સ્વ. બાલ ઠાકરેનું જિંદાદીલ અને જીવંત વ્યકિતત્વ અને પોતાના વિચારો માટેની અડગતા વિરલ હતા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિવસેનાના સ્થાપક પ્રમુખશ્રી બાલાસાહેબ ઠાકરેની ચિરવિદાય અંગે ઉંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યકત કરી સદ્દગતને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી છે. સ્વ. બાલ ઠાકરેના શોકસંતપ્ત પરિવારજનોને પાઠવેલા શ્રધ્ધાંજલિ સંદેશમાં મુખ્યમંત્રીશ્રીએ બાલાસાહેબ ઠાકરેને જિંદાદીલ અને જીવંત વ્યકિતત્વના અગ્રણી ગણાવ્યા હતા તેઓ પોતાના વિચારો માટે હંમેશા અડગ અને ઝુઝારૂ રહયા હતા. સમગ્ર દેશમાં શિવસેનાને એક રાજકીય પાર્ટી તરીકે પ્રસ્થાપિત કરનારા, માર્મિક કાર્ટુનિસ્ટમાંથી જાહેરજીવનમાં પોતાનું સુનિશ્ચિત સ્થાન પ્રસ્થાપિત કરનારા સ્વ. બાલ ઠાકરે કે તેમના પરિવારના કોઇપણ સભ્ય કયારેય કોઇ ચૂંટણી લડયા નહોતા કે કોઇ રાજકીય જીવનમાં પદ કે હોદો ધારણ કર્યો નહી અને શિવસેનાને સંગઠ્ઠિત કરવામાં જ ઓતપ્રોત રહયા એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે અને ઉમેર્યું છે કે અંગત રીતે તેમણે એક વડીલ ગૂમાવ્યા છે જેની ખોટ પૂરાશે નહીં.

( Photo Courtesy- DNA )