ક્રમ

સમજૂતી/સમજૂતી કરારનું નામ

વિગત

1.

પ્રજાસત્તાક ભારત અને યુએઇ વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સમજૂતી

આ સામાન્ય માળખાકીય કાર્ય સમજૂતી છે, જે ઓગસ્ટ, 2015 અને ફેબ્રુઆરી, 2016માં બહાર પાડેલા ઉચ્ચ સ્તરીય સંયુક્ત નિવેદનોમાં સંમત થયા મુજબ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ઓળખ કરાયેલા દ્વિપક્ષીય સહકારના ક્ષેત્રોને સૂચવે છે.

2..

સંરક્ષણ ઉદ્યોગના ક્ષેત્રમાં સહકાર પર પ્રજાસત્તાક ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અને યુએઇ સરકારના સંરક્ષણ મંત્રાલય વચ્ચે થયેલા એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુનો ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલોજીના ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાનો છે, જેમાં બંને દેશોના સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચે અભ્યાસો, સંશોધન, વિકાસ, નવીનતા અને સહકાર સામેલ છે. બંને પક્ષો શસ્ત્રો, સંરક્ષણ ઉદ્યોગો અને ટેકનોલોજીના હસ્તાંતરણના ક્ષેત્રોમાં સહકાર દાખવશે.

3.

દરિયાઈ પરિવહન પર સંસ્થાગત સહકાર પર પ્રજાસત્તાક ભારત અને યુએઇની સરકાર વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુ દરિયાઈ પરિવહન, કોન્ટ્રાક્ટ ધરાવતા પક્ષો વચ્ચે નાણાનું ફ્રી હસ્તાંતરણ અને જહાજોના દસ્તાવેજો પારસ્પરિક માન્યતા મારફતે દ્વિપક્ષીય દરિયાઈ વેપારી સંબંધો વધારવા માળખાકીય કાર્ય કરવું.

4.

તાલીમ, પ્રમાણપત્ર અને વોચ-કીપિંગ કન્વેન્શનના સ્ટાન્ડર્ડ (એસટીસીડબલ્યુ78) અને ત્યાંના સુધારાની જોગવાઈઓ મુજબ પ્રજાસત્તાક ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અને યુએઇમાં ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી – જમીન અને દરિયાઈ વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુ (સમજૂતી કરાર)નો ઉદ્દેશ મરીન ઓફિસર્સ, એન્જિનીયર્સ અને ક્રૂના પ્રમાણપત્રો અને સક્ષમતાની પારસ્પિક માન્યતા માટે માળખું સ્થાપિત કરીને દરિયાઈ આર્થિક પ્રવૃત્તિઓને વધારવી.

5.

માર્ગ પરિવહન અને રાજમાર્ગના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર પર પ્રજાસત્તાક ભારતના માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલય અને યુએઇના ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, જમીન અને મેરિટાઇમ ક્ષેત્રો વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુનો ઉદ્દેશ ફ્રેઇટ લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને મૂલ્ય સંવર્ધિત સેવાઓમાં ટેકનોલોજી, સિસ્ટમ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ મારફતે હાઇવેઝ અને માર્ગ પરિવહનના ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાનો છે.

6.

માનવ તસ્કરીને નિવારવા અને મુકાબલો કરવા પ્રજાસત્તાક ભારત અને યુએઇની સરકાર વચ્ચે એમઓયુ(સમજૂતી કરાર)

આ એમઓયુનો ઉદ્દેશ માનવ તસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકો સંબંધિત તસ્કરી સાથે સંબંધિત નિવારણ, બચાવ અને તેમને સ્વદેશ પરત મોકલવાના મુદ્દા પર દ્વિપક્ષીય સહકાર વધારવાનો છે.

7.

પ્રજાસત્તાક ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમઓએસએમએસઇ) મંત્રાલય અને યુનાઇટેડ આરબ અમિરાતના અર્થવ્યવસ્થા મંત્રાલય વચ્ચે લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસઇ) અને નવીનતાના ક્ષેત્રમાં સહકાર માટે એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુનો ઉદ્દેશ સંયુક્ત પ્રોજેક્ટ્સ, સંશોધન અને વિકાસ તથા સંબંધિત પ્રવૃત્તિઓ સહિત એમએસએમઇ ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે.

8.

કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં પ્રજાસત્તાક ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને યુએઇના આબોહવામાં ફેરફાર અને પર્યાવરણ મંત્રાલય વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુનો ઉદ્દેશ ફૂડ પ્રોસેસમાં સહકાર અને વાવણીની પદ્ધતિઓમાં ટેકનોલોજીના હસ્તાંતરણ મારફતે પરસ્પર રસના વિવિધ કૃષિ ક્ષેત્રોમાં સહકાર માટે માળખું વિકસાવવાનો છે.

9.

રાજદ્વારી, વિશેષ અને સત્તાવાર પાસપોર્ટ ધારકોની એન્ટ્રી વિઝા જરૂરિયાતોની પારસ્પરિક છૂટછાટ પર પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુએઇ સરકાર વચ્ચે સમજૂતી કરાર

આ સમજૂતી બંને દેશો વચ્ચે રાજદ્વારી, વિશેષ અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને વિઝા ફ્રી મુસાફરીની સુવિધા આપે છે.

10.

પ્રોગ્રામ એક્સચેન્જમાં સહકાર માટે ભારતના પ્રસાર ભારતી અને યુએઇની અમિરાત ન્યૂઝ એજન્સી (ડબલ્યુએએમ) વચ્ચે એમઓયુ

 આ એમઓયુનો ઉદ્દેશ પ્રસારણ, કાર્યક્રમો, સમાચારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓના પારસ્પરિક આદાનપ્રદાનના ક્ષેત્રમાં સહકાર મારફતે પ્રસાર ભારતી અને અમિરાત ન્યૂઝ એજન્સી (ડબલ્યુએએમ), યુએઇ વચ્ચે સંબંધો મજબૂત કરવાનો છે.

11.

પારસ્પરિક રસના ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા વેપાર પ્રોત્સાહક પગલા પર પ્રજાસત્તાક ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને યુનાઇટેડ આરબ અમિરાતના આર્થિક મંત્રાલય વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર)

આ એમઓયુનો ઉદ્દેશ વેપાર પ્રોત્સાહક પગલા સાથે સંબંધિત પરસ્પર ઓળખ કરેલા ક્ષેત્રોમાં માહિતીના આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ, સેમિનારો અને તાલીમ મારફતે એન્ટિ-ડમ્પિંગ અને આનુષંગિક વેરાના ક્ષેત્રોમાં સહકાર વધારવાનો છે.

12.

ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે ઓઇલના સંગ્રહ અને વ્યવસ્થાપન પર સમજૂતી

આ સમજૂતીનો ઉદ્દેશ ભારતમાં અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની દ્વારા ક્રૂડ ઓઇલના સંગ્રહ માટે માળખું સ્થાપિત કરવાનો અને બંને દેશો વચ્ચે ઊર્જાના ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંબંધને વધારવાનો છે.

13.

રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ અને અલ એતિહાદ એનર્જી સર્વિસીસ કંપની એલએલસી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

આ  એમઓયુ ઊર્જા કાર્યદક્ષતા સેવાઓમાં સહકાર પર છે.

14.

ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અને યુએઇની રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક સુરક્ષા સત્તામંડળ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

આ એમઓયુ સાયબરસ્પેસમાં ટેકનોલોજી વિકાસ અને સહકાર માટેકરવામાં આવ્યા છે.