રાજ્યપાલશ્રીને નિમણુંકનું વોરંટ બહાર પાડવા ભલામણ કરી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં, ગુજરાત રાજ્યના લોકાયુકત તરીકે વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધિશ શ્રી ડી. પી. બૂચની નિમણુંક કરવા અંગે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ સૂચવેલા નામ રાજ્ય મંત્રીમંડળે સ્વીકૃતિ આપી છે અને રાજ્યપાલશ્રીને નિવૃત્ત ન્યાયાધિશશ્રી ડી. પી. બૂચને ગુજરાતના લોકાયુકત તરીકે નિમણુંક આપવાનું વોરન્ટ બહાર પાડવા ભલામણ કરી છે.