પોલીસ પરિવારના બાળકોને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગાંધીનગરમાં શરદપૂર્ણિમાના અવસરે ભારતીય સનદી વહીવટ, પોલીસ અને વન સેવાના આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. વાઇવ્ઝ વેલ્ફેર એસોસિસયેશન દ્વારા સહ આયોજિત રાસ-ગરબા નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય પોલીસ પરિવારના બાળકો માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ અંગે વિજેતા બાળકોને ઇનામો એનાયત કર્યા હતા તથા કલાકાર-કસબીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પટેલ, વન રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા મુખ્યસચિવશ્રી એ. કે. જોતિ, પોલીસ મહાનિદેશકશ્રી ચિતરંજનસિંધ, અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી પ્રદીપ ખન્ના સહિત વરિષ્ઠ સનદી- અધિકારીઓ તેમજ તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહી રાસ-ગરબાની રંગત માણી હતી.