વિશ્વ કૃષિ સંમેલન : ર૦૧૩
કિસાન પંચાયતમાં મુખ્યમંત્રીશ્રીએ દેશભરના પ્રગતિશીલ ખેડૂતોનું કર્યું સન્માન: રૂ. પ૧,૦૦૦નો ગુજરાત સરકારનો પુરસ્કાર અને સ્મૃતિચિન્હ એનાયત
સફળ ખેતીના વૈજ્ઞાનિક – આધુનિક પ્રયોગો – અનુભવો રજૂ કરતા દેશના પ્રગતિશીલ ખેડૂતો
મુખ્ય મંત્રીશ્રીએ શ્રોતા તરીકે શ્રવણ કર્યું
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રરભાઈ મોદીએ આજે વિશ્વ કૃષિ સંમેલન- ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચકર સમીટ-ર૦૧૩ અંતર્ગત કિસાન પંચાયતમાં ભારતના વિવિધ રાજ્યોના સફળ, પ્રગતિશીલ ખેડૂતોનું ગુજરાત સરકારના ઉપક્રમે પુરસ્કૃાત સન્માન કર્યા હતા. મુખ્ય્ મંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાના પ્રગતિશીલ કિસાનોના સન્માનની નેમ વ્યાકત કરી હતી.
આ કિસાન પંચાયતમાં મુખ્યમંત્રીશ્રીએ આંધ્રપ્રદેશના પુલ્લાખવીરા વેંકટરાવ, બિહારના સંજીવકુમાર, છત્તીસગઢના દાસ બિસાર, દિલ્હીના શ્રીમતી ક્રિષ્ણાર યાદવ, ગુજરાતના જામ્બુતની શાંતિલાલ ગોવિંદ, હરિયાણાના રાજીન્દસર બ્રાનવારસિંહ, હિમાચલપ્રદેશના શ્રીમતી માયા જયસ્વાલ. જમ્મુય-કાશ્મી રના દેવીયોગ રાજ ગોસ્વારમી, ઝારખંડના મહાદેવ મહાદેવચંદ્ર ગોરાઇ, કર્ણાટકના શ્રી સુગારેડ્ડી, કેરાલાના શ્રીમતી બિન્દુપ સ્કેગરીયા, મધ્યિપ્રદેશના શ્રી રાજેન્દ્ર સિંહ સોલંકી, મહારાષ્ટ્રરના છાયા તાઇ દત્રાતેય મોરે, મિઝોરમની શ્રીમતી લાલ મંગવાઇ, નાગાલેન્ડખના શ્રીમતી એટેન્લાસ સુંગીયો, ઓરિસ્સાના લાડુકીશોર રથ, પંજાબના રામપ્યાપરી, રાજસ્થા્નના ભકલ સંતોષ, તામિલનાડુના ડી. દામોદચી, ત્રિપુરાના દેવનાથ દીબ્રાતચંદ્રન, ઉત્તરપ્રદેશના શશી અગ્રવાલ, ઉતરાંચલના રેખા ભંડારી, પંજાબના રામપ્યાસરી, પશ્ચિમબંગાળના તપન નંદી વગેરે પ્રગતિશીલ ખેડૂતોને રૂ. પ૧,૦૦૦, શાલ તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યાં હતાં.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કિસાન પંચાયતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના સફળ ખેતીના આધુનિક-વૈજ્ઞાનિક પ્રયોગો અને અનુભવો રજૂ કર્યા હતા.