મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ અમદાવાદ આવેલા વડાપ્રધાન ર્ડા. મનમોહનસિંહ સમક્ષ આજે ગુજરાતના મહત્‍વના વણઉકલ્‍યા પ્રશ્નો અને વર્તમાન કેન્‍દ્ર સરકારના ગુજરાત પ્રત્‍યે અન્‍યાયી તેમજ ભેદભાવપૂર્ણ નકારાત્‍મક વલણની મુદ્દાસર રજૂઆતો કરી હતી.

ભારતના અર્થતંત્રને વધુ સશક્‍ત બનાવવામાં નિર્ણાયક ફાળો આપી રહેલા ગુજરાતને તેના મળવાપાત્ર વાજબી હક્કો સત્‍વરે આપવા અને ગુજરાતની વિકાસયાત્રાની ગતિમાં કેન્‍દ્ર સરકારના વિધેયાત્‍મક અને ન્‍યાયી અભિગમની પ્રતીતિ કરાવવા પ્રધાન મંત્રીશ્રીને શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.

અમદાવાદના સરકીટ હાઉસ એનેક્ષીના રોકાણદરમિયાન મુખ્‍ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને રૂબરૂ મળીને કેન્‍દ્ર સરકાર સમક્ષ પડતર રહેલા મહત્‍વના મુદ્દાઓના ન્‍યાયી ઉકેલ માટેની અપેક્ષા વ્‍યકત કરતું આવેદનપત્ર આપ્‍યું હતું. નાણાં મંત્રી શ્રી વજુભાઈ વાળા અને રાજ્‍ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્‍થિત હતા.

મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું છે કે, ગુજરાતને વીજમથકો માટે મળવાપાત્ર અને મંજૂર થયેલો ગેસ પુરવઠો ફાળવવામાં, ઘ્‍ફઞ્‍ ગેસ આધારિત વાહનચાલકો માટેના ગેસના ભાવમાં થતો અન્‍યાય નિવારવો જોઇએ. તાજેતરના કેન્‍દ્રીય બજેટમાં 130 જેટલી સામાન્‍ય માનવીના વપરાશની ચીજવસ્‍તુઓ જે અત્‍યાર સુધી સેન્‍ટ્રલ એકસાઇઝ ડયુટીથી મુક્‍ત હતી તેને પ્રથમવાર બજેટમાં એકસાઇઝ ડયુટી પાત્ર ગણવાથી મોંઘવારીમાં પીડાતી જનતાને માથે ભાવવધારાનો બોજ આવી પડવાનો છે. આથી આ ચીજવસ્‍તુઓને એકસાઇઝ ડયુટીમાંથી મુકત કરવાની જરૂર છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ ર્ડા. મનમોહનસિંહ સમક્ષ ગુજરાતને અન્‍યાયકર્તા મહત્‍વના જે મુદ્દાઓમાં વાજબી ન્‍યાયીક ઉકેલની અપેક્ષા વ્‍યકત કરી તે આ પ્રમાણે છે.

ગુજરાતના પીપાવાવ ખાતેના જી.પી.પી.સી.ના 70ર મેગવોટ ગેસ આધારિત પાવર પ્રોજેકટ અને હજિરા ખાતેના 3પ1 મેગાવોટ GSEG ગેસ આધારિત પાવર પ્રોજેકટ માટે ભારત સરકારે કેજીબેસીનમાંથી ગેસ ફાળવવો જોઇએ. પીપાવાવ માટેનું પાવરમથક હાલ નિર્માણધિન છે અને ઝડપથી પૂર્ણતાને આરે પહોંચવાનું છે સને 1989માં કેન્‍દ્ર સરકારે આ પાવર પ્રોજેકટ માટે ર.6ર મિલીયન મેટ્રીક સ્‍ટાન્‍ડર્ડ કયુબિક મીટર પર ડે- MMSCD ગેસ ફાળવવાનું વચન આપેલું પરંતુ તેનો અમલ થતો નથી. જયારે હજિરાના ગેસ આધારિત વીજમથકના વિસ્‍તરણ માટેનું નિર્માણકાર્ય પણ પૂર્ણતાના તબક્કે છે અને તેના માટે 1.31 MMSCD ગેસ કેજીબેસીનમાંથી મેળવવા ગુજરાત હક્કદાર છે.

