સદ્‍ભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના ઉપવાસ તપનું જિલ્લા અભિયાન સૂરત

મુખ્યમંત્રીશ્રીએ સૂરતના એક દાયકાના અભૂતપૂર્વ વિકાસની ઝાંખી નિહાળી 

પ્રદર્શનના ઉદ્‍ધાટન દ્વારા સદ્‍ભાવના મિશન સૂરતના ઉપવાસનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા એક દાયકા દરમિયાન થયેલા અને સમગ્ર દેશમાં શહેરી વિકાસનું મૉડેલ બનેલા સૂરતના અભૂતપૂર્વ વિકાસની ઝાંખી રજૂ કરતા પ્રદર્શનના નિરીક્ષણ દ્વારા સદ્‍ભાવના મિશન સૂરતના ઉપવાસનો પ્રારંભ કર્યો હતો.

મિશન સૂરત ખાતે મુખ્યમંત્રીશ્રીનું વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, સૂરતના મેયર શ્રી રાજુભાઇ દેસાઇ, પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ પ્રદર્શનના નિરીક્ષણ દરમિયાન તેમની સાથે રહ્યા હતા. સૂરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી મનોજકુમાર દાસે સૂરતમાં છેલ્લા એક દાયકા દરમિયાન ઓવર બ્રીજિસ અને પુલો, પહોળા રસ્તાઓ, બીઆરટીએસ, ઝૂંપડપટૃીઓની સુધારણા, ઊર્જા સંરક્ષણ, આરોગ્ય અને ધન કચરાનો નિકાલ, અગિ્નશમન અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિભિન્ન ક્ષેત્રોમાં વિકાસના આયોજન બદલ અમલીકરણની માહિતી આપી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવાએ મિશન મંચ પર સ્થાન લીધું હતું. સંતો, મહંતો અને ધર્મગુラરુઓની આશીર્વાદરૂપ ઉપસ્થિતિની સાથે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ, કુટીર ઉઘોગ રાજ્યમંત્રી શ્રી રણજિતભાઇ ગિલીટવાળા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પફુલ્લભાઇ પટેલ, સાંસદ સર્વશ્રી ભરતસિંહ પરમાર, સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોસ, ધારાસભ્યશ્રીઓ અને સૂરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત સર્વક્ષેત્રિય અગ્રણીઓ પણ મિશનમાં જોડાયાં હતા. સૂરતની આસપાસના વિકસેલા અગ્રણી ઉઘોગોએ પણ પ્રદર્શનમાં તેમની વિકાસલક્ષી પ્રવૃત્ત્િાઓ અને આયોજનોનું નિદર્શન કર્યું હતું.