અપૂરતા અને અનિતિ વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી

સિંચાઇ-ખેતીવાડી, પીવાના પાણી, ધાસચારાની વ્યવસ્થા અંગે તાકીદના પગલા માટે સમગ્ર તંત્ર પ્રતિબદ્ધ

તમામ ૨૬ જિલ્લાઓના મોન્સુન કન્ટીજન્સી પ્લાન તૈયારઃ એકશન પ્લાનનું તાત્કાલિક અમલીકરણ

પાણી-ધાસચારાની જરૂરિયાતો અને ખેડૂતોની મુશ્કેલીઓના નિવારણ માટે તાકીદના અને લાંબાગાળાના આગોતરા આયોજનોની કામગીરી શરૂ

રાહતકામો દ્વારા રોજગારી માટે મનરેગાનો મહત્તમ ઉપયોગ

ચોમાસા દરમિયાન વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લેવા - મુખ્ય સચિવની સમિતિ દરરોજ સમીક્ષા કરશે- વરિષ્ઠ મંત્રીશ્રીઓની ઉચ્ચ કક્ષાની સમિતિ દર સપ્તાહે નીતિવિષયક નિર્ણયો માટે બેઠક કરશે

વરસાદની અછત અને ગુજરાતની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખીને ભારત સરકારને કેન્દ્રીય સહાય માટેનું આવેદનપત્ર અપાશે

પીવાના પાણી પુરવઠાના તાકીદના કામો યુદ્ધના ધોરણે

સિંચાઇ માટે મહત્તમ જળસંસાધનોનું વ્યવસ્થાપન

ધાસચારા વાવેતર કાર્ય યોજના

અમદાવાદઃ શનિવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં અપૂરતા અને અનિヘતિ વરસાદની પરિસ્થિતિના સંદર્ભમાં ખેતીવાડી, સિંચાઇ, પીવાના પાણી અને ધાસચારાના પુરવઠો તથા ગ્રામીણ રોજગાર માટેના રાજ્ય સરકારે શરૂ કરેલા તાકીદના પગલાંની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી. જેમાં વરિષ્ઠ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓએ સમગ્ર રાજ્યમાં ૨૬ જિલ્લાઓમાં મોન્સુન કન્ટીજન્સી પ્લાન તૈયાર થઇ ગયા છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વરસાદ ખેંચાયો છે તેને અને અનિતિતાના વાતાવરણને ધ્યાનમાં લઇને ખેડૂતો અને ગ્રામજનો સહિત પશુધનની મુશ્કેલીઓમાં રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર સંવેદનાથી પડખે ઉભું રહેવાનું છે તેવી પ્રતિબદ્ધતા સાથે જિલ્લાઓમાં કન્ટીજન્સી એકશન પ્લાન વિના વિલંબે અમલમાં મૂકવાથી માર્ગદર્શન સૂચનાઓ આપી હતી. શનિવારે મોડી રાતે જાપાનથી પરત આવેલા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વરસાદ ખેંચાતા તાકીદના પગલાંની સમીક્ષા કરવા માટે જાપાન જતા પહેલા સાત મંત્રીશ્રીઓની ઉચ્ચ શક્તિશાળી સમિતિ કાર્યરત કરી હતી અને રોજિંદી સ્થિતિની સમીક્ષા વ્યવસ્થાપન માટે મુખ્ય સચિવશ્રીની સચિવ સમિતિને જવાબદારી સોંપી હતી. રાજ્યના તમામ ૨૬ જિલ્લાઓ માટે કન્ટીજન્સી એકશન પ્લાનનો તેના આધારે અમલ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મહેસૂલ અને રાહતનો કંટ્રોલરૂમ ૨૪ કલાક કાર્યરત થયો છે. મંત્રીશ્રીઓની ઉચ્ચ કક્ષાની સત્તાધિકાર સમિતિ દર સપ્તાહે મળીને જરૂરિયાત અનુસાર નીતિ વિષયક નિર્ણયો લેશે જ્યારે મુખ્ય સચિવશ્રીની સમિતિ દરરોજ અસરગ્રસ્ત નિષ્ણાતો અને તીવ્રતાની જરૂરિયાતો ધ્યાનમાં લઇને પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઇના પાણીનું અસરકારક વિતરણ, ધાસચારાની જરૂર તથા રોજગારની ગ્રામ વિસ્તારોમાં આવશ્યકતા માટેની વ્યવસ્થા કરશે.

નર્મદા આધારિત કેનાલો અને પાઇપલાઇનોના પ્રગતિ હેઠળના કામો યુદ્ધના ધોરણે પૂરા કરવા પાણી પૂરવઠા તંત્ર અને જળસંપત્ત્િા વિભાગ તથા સરદાર સરોવર નર્મદા નિગમે કામગીરી આરંભી છે. રાજ્યના જળસંગ્રહના તમામ એકમો જળાશયો-ડેમો, ચેકડેમ વગેરેની સંગ્રહશક્તિના ઉપલબ્ધ જથ્થાને ધ્યાનમાં રાખીને પાણી વિતરણનું વ્યવસ્થાપ કરાશે. લાંબાગાળાના આયોજનરૂપે ડિસલ્ટીંગ કરવાની ઝૂંબેશ હાથ ધરાશે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જે ગામોમાં પીવાના પાણીની તીવ્ર અછત હોય ત્યાં ટેન્કરો મારફતે પાણી પૂરવઠો પહોંચાડાશે. ટૂંકાગાળાના તાકીદના પાણી પુરવઠાના કામો માટે રૂા. ૪૧.૭૮ કરોડના પાણી પૂરવઠા બોર્ડના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ માટેની નર્મદા આધારિત શાખા કેનાલોમાંથી ખૂટતી કડીના પાઇપલાઇનના પીવાના પાણીનું વ્યવસ્થાપનનું સમયપત્રક પણ આખું બદલીને આગામી મહિનાઓમાં પૂર્ણ કરાશે. રૂા. ૩૦૬૦ કરોડની પીવાના પાણીની સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ વોટરગ્રીડ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરી (૬૦૨૬) ગામો અને ૧૦૫ શહેરોની પીવાના પાણીની ચોમાસા પછીની મુશ્કેલીઓ હલ કરવા આગોતરા આયોજનનો અમલ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી.

ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની જૂથ યોજનાઓનો અને મધ્ય ગુજરાત અને આદિવાસી ક્ષેત્રમાં પીવાના પાણીના હેન્ડપંપો આધારિત પાણી પુરવઠા યોજના તાકીદના ધોરણે શરૂ કરવામાં આવશે. પંચાયત હસ્તકના તમામ હેન્ડપંપની મરામત અછતની સ્થિતિ દરમિયાન તાકીદે થાય તે માટે પાણી પુરવઠા બોર્ડને જવાબદારી સોંપી દીધી છે. પીવાના પાણીની ખેંચને ધ્યાનમાં લઇને પાણી પુરવઠાના કામો માટે તો ૧૦ ટકા લોકફાળાની જરૂરને બદલે પાણી પુરવઠા બોર્ડ બોર-પાતાળ કૂવાની કામગીરી હાથ ધરશે. સરકારી પાતાળ કૂવા માટે વીજજોડાણ ડ્રીપ ઇરીગેશન માટે તાત્કાલિક આપવાની વ્યવસ્થા થશે.

સિંચાઇ વિભાગના જળસંપત્ત્િા નિગમ હસ્તકના બધા બોરવેલથી સિંચિત ખેતરોમાં સરકારી બોર્ડ ડ્રીપ ઇરીગેશન કરતા નાના સિમાંત ગરીબ ખેડૂતોના હિતમાં વાવેતર બચાવવા ખાસ આદેશ કરવામાં આવ્યા છે.

નર્મદા કેનાલની નાવડા પંપીંગ સ્ટેશનની ક્ષમતા ૪,૦૦૦ લાખ લિટરથી વધારીને ૬,૦૦૦ લાખ લિટર પાણીની કરી તથા ખૂટતી કડીઓ પૂરી કરીને સૌરાષ્ટ્ર-કચ્છના પાણીની તંગીવાળા વિસ્તારો-ગામો અને શહેરોને પીવાના પાણીનો વધુ જથ્થો અપાશે જેથી પીવાના પાણીની મુશ્કેલીનો પ્રશ્ન હલ થશે.

કૃષિ ક્ષેત્રે થયેલા વાવેતર અને જ્યાં વાવેતર થયું નથી ત્યાં વૈકલ્પિક પાકો માટેના વાવેતર, અન્ય આનુસાંગિક એવી ખેડૂતોની ખાતર પાણી અંગે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એકશન પ્લાન અમલમાં મૂકવાની માર્ગદર્શન સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

ધાસચારા માટે વન વિભાગે આગોતરા આયોજનની પૂર્વ તૈયારીઓ કરીને વર્ષ દરમિયાન ત્રણ કરોડ કિ.ગ્રા. ધાસચારાનું વાવેતર કરી પશુધનને વરસાદની ખેંચને કારણે ધાસચારાથી વંચિત રહેવું ન પડે એવું આયોજન કરાશે. જંગલખાતાની બિનઅનામત વીડી-ઓ તથા સરકારી ખરાબાની જમીનો, જીવદયાનું કામ કરતી ગૌશાળા-પાંજળાપોળ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓને ધાસચારો ઉગાડવા માટે પ્રોત્સાહક સહાય તથા મનરેગા અંતર્ગત મહત્તમ રોજગારીનું જોડાણ કરીને સંસ્થાઓને પ્રેરિત કરવાની યોજના વિચારણામાં લેવાશે.

મહત્તમ ધોરણે કરકસરના વપરાશ સાથે પાણી-વીજળી-ધાસ સંગ્રહ વગેરેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી, પીવાનું પાણી, પશુધન માટે ધાસ, ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારનું વ્યવસ્થાપન કરવા માટે તંત્રમાં વિલંબ વગર નિર્ણયો લેવાના અધિકાર મંત્રી મંડળની ઉચ્ચ સમિતિને આપવામાં આવ્યા છે. ધાસચારાના વાવેતરને પ્રોત્સાહિત આપવાના તમામ પગલાં લેવાશે.

મુખ્ય મંત્રીશ્રીએ આગામી ત્રીજી ઓગષ્ટે ગુજરાત આવનારી કેન્દ્રીય ટીમ સમક્ષ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઇ કૃષિ ક્ષેત્રે ખેડૂતોની તમામ પ્રકારની આવશ્યક તાકીદની જરૂરિયાતો પીવાના પાણી, ધાસચારો, સિંચાઇ, રોજગારી માટેની જરૂરિયાતોને આવરી લઇને મહત્તમ કેન્દ્રીય સહાય ગુજરાતને મળે તે રીતે આવેદનપત્ર ભારત સરકારને આપવા માટેના મુદ્દાઓની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં કૃત્રિમ વરસાદના વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે આવેલી દરખાસ્તોની તાંત્રિક ચકાસણી કરી પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરવાની બાબત પણ ચર્ચવામાં આવી હતી. આ તાકીદની બેઠકમાં નાણાં મંત્રી શ્રી વજુભાઇ વાળા, જળસંપત્ત્િા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ અને વરિષ્ઠ સચિવશ્રીઓએ વરસાદ ખેંચાતા જિલ્લા-તાલુકાવાર હાથ ધરેલી કામગીરીની વિગતો આપી હતી.