મોદીનાં રાજમાં ગુજરાતનો વિકાસ ફાસ્ટ-ટ્રેક પર
ફાઈનાન્સિયલ ટાઈમ્સ
જેમ્સ ફોન્ટાનેલા ખાન, ચારણકા, ગુજરાત અને જેમ્સ લેમોન્ટ, નવી દિલ્હી
ગુજરાતમાં ભારતનાં સૌથી મોટા સોલાર પાર્કનાંપ્રારંભસમયે રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળ્યા બાદ દિલિપ પટેલ નામક એક ૨૭-વર્ષિયસ્નાતકવિદ્યાર્થીકહે છે કે, ૧૦ વર્ષ પહેલા ગુજરાતને હલબલાવી દેનારકોમીહિંસાની ઘટનામાં આ નેતાની ભુમિકા અંગે હવે ભાગ્યે જ કોઈ યુવાનનેરસછે. તે કહે છે કે, “ભુતકાળને પકડી રાખીને જીવવાનો કોઈમતલબનથી.”“અમે હવે એ વાતને ભુલી જવાનુંનક્કીકરી લીધું છે. અમારેવિકાસજોઈએ છીએ...અને મોદીએ રાજ્યનેજબરદસ્તવિકાસ અપાવ્યો છે.”
૨૦૦૨ માં ગુજરાતનાંકોમીરમખાણોમાં ૨૦૦૦ જેટલા મુસ્લિમોનીહત્યાકરવામાં આવી હતી. મોદી પરઆરોપઆવ્યો કે આસમગ્રઘટનાને તેમની રાહબરી હેઠળ જ અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના પછીનાં વર્ષોમાં ગુજરાત મૂડીરોકાણકારો માટે ભારતનું સૌથીવધુસાનુકુળરાજ્યબની ચૂક્યું છે અને રાજ્યનોઆર્થિકવિકાસદરબે આંકડે પહોંચી ગયો છે.
ગુજરાતનાંઝડપીવિકાસની સાથે-સાથેકોમીરમખાણોનાં મામલે સુપ્રિમકોર્ટદ્વારાનિયુક્ત કરવમાં આવેલ ટીમે મોદીનાંનિર્દોષહોવાનોઅહેવાલઆપ્યો. આ પરિબળોએ મોદીને ૨૦૧૪ ની ચૂંટણીઓ માટે હિન્દુરાષ્ટ્રવાદીછબીધરાવતી ભારતીયજનતાપાર્ટીનાં પ્રધાનમંત્રીપદમાટેનાંસંભવિતઉમેદવારોની યાદીમાં મુકી દીધા.
ગુજરાતની સરખામણી હજી ચીનસાથેતો નથી થઈ, પણઓટોમોબાઈલઅને ડાયમન્ડ પોલિશિંગનાં હબ ગણાતા આ રાજ્યની સરખામણી ઘણાંલોકોચીનનાંઔદ્યોગિકવિકાસક્ષેત્રેઅગ્રેસરએવા ગુઆંગડોન્ગ પ્રોવિન્સ સાથે કરી રહ્યા છે.
એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાનાં એકઅભ્યાસમુજબછેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ભારતનાં અન્ય કોઈપણરાજ્યકરતાંવધુપ્રમાણમાંમૂડીરોકાણની દરખાસ્તો આવી છે. ટાટા ગ્રુપ અને ફોર્ડ જેવી વૈશ્વિક કંપનીઓ અન્ય રાજ્યોને ઈર્ષા થાય એટલા પ્રમાણમાં ગુજરાતમાં મૂડીરોકાણ કરી રહી છે.દ્વિવાર્ષિકવાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણી અને રતન ટાટા જેવા ઉદ્યોગક્ષેત્રનાં અગ્રણીઓએ મોદીનેતુમારશાહીઅને ભ્રષ્ટાચારને હટાવી ઉદ્યોગોને બિનવિવાદિતજમીનફાળવવાબદલઅભિનંદનપાઠવ્યા હતા.
ટાટા નેનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ખસેડ્યા બાદ રતન ટાટાએ કહ્યું હતું કે, “જો તમે ગુજરાતમાં નથી તો તમેમૂર્ખછો.”
રાજ્યમાં વીજ આપૂર્તિ અને રોડનું આંતરમાળખુ વિકસાવીને મોદીએ ગુજરાતનીઆર્થિકકાયાપલટકરી છે એટલું જ નહિ પણલગભગએકલે હાથે રાજ્યને એક નવીઓળખપણ અપાવી છે.
તેમનાં પ્રશંસકોનુંકહેવુંછે કે મોદીમાં ચીજોનાં અમલીકરણ માટેની એકકુદરતીઆવડત છે અને પોતાનાં અધિકારીઓનો નબળોદેખાવતેઓ સાંખી લેતા નથી. તેમનાં આલોચકો કહે છે કે મોદીએ કરેલા વિકાસની મીડિયામાં જે હવા ઉભી થઈ છે એની પાછળનોમૂળહેતુતો તેમનીછબીસુધારવાનો છે. તેમનું કહેવું છે કે ફૂટફાટ પડાવે એવા અને ખુલ્લેઆમ ધર્મવાદી અભિગમને કારણે મોદી ભારતનાં મતદારોમાંસ્વીકૃતિમેળવી શકે એમ નથી.