પર્યાવરણ રક્ષા માટેની કેન્‍દ્રીય ભૂરેલાલ કમિટીની ભલામણોનો ગુજરાત સરકારે અમલ કરીને અમદાવાદ શહેરમાં પરિવહનના CNG વપરાશ માટેનું માળખાકીય સેકટર ઉભું કરીને 80,000 રીક્ષાઓ માટે CNG ગેસની સુવિધા ઉપલબ્‍ધ કરી છે. પરંતુ કેન્‍દ્ર સરકાર CNG વાપરતા વાહનો માટે સૌથી વધુ મોંઘો રૂ. 36.6પ પૈસાના ભાવે પ્રતિકિલો ગેસ અમદાવાદને લેવો પડે છે. જયારે આ જ CNG ગેસ, દિલ્‍હીમાં રૂ. ર9 પ્રતિકિલો અને મુંબઇમાં રૂ. 31.40 પૈસાના ભાવે મળે છે. આમ, CNG ગેસ સૌથી મોંઘો અમદાવાદના સામાન્‍ય નાગરિકોના પરિવહનસેવા માટે આપવો પડે તે ધરાહાર અન્‍યાયકર્તા છે. આ ભેદભાવ દૂર થવો જોઇએ.

આસામ અને ગુજરાતને ક્રુડ ઓઇલ રોયલ્‍ટીના નવા વાજબી દરો સને ર003માં ભારત સરકારે નક્કી કર્યા હતા. પરંતુ કેન્‍દ્રની વર્તમાન સરકારે ર008 એપ્રિલમાં રાજ્‍ય સરકારને વિશ્વાસમાં લીધા વગર જ ફોર્મ્‍યુલા બદલી નાંખી હતી. તેના આ નિર્ણયના લીધે ગુજરાતને ક્રુડ ઓઇલ રોયલ્‍ટી એપ્રિલ-ર008 સુધી મળતી હતી તે ઘટી જતાં અત્‍યાર સુધીમાં રૂ. ર800 કરોડના હક્કના નાણાંનું નુકશાન થયું છે. કેન્‍દ્ર સરકારે તેની ઓઇલ કંપનીઓની ખાદ્ય ઘટાડવા આ નવી ફોર્મ્‍યુલા અપનાવીને ગુજરાતને મળવાપાત્ર ક્રુડ ઓઇલ રોયલ્‍ટી આપવામાં ભારોભાર અન્‍યાય કર્યો છે. આસામ કરતાં પણ આ નવી ફોર્મ્‍યુલાના અમલથી ગુજરાતને સવિશેષ અન્‍યાય થઇ રહ્યો છે. કારણ કે એકમાત્ર ગુજરાત 100 ટકા ક્રુડ ઓઇલ કેન્‍દ્ર સરકારની કંપનીઓને આપે છે. ગુજરાતને ક્રુડ ઓઇલ રોયલ્‍ટીની રૂ. ર800 કરોડની ખોટ ભરપાઇ કરવા અને એપ્રિલ-ર008ની નવી ફોર્મ્‍યુલાનો અમલ પાછો ખેંચી લેવા મુખ્‍ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને સવિસ્‍તર રજૂઆત કરી હતી.

મુખ્‍ય મંત્રીશ્રીએ ગુજરાતને કેન્‍દ્ર સરકારના એકસીલરેટેડ ઇરીગેશન બેનીફીટ પ્રોગ્રામ (AIBP) અન્‍વયે પંજાબ અને કર્ણાટકના પ્રોજેકટની જેમ જ ડેઝર્ટ ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ (DDP) હેઠળના રાજ્‍યના વિસ્‍તારોને ડ્રોટ પ્રોન એરિયા (DPAP) પ્રોગ્રામના વિસ્‍તારો સમકક્ષ ગણીને સરદાર સરોવર નર્મદા યોજનાના 8.73 લાખ હેકટર કમાન્‍ડ એરિયા (DDP) ને પણ AIBP ‍ 90 ટકા કેન્‍દ્રીય સહાય આપવાની ન્‍યાયી રજૂઆત કરી હતી.

તેમણે જણાવ્‍યું કે, નર્મદા યોજનાના કુલ 18.4પ લાખ હેકટર કમાન્‍ડ એરિયામાં 40 ટકા તો ડેઝર્ટ ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ હેઠળનો વિસ્‍તાર છે પણ તેને માત્ર રપ ટકા AIBP ‍ ની કેન્‍દ્રીય સહાય મળે છે. જયારે પંજાબ અને કર્ણાટકને આ જ વિસ્‍તારો માટે DPAP સમકક્ષ ગણીને 90 ટકા સહાય અપાય છે. ભારત સરકારના જ આયોજન પંચે અને જળસંશાધન મંત્રાલયે આ ભેદભાવ દૂર કરીને ગુજરાતની AIBP ની સહાયની માંગણી વાજબી ગણીને ભલામણો પણ કરી છે. પરંતુ કેન્‍દ્રનું નાણાં મંત્રાલય તેનો સ્‍વીકાર કરતું નથી અને રણ વિકાસ વિસ્‍તારોના ખેડૂતોની નર્મદા કમાન્‍ડની 8.73 લાખ હેકટર જમીનને કેન્‍દ્રીય સહાયની 90 ટકા AIBP સહાયથી વંચિત રહેવું પડે છે. અત્‍યાર સુધીમાં ગુજરાતને રૂ. 4ર00 કરોડનું નુકશાન સહન કરવું પડયું છે અને ગુજરાતને ભેદભાવની લાગણીનું નિવારણ સત્‍વરે થવું જોઇએ.

