નરેન્દ્ર મોદીની યાત્રા ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા અને ભાગ્યે જ જાણીતા શહેર વડનગરની સાંકડી ગલીઓમાંથી શરૂ થઈ હતી. ભારત આઝાદ થયું તેના ત્રણ વર્ષ બાદ અને ભારત પ્રજાસત્તાક બન્યું એના કેટલાક મહિનાઓ પછી, 17મી સપ્ટેમ્બર, 1950ના રોજ નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. દામોદરદાસ મોદી અને હિરાબા મોદીના છ સંતાનોમાં તેઓ ત્રીજા સંતાન હતા. વડનગર, ઈતિહાસની રજકણોથી રંગાયેલું શહેર છે. પુરાતત્વ વિભાગના ખોદકામો પરથી જાણવા મળે છે કે આ શહેર કેળવણી અને આધ્યાત્મિકતાનું ગતિશીલ કેન્દ્ર હતું. ચીની યાત્રી હ્યુએન ત્સાંગે વડનગરની મુલાકાત લીધી હતી. વડનગરના ઈતિહાસમાં બૌદ્ધ ધર્મનો પણ સમૃદ્ધ વારસો છે. સદીઓ પહેલા અહીં 10,000 જેટલા બૌદ્ધ સાધુઓ વસતા હતા.

vad1


Vadnagar station, where Narendra Modi's father owned a tea stall and where Narendra Modi also sold tea

નરેન્દ્ર મોદીના જીવનકાળના શરૂઆતના વર્ષો પરીકથામાં વર્ણવાયેલા ઉછેરથી તદ્દન અલગ હતા. તેમનો પરિવાર સમાજના હાંસિયાના વર્ગોમાં સ્થાન ધરાવતો હતો અને બે છેડા ભેગા કરવા પરિવારે ભારે મહેનત કરવી પડી હતી. આખોયે પરિવાર નાના એક માળના મકાન (40 ફૂટ બાય 12 ફૂટ)માં રહેતો હતો. તેમના પિતાએ સ્થાનિક રેલવે સ્ટેશન પર ચાનો સ્ટૉલ નાંખ્યો હતો અને તેના પર તેઓ ચા વેચતા હતા. નરેન્દ્ર મોદીએ શરૂઆતના વર્ષોમાં ચાના સ્ટૉલ પર પોતાના પિતાને મદદ પણ કરી હતી.

એ વિકાસાત્મક વર્ષોએ નરેન્દ્ર મોદી પર મજબૂત છાપ છોડી. બાળક તરીકે, નરેન્દ્ર મોદીએ પોતાના અભ્યાસ, બિન-શૈક્ષણિક જીવન અને પારિવારિક ચાના સ્ટૉલ પર પોતાનું યોગદાન સંતુલિત કર્યું હતું. તેમના શાળાના મિત્રો નરેન્દ્રને ચર્ચામાં અને વાચનમાં રૂચિ ધરાવતા ખંતીલા વિદ્યાર્થી તરીકે યાદ કરે છે. તેઓ કલાકોના કલાકો શાળાના પુસ્તકાલયમાં વીતાવતા હતા. રમતગમતમાં તેમને સ્વિમિંગ - તરવાનો ખૂબ શોખ હતો. નરેન્દ્ર મોદીને તમામ સમુદાયના મિત્રોની વિશાળ શ્રેણી હતી. બાળપણમાં પાડોશમાં અનેક મુસ્લિમ મિત્રો હોવાને કારણે તેઓ ઘણીવાર હિંદુ અને મુસ્લિમ બંને તહેવારો ઉજવતા હતા.

 

Humble Beginnings: The Early Years
As a child Narendra Modi dreamt of serving in the Army but destiny had other plans…

જોકે, તેમના વિચારો અને સ્વપ્ના વર્ગખંડમાં શરૂ થયેલી અને ઓફિસમાં વીંટળાયેલી રૂઢિગત જિંદગીથી ક્યાંયે આગળ હતા. એમને એમાં ઝંપલાવવું હતું અને સમાજમાં પરિવર્તન આણવું હતું... લોકોના આંસું લૂછવા હતા અને દુઃખ દૂર કરવા હતા. યુવાવસ્થામાં જ તેમણે ત્યાગ અને સન્યાસ તરફનો ઝોક વિકસાવ્યો હતો. તેમણે મીઠું, મરચા, તેલ અને ગોળ ખાવાનું છોડી દીધું હતું. સ્વામી વિવેકાનંદના કાર્યો અંગે તલસ્પર્શી વાચનને પગલે નરેન્દ્ર મોદીની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ હતી અને સ્વામી વિવેકાનંદના જગદ્ ગુરુ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા એમના પોતાના મિશનનો પાયો નંખાયો હતો.

નરેન્દ્ર મોદીના બાળપણને વર્ણવતો અને એમના જીવનમાં કાયમ વસેલો કોઈ એક શબ્દ હોય તો એ છે, સેવા. તેઓ જ્યારે નવ વર્ષના હતા અને તાપી નદીના પૂરે કાળોકેર વરતાવ્યો હતો, ત્યારે તેમણે મિત્રો સાથે મળીને ફૂડ સ્ટૉલ શરૂ કર્યો હતો એમાંથી જે વળતર મળ્યું, તે રાહત કાર્ય માટે દાન આપ્યું હતું. પાકિસ્તાન સાથેનું યુદ્ધ જ્યારે પરાકાષ્ઠાએ હતું, ત્યારે તેઓ રેલવે સ્ટેશન પર ગોઠવાઈ ગયા હતા સરહદે જઈ રહેલા અને ત્યાંથી પાછા ફરી રહેલા જવાનોને ચા પીવડાવતા હતા. આ નાના કદમ હતા, પરંતુ એટલી નાની વયે પણ, ભારત માતાના કૉલને પ્રત્યુત્તર આપવા માટેનો એમનો મજબૂત ઈરાદો દર્શાવતા હતા.

બાળક તરીકે નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું - ભારતીય લશ્કરમાં સેવાનું. એમના સમયમાં ઘણા યુવાનો માટે ભારત માતાની સેવાનો શ્રેષ્ઠ રસ્તો લશ્કરમાં ભરતીનો હતો. પરંતુ નસીબમાં હશે એમ એમના પરિવારે તેમના આ વિચારનો આકરો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદી જામનગર નજીક આવેલી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા ખૂબ આતુર હતા, પરંતુ જ્યારે તેની ફી ચૂકવવાની વાત આવી, ત્યારે ઘરમાં પૈસા ન હતા. નિશ્ચિત રીતે, નરેન્દ્ર નિરાશ થયા હશે. પરંતુ લશ્કરના જવાનનો યુનિફોર્મ નહીં પહેરી શકવાથી નિરાશ થયેલા આ યુવાન છોકરા માટે વિધાતાએ કંઈક જુદું જ વિચારી રાખ્યું હતું. વર્ષો જતા, તેણે એક એવો અસાધારણ માર્ગ ચાતર્યો, જેણે તેને માનવતાની સેવાના ભગીરથ મિશન માટે ભારતભરનો પ્રવાસ કરાવ્યો.

 

vad4


Seeking the blessings of his Mother