પ્રદૂષણ નિયંત્રણ નહીં, પ્રદૂષણ મુક્‍ત સમાજનો ઉદ્દેશ સાર્થક કરીએ

પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રે ગુજરાતે દેશમાં આગવી ઓળખ ઉભી કરી છે

ગાંધીનગરમાં સંપૂર્ણ સૌરઊર્જા સંચાલિત પર્યાવરણ ભવન

મુખ્‍ય મંત્રીશ્રીએ ઉદ્દઘાટન કર્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સમગ્ર દેશમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે આગવી પહેલ

ગુજરાતના મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત પર્યાવરણ ભવનનું ઉદ્દઘાટન કરતાં સ્‍પષ્‍ટપણે એવું પ્રેરક આહ્‌વાન કર્યું હતું કે, આપણી ભાવિ પેઢીની રક્ષા માટે હવે પ્રદૂષણ નિયંત્રણ નહીં પરંતુ પ્રદૂષણ મુક્‍ત સમાજનું આપણું ધ્‍યેય હોવું જોઇએ. પ્રદૂષણનો રોગચાળો વકરે તે પહેલાં જ તેને ડામી દઇશું તો આવનારી પેઢીઓ સ્‍વસ્‍થ અને સુખી બનશે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નવનિર્મિત આ પર્યાવરણ ભવનમાં ૮૦ કિલોવોટ સૂર્યશક્‍તિથી ઊર્જાની ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્‍યો છે જે સમગ્ર દેશને ગ્રીન બિલ્‍ડીંગનો નવો રાહ બતાવશે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નવનિર્મિત આ પર્યાવરણ ભવનમાં ૮૦ કિલોવોટ સૂર્યશક્‍તિથી ઊર્જાની ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્‍યો છે જે સમગ્ર દેશને ગ્રીન બિલ્‍ડીંગનો નવો રાહ બતાવશે.

પ્રદૂષણ નિયંત્રણ અંગેના પુસ્‍તકોનું વિમોચન અને GPCBની ઓનલાઇન સેવાઓનું લોન્‍ચીંગ મુખ્‍ય મંત્રીશ્રીએ કર્યું હતું.

શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ GPCBને આ દૂરંદેશીભર્યા ભવન નિર્માણ માટે અભિનંદન આપ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે, સૂર્યશક્‍તિની ઊર્જા અંગે અને પર્યાવરણ બાબતમાં જાગૃતિનો અભાવ નથી પરંતુ તેનું અનુસરણ કરવાનું વાતાવરણ સાર્વત્રિક બનાવવાનું છે.

ઉદ્યોગો દ્વારા પ્રદૂષણો ઉભા થાય તે પહેલાં જ તેને ઉગતા ડામી દેવાની જરૂર ઉપર ભાર મુકતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આમ થાય તો ઔદ્યોગિક ક્ષેત્રે પ્રદૂષણો રોકવા માટેના કાયદા ઘણા ઓછા થઇ જાય. ઉદ્યોગોએ પોતાના હિત માટે બીજાના હિતોનો ભોગ ન લેવાય તેનું પર્યાવરણ સુરક્ષાના સંદર્ભમાં સતત ધ્‍યાન રાખવું જોઇએ.

પヘમિના ઔદ્યોગિક વિકાસના અનુસરણને કારણે પ્રદૂષણોનો ભોગ બનવા વારો આવ્‍યો છે તેની ભૂમિકા આપી મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આપણી ભારતીય પરંપરા પ્રમાણે ‘‘વેઇસ્‍ટમાંથી બેસ્‍ટ''ની અને રીસાઇકલની પ્રકૃતિ જીવનશૈલીમાં વણાયેલી હતી પરંતુ પヘમિના ‘‘થ્રોઅવે કલ્‍ચર'' દ્વારા પર્યાવરણ માટે જોખમો ખડા કરેલા છે. એમાંથી બહાર આવવા આપણે પ્રદૂષણો સર્જાય જ નહીં તે માટે સતત સ્‍વભાવ કેળવવો જોઇએ.

દેશના શહેરોમાં ‘સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ' અને ‘વોટર ટ્રિટમેન્‍ટ રિસાઇકલ'નું આર્થિક રીતે સક્ષમ મોડેલ અપનાવવા મુખ્‍ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને રજૂઆત કરેલી પણ બે વર્ષ સુધી તેમાં કોઇ પ્રગતિ થઇ નથી તેની ભૂમિકા આપી મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાતે પ૦ શહેરોમાં કલીન સીટીનો આ પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

આગામી સદીમાં IT + BT + ET (એન્‍વાયર્ન ટેકનોલોજી) ત્રણ આધાર ઉપર વિકાસ થશે એમ તેમણે જણાવ્‍યું હતું.

વન પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે આ નવતર ગ્રીન બિલ્‍ડીંગની વિશેષતાઓની ભૂમિકા આપી જણાવ્‍યું કે, સૌર ઊર્જાથી આ ભવનમાં વીજળીની બચત તો થશે જ સાથે વરસાદી પાણીના સંચયથી પણ જળવ્‍યવસ્‍થાપન થશે. ગુજરાતની પર્યાવરણ સુરક્ષાના કાયદાના અમલ માટેની આગવી ઓળખ ઉભી થઇ છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.

વન પર્યાવરણ રાજ્‍ય મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા, ધારાસભ્‍ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રી મહેન્‍દ્રસિંહ રાણા સહિત ઉદ્યોગ ક્ષેત્ર અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

મુખ્‍ય મંત્રીશ્રીએ પ્રદૂષણ નિયંત્રણ વિષયક પુસ્‍તિકા સંપૂટ તથા લોકોપયોગી ઓન લાઇન સેવાઓનું પણ વિમોચન કર્યું હતું.

બોર્ડના અધ્‍યક્ષશ્રી ર્ડા. કનુભાઈ મિષાીએ સ્‍વાગત પ્રવચન તથા વન પર્યાવરણના અગ્ર સચિવ શ્રી નંદાએ આભારદર્શન કર્યું હતું.