મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ કરતા ઇઝરાયેલના વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા

ઇઝરાયેલ સરકાર ગુજરાતમાં જળવ્યવસ્થાપન ટેકનોલોજી માટે સહભાગી બનવા તત્પર

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે મૂલાકાતે આવેલા ઇઝરાયેલની ગવર્નમેન્ટસ વોટર એન્ડ સ્યુએજ ઓથોરિટીના જનરલ મેનેજર પ્રો. યુરી શાની Prof. URI SHANI) એ જળવ્યવસ્થાપન ક્ષેત્રમાં ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે પરસ્પર સહભાગીતા અંગે પરામર્શ કર્યો હતો.

ઇઝરાયેલ સરકાર દરિયાઇ પાણીમાંથી મીઠું પાણી બનાવવાના ડીસેલીનેશન પ્લાન્ટ માટે કોસ્ટ ઇફેકટીવ ટેકનોલોજી, વોટર પાઇપલાઇન એન્ડ કેનાલો માટેની ઓટોમેશન ટેકનોલોજી ડીસેલીનેશન પ્લાન્ટ માટે સોલાર એનર્જી સીસ્ટમ, વરસાદી પાણીના સંચય, રિચાર્જીંગ તથા રેઇન વોટર હાર્વેસ્ટીંગની ટેકનોલોજી, વેસ્ટ વોટરના પૂનઃઉપયોગ કરવાની ટેકનોલોજી, વોટર પ્યોરિફીકેશન સહિતના ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેકટ હાથ ધરવા તત્પર છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારે જનભાગીદારીથી હાથ ધરેલા જળસંચય અને જળસિંચન વ્યવસ્થાપનની કાર્યયોજનાઓ અંગેની રૂપરેખા આ બેઠકમાં આપી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના જળસંપત્ત્િા સલાહકાર શ્રી બી. એન. નવલાવાલા, પાણી પૂરવઠાના અગ્ર સચિવશ્રી એચ. કે. દાસ, સિંચાઇ સચિવશ્રી એસ. જે. દેસાઇ અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્માએ ભાગ લીધો હતો.ગુજરાત સરકારને ઊર્જા ક્ષેત્રે વધુ ચાર એવોર્ડની નવાજેશ.