મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ડેનિશ-ડેન્માર્કની કેમિનોવા કંપનીના ગ્લોબલ મેનેજમેન્ટ ડેલિગેશને તેમના પનોલી અંકલેશ્વરના એગ્રોકેમિકલ્સ પ્લાન્ટ પ્રોટેકશન પ્રોજેકટ અને ગુજરાતમાં વિશેષ રોકાણની તકો સાથે ભાગીદારીની તત્પરતા વ્યકત કરી હતી.

મે. કેમીનોવાનો પનોલી (ગુજરાત) પ્રોજેકટ વૈશ્વિક બજાર ધરાવે છે અને ચીન સહિત એગ્રોકેમિકલ્સના પર્યાવરણલક્ષી ઇન્સેકટીસાઇઝ મેન્યુફેકચરીંગના માર્કેટમાં ભારતને અગ્રેસર બનાવવાની નેમ ધરાવે છે.

ડેનીશ ટ્રેડ કમિશનર અમદાવાદના શ્રીયુત ફૈઝલ બટ્ટ (Mr. FAISAL BUTT) કેમિનોવા ઇન્ડિયા લિ.ના ચેરમેન નીએલ્સ મોર્ટન જોર્ટ (Mr. NIELS MORTEN HJORT) સહિતના આ ડેલીગેશને તેમના પનોલી એગ્રોકેમિકલ્સ પ્લાન્ટની રૂપરેખા આપી હતી.