પશ્ચિમનાં એક વરિષ્ટ રાજદ્વારીએ કહ્યું કે, જો ઝીણવટપૂર્વકતપાસકરવામાં આવે તોકદાચગુજરાતનાં વિકાસમાં ખામીઓ દેખાઈ શકે, પણહકીકતએ છે કેવેપારીઆલમનાંહિતખાતરઆંતરરાષ્ટ્રીયધોરણે હવે મોદીસાથેસહયોગસાધવાનું એકદબાણઉભુ થઈ રહ્યું છે.
અમેરિકાએ ‘ધાર્મિક સ્વાતંત્ર્યનીસખતઅવગણના’બદલમોદીનેવિઝાઆપવાની ના પાડી. આ જ અમેરિકાએ હવે ગુજરાતનાં મુખ્યમંત્રીસાથેકુણુંવલણઅપનાવવાનું શરૂ કર્યું છે. મુંબઈસ્થિતયુએસ કોન્સલ જનરલ પીટર હાસે ગુજરાતનાં સોલાર પાર્કનાં ઉદઘાટન સમયે મોદીની પડખે ઉભા રહીનેમૂડીરોકાણમાટેરાજ્યમાંપ્રોત્સાહકવાતાવરણઉભુ કરવા બદલ રાજ્ય સરકારનીપ્રશંસાકરી હતી.
મુંબઈનાં મિન્ટ નામનાંવાણિજ્યવિષયક અખબારનાં કટારલેખક પ્રશાંત અગ્રવાલે કહ્યું કે, ગુજરાતની કાર્યક્ષમતાથી અભિભૂત થયેલા લોકોને મેં જોયા છે. ગુજરાતમાંથીતુમારશાહીઅને ઢીલીઢાલી અમલદારશાહીનોછેદઉડી ગયો છે. ગુજરાત વેપાર-વાણિજ્યને આવકાર આપે છે. હા,સામાજિકમુદ્દે હજીયઘણુંકરવાનુંબાકીછે, પણ એ તો ભારતનાં કોઈપણવિસ્તારમાટે એટલું જસાચુંછે. મોદી ગુજરાતમાં રોજગારીનુંસર્જનકરી રહ્યા છે.”
મોદીએ ગુજરાતનુંશાસનસંભાળ્યું ત્યારે ૨૦૦૧ નાં મોટાભૂકંપસહિતનીસંખ્યાબંધકુદરતીઆપત્તિઓને કારણે ગુજરાતની ઈકોનોમી અનેઆર્થિકવિકાસખોરંભે ચઢેલો હતો.
મોદીએઆર્થિકભીંસપાછળજવાબદારપરિબળોને ઓળખ્યા, સરકારનાંવહીવટીમાળખાને જાણ્યું અનેવિશાળપાયેખર્ચઉપરકાપમૂકવાનું શરૂ કર્યું.
મોદી ભારપૂર્વક કહે છે કે, એવી કોઈબાબતનથી કે જેનાકારણે અન્ય રાજ્યો પણ ગુજરાતની સફળતાનુંઅનુસરણન કરી શકે.
તેઓ કહે છે, “ગુજરાતમાં પણ એ જ નિયમો લાગુ પડે છે જે દેશનાં અન્ય રાજ્યોને લાગુ પડે છે.ફરકમાત્ર એટલો જ છે કે ગુજરાતમાં લોકોનીવિકાસમાટેની ઉત્કંઠાનેપ્રોત્સાહનઆપવામાં આવે છે.”
હિન્દુ મુસ્લિમ વચ્ચેનાંઅણબનાવમાટે જાણિતા આ રાજ્યમાંવિકાસઅને સમૃદ્ધિને કારણેખાસકરીનેમધ્યમવર્ગનાં લોકોનાંઘાકાંઈક અંશે ભરાવા પામ્યા છે.
અમદાવાદનાં એકઔદ્યોગિકકુટુંબનાંસભ્યમહમ્મદ નુરુબ્બીન સાહેબ કહે છે કે, “અમારા સમુદાયનાં લોકોનાં ધંધાવેપાર પૂરજોશમાંખીલીરહ્યા છે. મોદીએ અમારીસાથેખૂબસારા સબંધો રાખ્યા છે અને તેઓ અમારી ફેક્ટરીની મુલાકાતે પણ આવ્યા છે.”
એવા પણલોકોછે જે મોદીને લઈને આટલોઉત્સાહનથી બતાવતા.
ટેક્ષટાઈલનાં ધંધાર્થી કામરાન શેખ કહે છે, “પરિસ્થિતી હવે ઘણી બદલાઈ ચૂકી છે. હવે અમે એક નોર્મલજીવનજીવી શકીએ છીએ. અમારા બધાપાસેનોકરીછે ... પણ અમારે મોદીનો કોઈઉલ્લેખકરવો નથી.”
ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્રનાં પ્રોફેસર જગદીશ ભગવતી મહાત્મા ગાંધીનાં આ પ્રદેશનેઝડપીવિકાસઅંગેસાવધરહેવાનીશીખઆપે છે. મોદીનાં વહીવટીતંત્રને તેઓ કહે છે કે, ઝડપીઆર્થિકવિકાસને તમે ‘ભગવાન’ નુંસ્થાનન આપી દેતા.સામાજિકપૂર્વગ્રહોથીમુક્તરહીને સ્વહિત જાળવવાનીસાથેઅન્યોના હિતોનો પણખ્યાલરાખજો.
પ્રોફેસર ભગવતી કહે છે, “લોકોમાં ગુજરાતનીછબીએકવેપારીરાજ્યતરીકેની છે. પણ ગુજરાતને માત્ર અને માત્ર વિકાસનીભાષાજ આવડે છે એમમાનવુંએ મારી દ્રષ્ટિએ એક ભુલ છે.”