japan-100214-in2

JICA અને ગુજરાત વચ્ચે સહભાગીતાના વિકાસ પ્રોજેકટ અંગે વિચાર વિમર્શ

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાતે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ એજન્સી (JICA)ના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ શ્રીયુત હાઇડેકી ડોમિચી (Mr. HIDEAKI DOMICHI) ના નેતૃત્વ હેઠળના JICA ના ડેલીગેશને JICA, જાપાન અને ગુજરાત સરકારની ભાગીદારીમાં ચાલી રહેલા વિકાસના પ્રોજેકટોની પ્રગતિ અંગે સંતોષ વ્યકત કર્યો હતો. 

JICA એ ગુજરાતમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે ફાસ્ટ ટ્રેક ટ્રેઇનનો પ્રોજેકટ વધુ ગતિશીલતાથી આગળ વધે,   ધોલેરા SIR માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ માટે JICA એ સ્વખર્ચે હાથ ધરેલા ફીઝીબીલીટી રીપોર્ટની પ્રગતિ તથા સામાજિક વનીકરણ ક્ષેત્રે ચાલતા વાનિકી પ્રોજેકટ સહિત ગુજરાતમાં વિવિધ આંતરમાળખાકીય સુવિધા વિકાસના ક્ષેત્રો જાપાન અને ગુજરાતની ભાગીદારી અંગે પણ તેમણે વિગતવાર વિચાર-વિમર્શ કર્યો હતો.

Delegation from JICA, Japan pay courtesy visit to Shri Narendra Modi

japan-100214-in4

japan-100214-in1