ડ મ્યુનિસીપલ ફાઇનાસ અને સ્માર્ટ સીટીઝ જેવા વિવિધ આઠ જેટલા વિષયો પર ટેકનીકલ સેશનનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. સેમિનારોમાં મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત સમીટ દરમિયાન બી ટુ બી અને બી ટુ જી બેઠકો દ્વારા શહેરી વિકાસમાં આવશ્યક ભાગીદારી વિષે વિવિધ વિચારોની આપ-લે કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્ય માં શહેરીકરણની ઝડપ સાથે ઉપસ્થિત થતા પડકારોને પહોંચી વળવા શહેરી માળખાકીય સુવિધાઓની જરૂરિયાત સાથે વર્ષ ર૦૦૯થી સ્વીર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મુકીને નગરજીવનની જનસુખાકારી સેવા અને સુવિધા માટે નોંધપાત્ર કાર્યપ્રણાલી અપનાવી છે અને રાજ્ય સરકારની આ કામગીરી માટે અનેક એવોર્ડઝ પ્રાપ્ત થયા છે.