મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવતા નરેન્દ્ર ભાઇ મોદી
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શાનદાર પ્રારંભ- પતંગ ઉદ્યોગ અને પ્રવાસનથી ગરીબોનું આર્થિક સશક્તિ કરણ :
- સેવા વસ્તી બાળકોની સૂર્યવંદના - વંદે સ્તુતિથી
- ભારતની મકરસંક્રાંતિમાં ગુજરાતની વૈશ્વિક ઉડાન
- પતંગબાજો- સ્પસર્ધકો-નગરજનો સાથે સહભાગી બની મુખ્ય મંત્રીશ્રીએ પતંગો ઉડાડયા
- ૨૭ દેશો અને ૧૧ રાજ્યોના ૧૪૭ પતંગબાજો સાથે પતંગ-ઉડ્ડયનની મોજ માણતા નગર પરિવારો
- સાબરમતી રિવરફ્રંટ ઉપર પતંગોત્સવથી પ્રાકૃતિક-સાંસ્કૃતિક પર્વમાં નગરજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મકરસંક્રાંતિ પર્વે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નો શાનદાર પ્રારંભ કરાવતા ગુજરાતનો વિકાસ સૂર્યઊર્જા અને જનશકિતના પુરૂષાર્થથી વૈશ્વિક ઉડાનની નવી ઉંચાઇ સર કરશે એમ નિર્ધારપૂર્વક જણાવ્યું હતું. પ્રવાસન અને પતંગ ઉદ્યોગથી ગરીબોનું આર્થિક સશકિતકરણ થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.
સૂર્ય નારાયણના સ્વર્ણિમ કિરણોની ઝળહળાટ અને શિયાળાની શીત લહરોના પ્રભાતે સાબરમતી રિવરફ્રંટના પરિસરમાં ઉમટેલા પતંગરસીયા નગરજનોના ઉત્સાહમાં સહભાગી બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી હતી.
૨૭ દેશો અને ૧૧ રાજ્યોમાંથી પતંગોત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજોની રંગારંગ પરેડ અનેરંગબેરંગી બલૂનોના ઉડ્ડયન સાથે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની અનોખી શાન ધરાવતા મકરસંક્રાંતિ પર્વને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂર્યશકિતની ઊર્જાને વિકાસની યાત્રામાં જોડીને ગુજરાતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે.
પતંગોત્સવના પ્રારંભે ભારતની સાંસ્કૃતિક પરંપરા અનુસાર વંદેસ્તુતિ અને આદિત્ય્ વેદપઠનથી સૂર્ય ઉપાસનાનું ગાન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શ્રમજીવી પરિવારોની સેવાવસ્તીના ૨૦૦૦ પ્રાથમિક શાળાઓના બાળકોએ યોગ નિદર્શન સાથે સૂર્ય નમસ્કાર કરીને સહુના મન મોહી લીધા હતા.
સ્વામિ વિવેકાનંદની આજની જન્મ જયંતીએ શ્રધ્ધાંજલિ આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવેકાનંદે આધ્યાત્મિક શકિતથી ભારતમાતાની રાષ્ટ્રિભકિત માટે યુવાનોને પ્રેરણા આપેલી તેમ જણાવ્યું હતું. વીર શહિદ ભગતસિંહ હોય કે વિવેકાનંદ જેવા મહાપુરૂષો આપણા માટે આદર્શ છે.
શ્રમજીવી પરિવારોના બાળકોની શકિતને ઉજાગર કરવામાં પતંગોત્સવ એક સશક્ત માધ્યમ રહ્યું છે તેમ જણાવી આ બાળકોના સૂર્ય નમસ્કારની ઊર્જાશકિતને તેમણે બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્સવ સમગ્ર માનવ સમાજો માટે ઊર્જા છે એમાં કોઇ અપવાદ નથી અને પતંગોત્સવ એક પંથ - તીન કાજ બતાવે છે. પ્રકૃતિ, પર્યટન અને પર્યાવરણનું માધ્યમ પતંગોત્સવ બની રહ્યો છે અને ગુજરાતમાં તો પતંગનો ગૃહ ઉદ્યોગ હવે ગરીબ પરિવારો માટે આર્થિક પ્રવૃતિનું સશકત રોજગારીનું સાધન બની ગયો છે, જેમાં ૭૦ ટકા તો ગરીબ પરિવારોની મહિલાઓની આર્થિક પ્રવૃતિ ઉપલબ્ધં થાય છે અને દશ વર્ષ પહેલા રૂા.૩૦-૩૫ કરોડનો પતંગ ઉદ્યોગ આજે રાજ્ય સરકારના પ્રયાસોથી રૂા.૫૦૦ કરોડ ઉપર પહોંચી ગયો છે જેનો સીધો ફાયદો ગરીબ પરિવારોને થયો છે.
