સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાન (લ્ઞ્સ્ભ્) માં અક્ષરનિવાસી જોગી સ્વામિની ૧૦૮મી જન્યજયંતિના અવસરે સદ્ગુરૂ વંદના

 આપણી સંતશકિતની સેવા પરંપરામાં આધ્યાત્મિકતાનું પ્રગટીકરણ થઇ રહ્યું છે

 ગુરૂકુળ શિક્ષણ પરંપરામાં આત્ધ્યાત્મના સંસ્કાર ભારતનું પ્લસવન છે

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજેે અમદાવાદના છારોડી ખાતે યોજાઇ રહેલા સદગુરૂ વંદના મહોત્સવમાં ગુરૂકૂળ શિક્ષણ પરંપરાને પુનર્જીવિત કરવા ઉપરાંત આધ્યાત્મિક વિરાસતના સંસ્કારને વિશ્વમાં પ્લસવન ગણાવ્યા હતા.

નિત્ય નૂતન શિક્ષણ પરંપરા સમયાનુકૂળ બનાવીને જ આપણો વિદ્યાર્થી વિશ્વમાં ગૌરવભેર આ વિરાસત આત્મવિશ્વાસ ધરાવતો થયો છે તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વિદ્યાપ્રતિષ્ઠાનમ્ ના પરિસરમાં અક્ષરનિવાસી સંત શ્રી જોગીસ્વામીની ૧૦૮મી જન્મજયંતિના અવસરે આ સદ્ગરૂ વંદના મહોત્સવમાં દેશવિદેશના સ્વામીનારાયણ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

સતત ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે લોકચાહના મેળવનારા  શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અભૂતપૂર્વ ઉષ્માઉમંગથી સંતો અને ભકતજનોએ જાહેર અભિવાદન કર્યું હતું.

સંતચરણોમાં આશિર્વાદ મેળવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ચૂંટણીના ઝંઝાવાતો પછી જીવનનું સૌભાગ્ય આ આદ્યાત્મિક સંતશકિત વચ્ચે મળ્યું છે. ૨૦૦૧માં પહેલીવાર નર્મદાના વધામણાથી મુખ્યમંત્રી પદનો પ્રારંભ કરેલો તેની સ્મૃતિ સંભારીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શ્રી જોગી સ્વામિના સદગુરૂ વંદના મહોત્સવથી ચોથી વાર મુખ્યમંત્રી બન્યા પછી જાહેર જીવનનો કાર્યક્રમ થયો છે જે યોગાનુયોગ નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતની છ કરોડ જનતા અધ્યાત્મના સંસ્કાર ધરાવે છે અને સંતોની શકિતની આધ્યાત્મિક વિરાસતનો આ ચૂંટણીમાં હેટ્રીક વિજય છે. જોગી સ્વામિના અક્ષરવાસ પછી અંતિમ સમાધિ સુધી અક્ષરવાસી જોગી સ્વામિના પાર્થિવદેહની તેજોમય ઊર્જા એ મૃત્યુ પછીના પાર્થિવ શરીર આટલું તેજ હોય તે વિજ્ઞાનના માટે કોયડો છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

સમાજ સેવાના અદ્ભૂત વ્યવસ્થાપનની સંતોની પ્રસંશા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અધ્યાત્મમાં સેવા અંતર્મૂખ રહી છે બંને જુદા નથી. સંતોની સેવા પરમો ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાનની સેવાભાવ એ પ્રમુખ છે અને તેની આસપાસ આધ્યાત્મનું પ્રગટીકરણ થયું છે. ગુરૂકુળની પરંપરાને જોગી સ્વામીએ પૂર્નજિવિત તો કરી જ પણ સમયાનુકુળ નિત્યનૂતન જાળવી અને ગુરૂકૂળનો આત્મા એજ રાખીને વિજ્ઞાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વિશ્વમાં ગુરૂકુળનો વિદ્યાર્થી સંસ્કાર સાથે પ્લસવનની આધ્યાત્મિક વિરાસતનો સાક્ષાત્કાર કરીને વિશ્વ સમક્ષ ગૌરવથી ઉભો રહે તેવો સામર્થ્યવાન બનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ સંતોઙ્ગષિઓએ જે આશાઅપેક્ષા તેમની પાસે રાખી છે તે પૂર્ણ કરવાના આશીર્વાદ મળતા રહેશે એવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વભરમાંથી આવેલા ભકતજનોને મહાત્મા મંદિર પરિસરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું અને કચ્છના સફેદ રણોત્સવનું વૈશ્વિક આકર્ષણ નિહાળવા ઇજન આપ્યું હતું. હિમાલયના ઉત્તુંગ શિખરો જેવી જ આ સફેદ રણમાં આધ્યાત્મ અનુભૂતિ થશે એમ તેમને જણાવ્યું હતું. ગુજરાતનો વિકાસ અને ગરીબના ઘરમાં વિકાસનો દીવો પ્રગટે એ જ મારી અધ્યાત્માની આરાધના છે એમ માનસન્માનનું ગૌરવ કરનારા સંતોનો ઙ્ગણસ્વીકાર કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

પ્રારંભમાં વરિષ્ઠ સ્વામિશ્રી માધવપ્રિયદાસજીએ આશીર્વચન પાઠવીને મુખ્યમંત્રીશ્રીના ૧૧ વર્ષના કાર્યકાળમાં ગુજરાતની વૈશ્વિક ઉંચાઇઓમાં પણ સંતશકિતના આશીર્વાદ સતત સાથે જ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત ક્રિકેટર શ્રી વી.વી.એસ.લક્ષ્મણ, ર્ડા.પી.એન.પાઠક, શ્રી ગીત શેઠી, શ્રી ખંતીલ મહેતા અને શ્રી હરમિત દેસાઇના એસ.જી.વી.પી. દ્વારા થયેલા સન્માન અંગે સન્માનિતોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંતો, મહંતો, ધર્માચાર્યો તથા ભકત સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.