ગરીબ કલ્‍યાણમેળા દ્વારા ગરીબી સામે જાહેર જંગ માંડયો છે-મુખ્‍યમંત્રીશ્રી

વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી  ગરીબ કલ્‍યાણમેળાનો રર જિલ્લામાં  પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રીશ્રી

દરેક ગામમાં પાંચ અતિગરીબ પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવા શ્રમયોગી યોજના શરૂ કરાશે

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આજથી ગરીબ કલ્‍યાણ મેળાઓના ચોથા અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્‍યું હતું કે ગુજરાતના ગરીબ કલ્‍યાણ મેળા આખા હિન્‍દુસ્‍તાનમાં ગરીબી સામે જાહેર લડાઇનું સૌથી ઉત્તમ મિશન બની ગયા છે. અત્‍યાર સુધીમાં 64ર ગરીબ કલ્‍યાણ મેળામાં પ8.68 લાખ ગરીબ લાભાર્થીઓને તેમના હક્કના રૂા. 81ર0 કરોડની સહાય આપી ગરીબીમાંથી મૂકત થવાની શકિત આપી છે.

હવે ગરીબ નથી રહેવું એવા સંકલ્‍પ સાથે ગરીબીને ગુજરાતમાંથી પરાસ્‍ત કરવાનું આહ્‍્‌વાન આપતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સ માધ્‍યમ દ્વારા આજથી શરૂ થયેલા ગરીબ કલ્‍યાણ મેળામાં દોઢ લાખ લાભાર્થીઓને સીધા સંવાદથી માર્ગદર્શન આપ્‍યું હતું. રાજ્‍યમાં આ વર્ષે રર3 ગરીબ કલ્‍યાણ મેળામાં 1પ લાખ લાભાર્થીઓને સામે ચાલીને સરકારે રૂા. 1ર00 કરોડના લાભો સહાય હાથોહાથ આપી વચેટીયા-દલાલોની ચૂંગાલમાંથી છોડાવવાનું અભિયાન ઉપાડેલું છે.

પહેલાં ગરીબોને છ-છ મહિના સુધી સરકાર શોધવા પગના તળીયા ઘસી નાંખવા પડતા. આ સરકારના અધિકારીઓ ગામે-ગામ ગરીબ લાભાર્થીઓને શોધીને તેમના હક્કનું આપી રહ્યા છે એમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ ગરીબોને ગરીબીમાંથી બહાર આવવા શિક્ષણને ઉત્તમ જડીબૂટ્ટી ગણાવી ગરીબના ઘરમાં એક પણ બાળક ભણ્‍યા વગર રહે નહી અને ગરીબી મૂકિત માટે વ્‍યસનમૂકત બનવાનો સંકલ્‍પ કરવા જણાવ્‍યું હતું.

આ વર્ષે ગરીબી દૂર કરવાના અભિયાનમાં દરેક ગામમાંથી તદ્‌ન ગરીબ નિરાધાર એવા પાંચ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવા શ્રમયોગી યોજનાની જાહેરાત તેમણે કરી હતી.

રાજ્‍ય સરકારના બજેટમાં 700 જેટલી ગરીબલક્ષી યોજનાઓમાં સુધારો કરી ગરીબોના જીવનમાં બદલાવ લાવવાનો નિર્ધાર મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કર્યો હતો.

અમે ગરીબોને તેના હક્કનું આપીએ છીએ, કોઇ દયાદાન નથી કરતા પણ દરિદ્રનારાયણની સેવા કરનારી આ સરકાર ગરીબોની હરેક મુસિબત દૂર કરવા પ્રયત્‍નશીલ છેઙ્ઘ એમ તેમણે જણાવ્‍યું હતું. આજે રર જિલ્લાઓમાં ગરીબ કલ્‍યાણ મેળામાં સહાયના વિતરણ પૂર્વે મુખ્‍યમંત્રીશ્રીનું આ પ્રેરક જીવંત સંબોધન પ્રસારિત થયું હતું ત્‍યારબાદ મંત્રીશ્રીઓ દ્વારા લાભાર્થીઓને સહાયનું વિતરણ થયું હતું.