પ્રવાસન વિકાસ ક્ષેત્રે ગુજરાત સરકારે હિંમતપૂર્વક જે અભિયાન ઉપાડયું તેનાથી પણ ગરીબોની રોજી-રોટીને નવું બળ મળ્યું છે અને પ્રવાસનના વૈશ્વિક નકશામાં ગુજરાતે પોતાની શાન શૌકતથી સ્થાન મેળવ્યું છે એટલું જ નહીં, સમગ્ર દેશમાં ૭ ટકા પ્રવાસન વિકાસ દર વૃધ્ધિ થાય છે પણ ગુજરાતે બમણો ૧૪ ટકાનો પ્રવાસન-વિકાસ દર હાંસલ કર્યો છે.
પતંગોત્સવ પ્રસંગે વિકલાંગો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ તમેણે પ્રસંશા કરી હતી અને તેમના બૂલંદ હોંસલાને વિકાસની નવી ઊંચાઇ ઉપર પહોંચાડવાની છે.
પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માટે પતંગની ઉંચી ઉડાન એ વિકાસનો પ્રેરણાસ્ત્રોત છે. ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ' એ આપણો ધ્યેય છે. રાજ્ય માં પ્રવાસન પ્રવૃત્તિને વ્યાપક બનાવવા ગુજરાત સરકારે વિશેષ પ્રયાસો કર્યા છે. દેશનો પ્રવાસનનો વિકાસ દર ૭ ટકા છે ત્યારે ગુજરાતનો પ્રવાસન વિકાસ દર ૧૪ ટકા જેટલો છે.
મંત્રીશ્રીએ પતંગ મહોત્સવનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૨૭ દેશો અને ૧૧ રાજ્યોંના ૩૦૦થી વધુ પતંગવીરો ભાગ લઇ છે. ગુજરાતમાં જીવન એક ઉત્સવ છે અને વર્ષની શરૂઆત પતંગોત્સવથી અને અંત રણોત્સવથી થાય છે. રાજ્યમાં પતંગનો વ્યવસાય રૂા.૫૦૦ કરોડથી પણ વધ્યો છે તેના પાયામાં રાજ્યની પ્રવાસન વ્યવસાય માટેની સ્પષ્ટ નીતિ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિના વ્યાપ માટે રાજ્ય સરકારે હાથ ધરેલા પ્રયાસોની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસન વિભાગે ૪૧૦૦ ગાઇડ તૈયાર કર્યા છે જે દેશ-વિદેશના મુલાકાતી પ્રવાસીઓને રાજ્યના પ્રવાસન વૈવિધ્યની જાણકારી આપશે. સાથે સાથે ૮૫ હજારથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે અને ૧૫૦૦ થી વધુ લોકોએ સાપુતારામાં પેરાગ્લાઇડીંગનો લાભ લીધો છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પતંગ મહોત્સવમાં ભારત, અફઘાનિસ્તા્ન, ઘાના, ઇન્ડોનેશીયા, લબબોરીયા, ચાઇના, ઇટોનીયા, માઝામ્બીક, શ્રીલંકા, ફ્રાંસ, કેન્યા, મલેશીયા, જાપાન, મોંગાલીયા, યુ.કે., ન્યુમકેન, વિયેતનામ, ઝીમ્બાએમ્વે, મ્યાનમાર, નેપાલ સહિત અનેક દેશોના પતંગવીરોએ ભાગ લીધો છે.
આ પ્રસંગે મ્યુલનિસિપલ શાળાના બે હજારથી વધુ બાળકોએ સૂર્ય નમસ્કા્રનું નિદર્શન રજૂ કર્યું હતું. જ્યારે ઋષિકુમારોએ આદિત્યનારાયણની સ્તૂતિથી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાસસભાના ઉપાધ્યાક્ષ શ્રી મંગુભાઇ પટેલ, મંત્રીશ્રીઓ શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી રમણલાલ વોરા, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદ સભ્યો, ધારાસભ્યો તથા પતંગ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિ્ત હતા.