ગુજરાતની વધારે ખુશબૂ..!

આવો આ ધરતી પર જ્યાં ક્યારેક સરસ્વતી નદી વહેતી હતી, ગુજરાતના ભગવાન બુદ્ધ ભગવાનના પરિપથ પર, સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલને માણો અને રાજ્યમાં હસ્તકલાને બનતી જુવો..!

સૂર્ય દેવતાને અંજલિ રૂપે બાંધવામાં આવેલ સૂર્ય મંદિર જુવો, મા અંબાના આશીર્વાદ લો તથા મુલાકાત લેવા માટે

કચ્છનું રણ તો હંમેશાં છે જ..!

આ બધું જ તથા આવું અનેક...

“આવો, થોડા દિવસો તો ગાળો ગુજરાતમાં..!”


 

 

અમિતાભ બચ્ચન દ્વારા ટીવી સ્ક્રીન પર બોલાયેલ આ શબ્દો અનેક પર્યટકોના દિલોદિમાગ પર એક અમીટ છાપ છોડી ગયેલ છે. એ જ ગુજરાત કે જે કેટલાક સમય પહેલાં એક ઉત્તમ પર્યટકો પેદા કરનાર તરીકે જાણીતું હતું, તે પોતે આજે એક ધમધમતું પર્યટન સ્થળ બની ગયેલ છે, જે સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી લાવે છે.

શ્રી નરેન્દ્ર મોદીનું એ સ્વપ્ન હતું કે આટલા સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ તથા કુદરતી સૌંદર્ય સાથેની ભૂમિ એક ટોચના પ્રવાસન સ્થળ તરીકે ઉભરે અને આજે એ સપનું હકીકત બની ગયું છે. ‘ખુશબૂ ગુજરાતની’ અભિયાનને કારણે, છેલ્લાં બે વર્ષમાં પર્યટકોના ગુજરાતમાં આગમનમાં 30% નો જંગી વધારો જોવા મળેલ છે. (2009-10 માં 1.70 કરોડથી 2011-12 માં 2.23 કરોડ)

અહીં, અમે આપના માટે ‘ખુશબૂ ગુજરાતની’ ની તાજેતરની જાહેરાતો પ્રસ્તુત કરી રહ્યા છીએ, જે આપને દર્શાવે છે ગુજરાતનો સુંદર સ્થાપત્યકલાનો વારસો - મોઢેરા, પાટણનું સૂર્ય મંદિર તથા વડનગરનો કિર્તી સ્તંભ, તોરણ; તે આપને મા અંબાના ચરણોમાં લઈ જશે તથા આપને ગુજરાતના બૌદ્ધ પરિપથ પર લઈ જશે. તે આપને રાજ્યમાં બનતી જીવંત હસ્તકલાની જાણકારી આપશે તથા કચ્છના રણ અને સિદ્ધપુર કે જ્યાં એક જમાનામાં સરસ્વતી નદી વહેતી હતી તેની ઝલક બતાવશે. સાપુતારાનાં અદભુત દ્રશ્યો પર એક નજર નાંખશો..!

 આ વીડિયોનો જરૂર આનંદ માણો અને જો હજુ સુધી તમે આ ન કર્યું હોય તો... આવો, થોડો સમય તો ગાળો ગુજરાતમાં..!

 
Khushboo Gujarat Ki - Ambaji Khushboo Gujarat Ki - Handicraft
Khushboo Gujarat Ki - Kite Khushboo Gujarat Ki - Festival Kutch
Khushboo Gujarat Ki - Buddha Khushboo Gujarat Ki - Architectural
Khushboo Gujarat Ki - Saputara