વડાપ્રધાનશ્રીને મુખ્ય મંત્રીશ્રીનો પત્ર
દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં ગુજરાતીઓ સહિત ભારતીય નાગરિકો ઉપર થયેલા દુર્ભાવ અને અમાનવીય વર્તન અંગે ચિંતા સાથે સુરક્ષાના તત્કાલ પગલાં લો .
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દક્ષિણ આફિક્રાના એન્ગોલાના કોન્ગોમાં વસતા અને ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી મેળવતા ગુજરાતીઓ સહિત ભારતીય નાગરિકો સાથે ખાનગી ઉદ્યોગ અને પોલીસે કરેલા દુર્ભાવપૂર્ણ અમાનવીય વર્તન અંગે મળેલી માહિતી સંદર્ભમાં ગંભીર ચિંતા વ્યકત કરતો પત્ર આજે વડાપ્રધાન શ્રી ડો.મનમોહનસિંહને પાઠવ્યો છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે તત્કાલ પગલાં લેવાની વિનંતી કરી છે.