ગુજરાત સરકારમાં લઘુમધ્યમ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે અલગ સેલ બનશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં SME કન્વેન્શન

મેન્યુફેકચરીંગ લઘુ ઉદ્યોગ ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ છે

લઘુ અને મધ્યમ ઔદ્યોગિક એકમોનું વિશાળ સંમેલન મહાત્મા મંદિરમાં યોજાયું

ઝીરો ડિફેકટ પ્રોડકટ અને બ્રાન્ડ પેકેજીંગ સ્ટ્રેટેજી અપનાવો

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આર્થિક નીતિઓમાં નિર્ણાયક અને વિશ્વ પ્રભાવક ગણાવતાં જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મેન્યુફેકચરીંગ સેકટરના ભારતના સમગ્રતયા સરેરાશ ૧૯ ટકાના વિકાસ દરની તુલનામાં ગુજરાતના SME નો વિકાસ દર ૮પ ટકા છે. આ વિકાસવૃદ્ધિ રાજ્યમાં સરકારે દશ વર્ષમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સુવિચારિત પ્રયાસોનું પરિણામ છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ના બીજા દિવસે આજે મહાત્મા મંદિરમાં SME (સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીસ)નું કન્વેન્શન યોજવામાં આવ્યું હતું. આ વિશાળ SME કન્વેન્શનમાં ભારતભરના લઘુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. ઉત્તમ લઘુ ઉદ્યોગ સાહસિકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્રો એનાયત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, મેન્યુફેકચરીંગ સેકટરમાં લઘુ ઉદ્યોગ ક્ષેત્રએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે, પરંતુ તેના સર્વગ્રાહી સર્વપોષક વિકાસ માટેનું ચિંતન થતું નથી. લઘુ ઉદ્યોગોના વિકાસ આડેના અનેક નાનામોટા પ્રશ્નોના ઉકેલ માટે છૂટકત્રુટક પ્રયાસો કામિયાબ બનવાના નથી. લઘુ અને મધ્યમ ઉદ્યોને સ્પર્ધાત્મક બજારોમાં પ્રભાવક બનાવવા સમયાનુકુળ ટેકનોલોજી અને રીસર્ચ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા ઉપર મુખ્ય મંત્રીશ્રીએ ખાસ ભાર મુકયો હતો.

સ્મોલમિડીયમ એન્ટરપ્રાઇસીસના વિકાસના પ્રોત્સાહન માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આપણા પૂર્વજોએ પ્રણાલીગત લઘુ ઉદ્યોગોના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે આપસૂઝથી નવા આયામો અને આવિષ્કારો વિકસાવેલા તેના કારણે ઉત્પાદનોનું ફલક ખૂબ જ વ્યાપક બન્યું છે તેનું સાતત્યપૂર્વક સંવર્ધન કરવું જરૂરી છે.

લઘુ ઉદ્યોગો આપણા દેશના અર્થતંત્ર અને રોજગાર નિર્માણની અધિકતમ તકો પુરી પાડે છે અને સ્પર્ધાત્મક વિશ્વબજારોમાં કવોલિટી અને ક્રેડિબીલીટી સાથે છવાઇ જવા ટેકનોલોજી અપગ્રેડેશન સાથે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ નીડ બેઇઝ સ્કીલ ડેવલપમેન્ટ કરવા મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના ઔદ્યોેગિક વિકાસની કરોડરજ્જુ એવા લઘુ ઉદ્યોગ અને મેન્યુફેકચરીંગ એન્સીલીયરી ઇન્ડસ્ટ્રીઝના કલસ્ટર ડેવલપમેન્ટનું સુવિચારૂ નેટવર્ક રાજ્ય સરકાર વિકસાવવા માંગે છે તેની ભૂમિકા આપી હતી.

ગુજરાતમાં લઘુમધ્યમ ઉદ્યોગ તંદુરસ્ત રીતે વિકસ્યો છે તેના કારણો આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળભર્યા સંબંધો છે. જીરો મેનડેઇઝ લોસ એ આપણી તાકાત છે. આપણા લઘુ ઉદ્યોગ સંચાલકો અને કારીગરો વચ્ચે ‘પરિવારભાવ’ બળવત્તર પરિબળ બન્યો છે. સમગ્ર હિન્દુસ્તાનમાં SME મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ગુજરાત અગ્રીમસ્થાને છે. દેશના લઘુમધ્યમ ઉદ્યોગોના સરેરાશ ૧૯ ટકાના વિકાસ દર સામે ગુજરાતનો વિકાસદર ૮પ ટકા છે. આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર ઔદ્યોગિક વિકાસમાં લઘુ ઉદ્યોગોને કેટલું મહત્વ આપે છે.

લઘુ ઉદ્યોગોનો ૮પ ટકા વિકાસદર એમ ને એમ થયો નથી. પરંતુ લઘુ ઉદ્યોગમેન્યુફેકચરીંગ સેકટરના વિકાસ માટે ગુજરાત સરકારે દશ વર્ષમાં સુઆયોજિત પ્રોત્સાહક નીતિ અપનાવી છે. લઘુ ઉદ્યોગો સૌથી વધુ રોજગારી આપે છે અને તેના સાતત્યપૂર્ણ વિકાસથી જ આપણા દેશમાં સૌથી ઓછી બેરોજગારી ધરાવતું રાજ્ય ગુજરાત છે. દેશની કુલ રોજગારીના ૭ર ટકા રોજગારી તો એકલું ગુજરાત આપે છે.

મુખ્ય મંત્રીશ્રીએ ચીનના SME મેન્યુફેકચરીંગ સેકટરના આક્રમક અભિયાન સામે ભારત અને ગુજરાતના મેન્યુફેકચરીંગ SME સેકટરે જે પડકારો ઝીલવાના છે તેની ભૂમિકા આપી જણાવ્યું કે, દુનિયાના બજારોમાં ભારતના લઘુ ઉદ્યોગોના ઉત્પાદનો કઇ રીતે પ્રભાવક બને તેની વ્યૂહાત્મક નીતિ અપનાવવી જ પડશે.

ગુજરાતના લઘુ ઉદ્યોગ સાહસિકોમાં અનેક શક્તિ અને નવા ઉત્પાદન ક્ષેત્રોમાં પ્રવેશવાની તમણા અને સાહસિકતા પડેલી છે. મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સરકારમાં લઘુ ઉદ્યોગના વિકાસના સાતત્યપૂર્ણ વિસ્તાર અને પ્રશ્નોના ઉકેલ માટે ઉદ્યોગ વિભાગનું ખાસ સેલ ઉભું કરવાની જાહેરાત કરી હતી.

આપણે આપણી SME બ્રાન્ડ ઇમેજ ઉભી કરીને દુનિયાના બજારમાં છવાઇ જવાનું છે. ‘‘મેઇડ ઇન ગુજરાતઇન્ડિયા’’ની SME મેન્યુફેકચરીંગ બ્રાન્ડ એવી વિશ્વસનિયતા ઉભી કરશે જે ગુજરાતની લ્પ્ચ્ના સામર્થ્યની નવી ઓળખ બનાવશે એવું આહ્વાન તેમણે કર્યું હતું.