મુખ્યમંત્રીશ્રીના ટિમ ગુજરાતને અભિનંદન 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને દેશના અન્ય કોઇપણ રાજ્ય કરતાં વધુ એટલે કે એક સાથે ચાર રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ પુરસ્કારો જીતીને ઇ-ગવર્નન્સ ક્ષેત્રે શિરમોર ગૌરવ મેળવવા માટે રાજ્યના વહીવટીતંત્રને, ટિમ ગુજરાતને અને વિશેષ કરીને ઇ-ગવર્નન્સ નેટવર્ક પ્રસ્થાપિત કરવા માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને હાર્દિક અભિનંદન આપ્યા છે.

આજે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર તરફથી કોચી-કેરળમાં યોજાયેલી નેશનલ ઇ-ગવર્નન્સ કોન્ફરન્સમાં ગુજરાત સરકારને દેશના કુલ-૧૬ રાષ્ટ્રીય એવોર્ડઝમાંથી એકી સાથે ચાર નેશનલ  ઇ-ગવર્નન્સ એવોર્ડઝ મળ્યા છે તેની રૂપરેખા આપવામાં આવી હતી.

ગુજરાતને મળેલા ગૌરવરૂપ એવોર્ડસમાં

1. Effective Seismological Monitoring through eGovernance to save lives & Damage due to earthquakes

2. Investors Support System (ISS) Software

3. GIS School Mapping-ensuring Access to Elementary Education અને

4. Barcoded Ration Card & Biometric Food Coupon System for Effective & Efficient Service Delivery (Targeted Public Distribution System) નો સમાવેશ થાય છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અત્યાર સુધીમાં, ગુજરાતને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ૧૨૫ જેટલા પ્રતિષ્‍ઠિત એવોર્ડસ પ્રાપ્ત થયેલા છે.