મુખ્‍ય મંત્રીશ્રીએ અત્‍યાર સુધી સેન્‍ટ્રલ એકસાઇઝ ડયુટીમાંથી બાકાત રહેલી એવી 130 જેટલી સામાન્‍ય જનતાના વપરાશની રોજ-બરોજની ચીજવસ્‍તુઓ, ખાદ્યચીજો વગેરેને તાજેતરના કેન્‍દ્રીય બજેટમાં ગ્રૃપએન્‍ટ્રીની એકસાઇઝ ડયુટીમાં આવરી લઇને મોંઘવારીમાં પીડાતી જનતાના જીવનનિર્વાહના ખર્ચ ઉપર વધારો કર્યો છે તે પાછો ખેંચી લેવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્‍ય મંત્રીશ્રીએ કેન્‍દ્રીય આવકવેરા વિભાગે ગુજરાત સરકારને પાઠવેલી નોટીસ ગેરવાજબી અને સત્તાધિકાર બહારની છે, તેમ જણાવ્‍યું હતું. વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ-ર011 દરમિયાન થયેલા ખાનગી ક્ષેત્રોના રોકાણકારોના સમજાૂતિના કરારો વિશે ભારત સરકારના કેન્‍દ્રીય આવકવેરા વિભાગે ગુજરાત સરકારને નોટીસ પાઠવી છે અને આવા રોકાણો માટેના સમજૂતિ કરારમાં નિર્ધારિત રકમ તથા ખરેખર થયેલ રોકાણની વિગતો માંગવાની નોટીસ રાજ્‍ય સરકારને આવકવેરા વિભાગે આપી તે સત્‍વરે પાછી ખેંચી લેવાની માંગણી કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનું એ હકીકત પરત્‍વે ખાસ ધ્‍યાન દોર્યું હતું કે, ‘‘વાયબ્રન્‍ટ ગુજરાત''માં આવેલા અન્‍ય રાજ્‍યો અને અલગ રીતે આવા રાજ્‍યોએ મૂડીરોકાણના સમજાૂતિના કરારો કરેલા છે તેમને કયારેય આવકવેરા વિભાગે નોટીસ આપી નથી. આવી નોટીસ આપીને કેન્‍દ્ર સરકારે ગુજરાતમાં વિકાસ માટેના મૂડીરોકાણ કરનારા ઉપર અનૈતિક દબાણ લાવવા અને ગુજરાતની આર્થિક પ્રગતિ રોકવાની નકારાત્‍મક માનસિકતા દર્શાવી છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ શિક્ષણના અધિકારના કાયદાના અમલ માટેના ખર્ચની જવાબદારી રાજ્‍ય સરકારોને માથે મુકવાની કેન્‍દ્ર સરકારની નીતિના કારણે ગુજરાતને રૂ. 4300 કરોડનો વધારાનો બોજ ઉપાડવાનો આવશે તે અંગે પણ વડાપ્રધાનશ્રી સમક્ષ રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્‍યું કે, આ કાયદાના અમલ માટે દર વર્ષે રાજ્‍યના બજેટમાં આઠ ટકાથી વધારે જોગવાઇ કરવા પણ સૂચવેલું છે. આનાથી રાજ્‍યોની નાણાંકીય જવાબદારી ખૂબ જ વધી જશે જેની પુનઃવિચારણા થવી જરૂરી છે.

આ ઉપરાંત મુખ્‍ય મંત્રીશ્રીએ ? દાંડી હેરીટેજ માર્ગ માટેના રૂ. ર013 કરોડના ફેઇઝ ટુ નિર્માણના અંદાજોને મંજૂરી આપવા તથા તેના માટે પ્રથમ તબક્કે રૂ. રપ કરોડ તાત્‍કાલિક ફાળવી આપવા, ? ગાંધીનગર અને કરમસદને JnNURM માં સમાવેશ કરવા અને ? સુરત એરપોર્ટ માટે વિમાની સેવાઓ શરૂ કરવાની જરૂરિયાત પણ સમજાવી હતી.

વડાપ્રધાનશ્રીએ મુખ્‍યમંત્રીશ્રીની રજૂઆતોને ખુબ જ ધ્‍યાનથી સાંભળી હતી અને વિધેયાત્‍મક પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતું કે, દરેક મુદ્દાની તેઓ અંગત રસ લઇને વિચારણા કરશે.